બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / આરોગ્ય / Don't be afraid of depression, try this remedy from today and remove your tension

હેલ્થ ટિપ્સ / ડિપ્રેશનથી ગભરાશો નહીં, આજથી જ અજમાવો આ ઉપાય ને દૂર કરો તમારું ટેન્શન

Megha

Last Updated: 05:09 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તણાવ આપણા મગજ અને શરીર પર નકારાત્મક અસર કરે છે અને ઘણીવાર તે ડિપ્રેશનમાં પણ ફેરવાઇ જાય છે. એવામાં ડિપ્રેશનથી બચવાના આ ઉપાયો આજે જ અજમાવો.

  • તણાવ મગજ અને શરીર પર નકારાત્મક અસર કરે છે
  • ઘણીવાર તે ડિપ્રેશનમાં પણ ફેરવાઇ જાય છે
  • ડિપ્રેશનથી બચવાના ઉપાયો આજે જ અજમાવો

સામાન્ય રીતે તણાવ જ્યારે હાવી થઇ જાય ત્યારે તે મગજ અને શરીર પર નકારાત્મક અસર કરે છે. સામાન્ય તણાવ અથવા સ્ટ્રેસ જીવનનો એક હિસ્સો જ હોય છે. આપણે જ્યારે સામાન્ય સ્ટ્રેસ અનુભવીએ છીએ ત્યારે આપણે પોતાનું કાર્ય કરી શકીએ છે ને કામ કરતી વખતે ઉત્સાહ પણ જળવાઇ રહે છે, પરંતુ આ તણાવ અનિયંત્રિત થઇ જાય છે ત્યારે આ આપણા મગજ અને શરીર પર નકારાત્મક અસર કરે છે અને ઘણીવાર તે ડિપ્રેશનમાં પણ ફેરવાઇ જાય છે. આ ગંભીર બીમારીને સમય રહેતાં કાબૂમાં ન રાખવામાં આવે તો કોઇ પણ વ્યક્તિ પોતાનો જીવ પણ ગુમાવી શકે છે. હવે તો ડિપ્રેશનની સારવાર શક્ય બનવા લાગી છે. 

ડિપ્રેશનથી બચવાના ઉપાયો આજે જ અજમાવો
- ડિપ્રેશનના દર્દીએ ભરપૂર પ્રમાણમાં પાણી પીવું જોઇએ તથા એવાં ફળ અને શાકભાજીનું વધારે સેવન કરવું જોઇએ, જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય. 

- બિટનું નિયમિત સેવન કરો, તેમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્ત્વો, જેવાં કે વિટામિન, ફોલેટ, મેગ્નેશિયમ વગેરે માનવીના મગજમાં ન્યૂરોટ્રાન્સમીટર્સની જેમ કામ કરે છે, જે ડિપ્રેશનના દર્દીનો મૂડ બદલવાનું કામ કરે છે. 

- ભોજનમાં સલાડના રૂપમાં ટામેટાંનું સેવન કરો. ટામેટાંમાં લાઇકોપિન નામનું એ‌િન્ટ-ઓક્સિડેન્ટ છે, જે ડિપ્રેશન સામે લડવામાં મદદરૂપ બને છે. અઠવાડિયામાં ચારથી છ વાર ટામેટાં ખાય છે તેમનામાં ઓછું ડિપ્રેશન જોવા મળે છે. 

- જંક ફૂડનું સેવન સમગ્ર રીતે છોડી દેવું આવશ્યક છે.

- હેલ્થ એક્સ્પર્ટ માને છે કે ડિપ્રેશન વખતે લાલ અથવા ઓરેન્જ કલર આંખ અને મગજને રાહત આપે છે એટલા માટે ઘરની દીવાલને આ બંને કલરથી પેઇન્ટ કરવી જોઈએ.

- પ્રાકૃતિક સૌંદર્યનો નજીકથી અનુભવ કરવા પર માનસિક થાક દૂર થાય છે. ડિપ્રેશનની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ ખૂબ જ અસરકારક ઉપાય છે.   

- બંધ રૂમમાં વ્યક્તિનું મન વધારે મૂંઝાય છે. એટલા માટે ઘરના રૂમમાં બારીઓ મોટી હોવી જોઇએ, જેથી તમે દરરોજ સવારે ઊઠીને સૂર્યપ્રકાશ અને હવાની તાજગીનો અનુભવ કરી શકો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ