બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Diamond League Final Neeraj Chopra missed trophy by just 0.44 cm, Satisfied with silver medal

Diamond League Final / નીરજ ચોપરા માત્ર 0.44 સેમીથી ચૂકી ગયા ડાયમંડ લીગ ટ્રોફી, સિલ્વર મેડલથી માનવો પડ્યો સંતોષ

Megha

Last Updated: 11:09 AM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Diamond League Final : ડાયમંડ લીગ 2023ની ફાઈનલમાં ભારતનો દિગ્ગજ ખેલાડી નીરજ ચોપરાએ 83.80 મીટર દુર જેવલિન થ્રો કરી સિલ્વર મેડલ પોતાના નામે કર્યું હતું

  • નીરજ ચોપરાએ ડાયમંડ લીગ 2023ની ફાઇનલમાં સિલ્વર મેડલ જીત્યું 
  • નીરજે તેના બીજા પ્રયાસમાં 83.80 મીટરનો થ્રો કર્યો હતો
  • ચેક રિપબ્લિકના જાકુબ વાદલેચે જીત્યો ગોલ્ડ 

ભારતનો સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ડાયમંડ લીગ 2023ની ફાઇનલમાં બીજું સ્થાન મેળવીને સંતોષ માનવો પડ્યો છે. નીરજે તેના બીજા પ્રયાસમાં 83.80 મીટરનો થ્રો કર્યો હતો. આ ફાઇનલમાં નીરજનો આ સર્વશ્રેષ્ઠ સ્કોર હતો. જો કે આ સ્કોર સાથે તેને પોતાની ડાયમંડ લીગ ટ્રોફી ગુમાવવી પડી હતી. ચેક રિપબ્લિકના જાકુબ વાદલેચે તેના છેલ્લા પ્રયાસમાં 84.27 મીટરનો થ્રો કરીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું અને ટ્રોફી જીતી. આ સિવાય ફિનલેન્ડનો ઓલિવર હેલેન્ડર 83.74 મીટર સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો.

ડાયમંડ લીગની ફાઇનલમાં નીરજ ચોપરા સંપૂર્ણપણે લયમાં દેખાતો ન હતો અને બે પ્રયાસોમાં તેનો સ્કોર ખાલી રહ્યો હતો. બાકીના ચાર પ્રયાસોમાં તેને ફક્ત બીજા પ્રયાસમાં 83.80 મીટરનો થ્રો કર્યો હતો. જ્યારે જાકુબ વાદલેચે તેના પહેલા જ પ્રયાસમાં 84.1 મીટરનું અંતર હાંસલ કરીને લીડ મેળવી હતી. આ પછી, તેણે છઠ્ઠા પ્રયાસમાં 84.27 મીટરનું અંતર હાંસલ કરીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું.

નીરજ પોતાનું ટાઈટલ બચાવી શક્યો નહોતો
નીરજ ચોપરાને તેના ડાયમંડ લીગ ટાઈટલનો બચાવ કરવાની તક મળી હતી. જો આવું થયું હોત તો નીરજ આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો ત્રીજો જેવલિન થ્રોઅર બની ગયો હોત. માત્ર ચેક રિપબ્લિકના વિટેઝસ્લાવ વેસેલી (2012 અને 2013) અને જાકુબ વાદલેચે (2016 અને 2017) ડાયમંડ લીગ આવું કરી શક્યા છે. નીરજ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ્યુરિખમાં ડાયમંડ લીગની ફાઈનલ જીતવામાં સફળ રહ્યો હતો.

ડાયમંડ લીગ 2023માં નીરજનું પ્રદર્શન
નીરજ ચોપરાએ ડાયમંડ લીગ 2023માં જોરદાર પ્રદર્શન કર્યું હતું. નીરજે દોહા ડાયમંડ લીગમાં 88.67 મીટર દૂર થ્રો કર્યો હતો. આ સિવાય તેણે લુઝાન ડાયમંડ લીગમાં 87.66 મીટરનો થ્રો કર્યો હતો. તે ઝુરિચમાં ડાયમંડ લીગમાં 85.71 મીટરના થ્રો સાથે બીજા ક્રમે રહ્યો હતો, જ્યારે યુજેન ડાયમંડ લીગની ફાઇનલમાં તેનો સ્કોર 83.80 મીટર હતો.

ફાઇનલમાં તમામ ખેલાડીઓનો શ્રેષ્ઠ સ્કોર
1. જાકુબ વાદલેચે (ચેક રિપબ્લિક) - 84.24 મીટર
2. નીરજ ચોપરા (ભારત) - 83.80 મીટર
3. ઓલિવર હેલેન્ડર (ફિનલેન્ડ) - 83.74 મીટર
4. એન્ડ્રિયન માર્ડારે (મોલ્ડોવા) - 81.79 મીટર
5 કર્ટિસ થોમ્પસન (યુએસએ) - 77.01 મીટર
6. એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા) - 74.71 મીટર

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ