બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / Politics / Disruption in Congress continues, one more senior MP joins BJP

પંજાબ / કોંગ્રેસમાં ભંગાણ ચાલુ, વધુ એક મોટા સાંસદ ભાજપમાં જોડાયા

Ajit Jadeja

Last Updated: 06:40 PM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબના પૂર્વ સીએમ બિઅંત સિંહના પૌત્ર રવનીત બિટ્ટુએ કોંગ્રેસ સાથે નાતો તોડી નાખ્યો છે. હવે તેઓ ભાજપમાં જોડાયા છે

લોકસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ ચાલી રહી છે. એક પક્ષના નેતા બીજા પક્ષમાં આવન જાવન કરી રહ્યા છે. જેમાં આજે પક્ષપલટો પંજાબથી થયો હોવાના સમાચાર મળ્યા છે. પંજાબમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પંજાબના પૂર્વ સીએમ બિઅંત સિંહના પૌત્ર રવનીત બિટ્ટુએ કોંગ્રેસ સાથે નાતો તોડી નાખ્યો છે. હવે તેઓ ભાજપમાં જોડાયા છે.

રવનીત બિટ્ટુ પંજાબના દિગ્ગજ નેતા

લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં પક્ષ પલટાની મોસમ શરૂ થઇ છે. રાજનિતિમાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવું ચુંટણી સમયે બનતુ હોય છે. હવે પંજાબમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. જાણવા મળ્યા મુજબ પંજાબના પૂર્વ સીએમ બિઅંત સિંહના પૌત્ર રવનીત બિટ્ટુ ભાજપમાં જોડાઈ ગયા છે. રવનીત બિટ્ટુ હાલમાં લુધિયાણાના સાંસદ છે અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવતા હતા. બીજેપીના વરિષ્ઠ નેતા વિનોદ તાવડેએ મંગળવારે સાંજે ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયમાં પાર્ટીના સભ્ય તરીકે રવનીત બિટ્ટુનું સ્વાગત કરી પુષ્પગુચ્છથી આવકાર્યા હતા.રવનીત બિટ્ટુની ગણતરી પંજાબના દિગ્ગજ નેતાઓમાં થતી હતી. તેઓ ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેઓ વર્ષ 2009માં આનંદપુર સાહિબ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ પછી, 2014 અને 2019 ની લોકસભા ચૂંટણીમાં તેણે પ્રચંડ જીત મેળવી હતી.

આ પણ વાંચોઃ અંતે ભાજપે પેટાચૂંટણી માટે 5 બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા, જુઓ કોને ક્યાંથી ઉતાર્યા ચૂંટણી મેદાનમાં

ગુજરાતમાં પણ કોંગ્રેસના અનેક નેતાઓએ પક્ષ છોડ્યો

ગુજરાતમાં પણ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના મોટા ગણાતા નેતાઓએ પક્ષ છોડ્યો છે. આ નેતાઓ બીજેપીમાં જોડાયા છે. કોંગ્રેસમાંથી જીતેલા ધારાસભ્યોએ પણ રાજીનામા આપી દીધા હતા. ત્યારે લોકસભા સાથે જાહેર થયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાજીનામા આપી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોને ભાજપે ફરી મેદાનમાં ઉતાર્યા છે. બીજેપી ગુજરાતમાં 26 લોકસભા બેઠકો જીતવા માગે છે જે મોટી લીડથી જીતવા માટે બીજેપી કોગ્રેસના નેતાઓને ભાજપમાં ભેળવી રહી છે. પરંતુ હવે આ ભરતી મેળાને કારણે બીજેપીના કાર્યકરો અકળાવા લાગ્યા છે અને ધીરેદીરે અસંતોષ સામે પણ આવી રહ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ