- ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુનો દિવસ હોય છે
- આ દિવસે ભૂલીને પણ કેટલાક કામ ન કરવા
- નહીંતર ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી નારાજ થઈ શકે છે
ગુરૂવારનો દિવસ ભગવાન શ્રીવિષ્ણુને સમર્પિત હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે અને વ્રત પણ રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર જે વ્યક્તિ આ દિવસે શ્રીહરિ વિષ્ણુનું વિધિપૂર્વક પૂજન કરે છે તેના પર ભગવાનની કૃપા રહે છે. જેના લીધે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે. જો તમે પણ ભગવાન વિષ્ણુનાં આશીર્વાદ મેળવવા ઈચ્છો છો તો ગુરુવારનાં દિવસે કેટલાક કામ ભૂલથી પણ ન કરવા નહીંતર તમારા જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી શકે છે.
ગુરુવારનાં દિવસે આ કામ ન કરવું
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારનાં દિવસે મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ. માન્યતાઓ અનુસાર આવું કરવાથી તેમની કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો થાય છે જેના લીધે તમારા કામ બગડી શકે છે.
- ગુરુવારનાં દિવસે કેળાનું સેવન ન કરવું જોઈએ. માન્યતાઓ અનુસાર કેળાનાં ઝાડમાં શ્રીવિષ્ણુનો વાસ હોય છે તેથી આ દિવસે કેળાનાં ઝાડનું પૂજન કરવામાં આવે છે.
- ગુરુવારનાં દિવસે તમારે કપડાં ન ધોવા જોઈએ. માન્યતાઓ અનુસાર આવું કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહ પર ખરાબ પ્રભાવ પડે છે. આ સાથે જ ધનની દેવી માં લક્ષ્મી પણ નારાજ થાય છે. જેથી તમને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.
- ગુરુવારનાં દિવસે હંમેશા પૈદાની લેણદેણથી બચવું જોઈએ. તેનાથી તમારી કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો થવા લાગે છે જેનાથી તમને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.
- ગુરુવારનાં દિવસે ભૂલથી પણ માતા-પિતા કે ગુરુનું અપમાન ન કરવું. આવું કરવાથી ગુરુ તમારાથી નારાજ થઈ જશે અને જીવનમાં દુખનું આગમન થશે.
વાંચવા જેવું: શું તમને પણ નવા વર્ષે મળી રહ્યાં છે આ 6 સંકેત? તો ચેતી જજો! પિતૃઓ થઇ જશે ક્રોધિત, અપનાવો આ ઉપાય