બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / District Panchayat President Bhupath Boder forgot to give me the grant, now we have reached a settlement: P.G. Kiyada

ઘીના ઠામમાં ઘી / જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર મને જ ગ્રાન્ટ આપવાનું ભૂલી ગયા હતા, હવે અમારે સમાધાન થઇ ગયુંઃ પી.જી. કિયાડા

Mehul

Last Updated: 03:39 PM, 14 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપમાં આંતરિક જૂથવાદનો ઉકળતો ચરુ હવે શાંત થવા જઈ રહ્યો છે. બાંધકામ સમિતિ ચેરમેન પી.જી કિયાડાએ પ્રમુખ વિરુદ્ધ રજૂઆત કરી હતી

  • રાજકોટ જિલ્લા પંચાયતમાં ઉકળતો ચરુ શાંત 
  • કિયાડાએ કહ્યું બોદર સામે કોઈ ફરિયાદ નહિ 
  • ગ્રાન્ટ મામલે પ્રમુખ બોદર સામે હતીં ફરિયાદ 

રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપમાં આંતરિક જૂથવાદનો ઉકળતો ચરુ હવે શાંત થવા જઈ રહ્યો છે. બાંધકામ સમિતિ ચેરમેન પી.જી કિયાડાએ પ્રમુખ વિરુદ્ધ રજૂઆત કરી હતી. 
બાંધકામ સમિતિના ચેરમેન કીયાડા ગ્રાન્ટ અને સંકલન મામલે પ્રમુખ વિરુદ્ધ  રજૂઆત કરી હતી. હવે કીયાડાએ કહ્યું કે, જિલ્લા પંચાયતમાં હાલ અમારે સમાધાન થઇ ગયું છે.  ભાજપમાં હવે કોઇ જૂથવાદ નહીં જોવા મળે. તેમ કહેતા બાંધકામ સમિતિના ચેરમેને કહ્યું કે, જિલ્લા પંચાયતના પ્રમુખ મને જ ગ્રાન્ટ આપવાનું ભૂલી ગયા હતા. આંતરિક જૂથવાદ બાદ જિલ્લા ભાજપ પ્રમુખ સંકલનની બેઠકમાં પહોંચ્યા હતા. 

રાજકોટ જિલ્લા પંચાયતમાં હવે અસંતોષ દૂર થઇ ગયો છે. આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયાએ કહ્યું કે, આજે ભાજપની સંકલન બેઠક મળી હતી. દરેક પ્રશ્ન મામલે ચર્ચા થઇ છે.જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સાથે ચર્ચા થઇ. જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર સાથે ખુલ્લામાં ચર્ચા કરી હતી. હવે સભ્યોમાં કોઇ નિરાશા નથી. ગ્રાન્ટ મામલે વિસંગતતાઓ હતી તે પૂર્ણ થઇ છે. નારાજગીનો કોઇ અર્થન હતો સર્જરી માટે પ્રમુખ મુંબઇ હતા. અસંતોષ મામલે બેઠક બોલાવામાં આવી હતી.

એકાદ સપ્તાહ પૂવે રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપના બે જૂથ આમને-સામને હોવાની વાત આવી હતી. જેમાં જયેશ રાદડીયા સામે પણ નારાજગી ધરાવતા કેટલાક સડ્યો હતા. અને કહેવાય છે કે, રાદડીયા વિરુદ્ધ સહિતની રજૂઆત માટે એક જૂથ ગાંધીનગર સુદ્ધા આવ્યું હતું. ત્યારે, જિલ્લા પંચાયત પ્રમુખે કહ્યું હતું કે,  વિકાસના કામો સાથે અમો આગળ ધપી  રહ્યા છીએ. . જો કે અસંતુષ્ટ જૂથ પર ટકોર કરતા તેમણે કહ્યું કે,  કેટલાક લોકોને સારુ કામ કરીએ તો ન પણ ગમે જેથી આવી ખોટી વાતો ચાલી રહી છે.

જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદરે જે તે સમયે કહ્યું હતું કે કોઈ પણ પ્રકારના અસંતોષની મારી પાસે રજુઆત આવી નથી. રાદડીયા જૂથ વિરુદ્ધ થયેલી રજૂઆતો અંગે કહ્યું કે, જયેશ રાદડિયા પ્રત્યે મને ખૂબ જ લાગણીઓ છે. તેમના પિતા મારા ખૂબ સારા મિત્ર હતા. જૂથવાદ જેવું કશું જ નથી.

હવે બોદર વિરુદ્ધ રજૂઆતો કરી રહેલા બાંધકામ સમિતિના ચેરમેન કીયાડાએ સ્પસ્ટતા કરી દેતા, હાલ પુરતું 'ઘીના ઠામમાં ઘી' ઢળી ગયું છે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ