ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / દિવાળી પર મોંઘા કેમેરાની જરૂર નહીં, આ સેટિંગ્સથી મળશે શાનદાર ફોટો અને વીડિયો!

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / દિવાળી પર મોંઘા કેમેરાની જરૂર નહીં, આ સેટિંગ્સથી મળશે શાનદાર ફોટો અને વીડિયો!

Last Updated: 09:09 AM, 8 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દિવાળીની રોશની, દીવા અને રંગબેરંગી સજાવટની સુંદર તસવીરો લેવા માટે મોંઘા કેમેરાની જરૂર નથી. સ્માર્ટફોનની કેટલીક સેટિંગ્સ બદલીને તમે પણ શાનદાર ફોટો અને વીડિયો લઈ શકો છો.

1/6

photoStories-logo

1. દિવાળીની રાત્રે સ્માર્ટફોનથી જ મળશે શાનદાર ફોટો!

દિવાળીની રાત્રે ઘરની સજાવટ, રંગોળી, દીવા અને આતશબાજીની તસવીરો લેવાનો આનંદ જ અલગ હોય છે. પરંતુ ઘણીવાર મોબાઈલથી ફોટો પાડતી વખતે લાઈટ વધારે હોવાથી તસવીર બગડી જાય છે. ક્યારેક ફોટો ધૂંધળો આવે છે તો ક્યારેક દીવાની ચમકમાં તેની સુંદરતા દેખાતી નથી. આવી સ્થિતિમાં કેમેરાની કેટલીક સેટિંગ્સ જાણવી જરૂરી છે. જો તમારા ફોનમાં Pro કે Manual Mode છે તો તમે ફોટાની ગુણવત્તા વધુ સારી બનાવી શકો છો. ISO, Shutter Speed અને Exposure જેવી સેટિંગ્સનો યોગ્ય ઉપયોગ કરીને રાત્રે પણ સુંદર તસવીરો લઈ શકાય છે. દિવાળી પર ફોટો અને વીડિયો લેતી વખતે આ પાંચ બાબતો ખાસ ધ્યાનમાં રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. Night Modeથી લો રાત્રે શાનદાર ફોટો

દિવાળીની રાત્રે દીવા, રંગોળી અને ઘરની સજાવટના ફોટો લેવા માટે Night Mode ખૂબ ઉપયોગી છે. સ્માર્ટફોનમાં આ ફીચર ઓછા પ્રકાશમાં પણ તસવીરની વિગતો સારી રીતે કેપ્ચર કરવામાં મદદ કરે છે. કેટલાક ફોનમાં આ ફીચર Low-Light Mode તરીકે પણ ઉપલબ્ધ હોય છે. Night Modeમાં ફોટો લેતી વખતે મોબાઈલને સ્થિર રાખવો જરૂરી છે. ફોન હલવાથી તસવીર ધૂંધળી આવી શકે છે. જો તમારી પાસે ટ્રાઈપોડ હોય તો તેનો ઉપયોગ કરી શકો છો. જોકે, લોકો કે હલતી વસ્તુઓના ફોટો લેતી વખતે આ મોડમાં બ્લર થવાની શક્યતા રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. Pro Modeમાં ISO અને Shutter Speed બદલો

જો તમે ફોટાની સેટિંગ્સ જાતે બદલવા માંગતા હોવ તો ફોનના Pro Modeનો ઉપયોગ કરી શકો છો. દીવા અને સજાવટના ફોટા માટે ISO 100થી 400 વચ્ચે રાખીને શરૂઆત કરી શકાય છે. ISO વધારવાથી ફોટો વધારે તેજ દેખાય છે, પરંતુ ખૂબ વધારે ISO રાખવાથી તસવીરમાં દાણા જેવા નિશાન દેખાઈ શકે છે.Shutter Speedથી નક્કી થાય છે કે કેમેરા કેટલા સમય સુધી પ્રકાશને કેપ્ચર કરશે. સ્થિર દીવાઓના ફોટા માટે ટ્રાઈપોડની મદદથી 1/4 સેકન્ડથી 1 સેકન્ડ સુધીની સ્પીડ અજમાવી શકાય છે. હાથમાં ફોન રાખીને ફોટો લેતી વખતે ખૂબ ધીમી Shutter Speed રાખવાનું ટાળો, કારણ કે ફોટો ધૂંધળો આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. Exposure ઘટાડીને દીવા અને લાઈટ્સની ચમક સાચવો

દિવાળીના ફોટામાં દીવા અને LED લાઈટ્સની વધારે ચમકને કારણે ઘણીવાર તસવીરની વિગતો દેખાતી નથી. આવી સ્થિતિમાં Exposure થોડું ઓછું કરવાથી ફોટો વધારે સુંદર આવી શકે છે. કેમેરા ખોલીને જે વસ્તુનો ફોટો લેવો છે તેના પર ટેપ કરો અને Exposureની સેટિંગ્સ ઘટાડો. -0.3થી -1 EV સુધીની સેટિંગ્સ અજમાવી શકો છો. અલગ-અલગ સેટિંગ્સમાં ફોટો લઈને જે તસવીરમાં દીવાની ચમક અને આસપાસની વિગતો સારી દેખાય તે પસંદ કરો. આ રીતે રાત્રે લાઈટ્સનો અસલી રંગ અને સુંદરતા જાળવી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. આતશબાજી અને દિવાળીના વીડિયો માટે આ સેટિંગ્સ અજમાવો

દિવાળીની આતશબાજીના ફોટા લેવા માટે ફોનને ટ્રાઈપોડ પર રાખવો વધુ યોગ્ય છે. Pro Modeમાં ISO 100થી 200 રાખીને શરૂઆત કરી શકાય છે. Shutter Speed 1/2થી 2 સેકન્ડ વચ્ચે રાખવાથી આકાશમાં ફૂટતી આતશબાજીની પ્રકાશની લકીરો સુંદર રીતે કેપ્ચર થઈ શકે છે. Manual Focusની મદદથી દૂરની આતશબાજી પર ફોકસ કરી શકાય છે. જો ફોનમાં આ સેટિંગ્સ ન હોય તો Night Mode અથવા Long Exposure Modeનો ઉપયોગ કરી શકો છો.દિવાળીના વીડિયો બનાવવા માટે 4K 30fps અથવા 1080p 30fps સેટિંગ્સ ઉપયોગી છે. ઓછા પ્રકાશમાં 60fps પર વીડિયો બનાવવાથી દરેક ફ્રેમમાં પ્રકાશ ઓછો દેખાઈ શકે છે. વીડિયો વધુ સ્થિર રાખવા માટે OIS અથવા EIS Stabilizationનો ઉપયોગ કરો. Digital Zoom કરવાને બદલે શક્ય હોય તો વિષયની નજીક જઈને વીડિયો બનાવો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ફોટો લેતા પહેલાં કેમેરાનો લેન્સ સાફ કરો

દિવાળીના ફોટો લેતા પહેલાં ફોનના કેમેરાનો લેન્સ સાફ કરવાનું ભૂલશો નહીં. લેન્સ પર ધૂળ, ગંદકી કે આંગળીઓના નિશાન હોય તો રાત્રે લાઈટ્સની આસપાસ ધૂંધળાપો અને વધારે ચમક દેખાઈ શકે છે. લેન્સ સાફ કરવા માટે નરમ કપડાનો ઉપયોગ કરો. ફોટો લેતી વખતે ફોનને સ્થિર રાખો અને યોગ્ય પ્રકાશમાં તસવીર લો. આ નાની બાબતોનું ધ્યાન રાખવાથી સ્માર્ટફોનથી લેવામાં આવતા ફોટો અને વીડિયોની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે. દિવાળીની યાદગાર પળોને સુંદર રીતે સાચવવા માટે આ સેટિંગ્સ ઉપયોગી સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Diwali Camera Smartphone Photography Diwali Camera Settings
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ