બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / આરોગ્ય / Diabetes Home Remedies For control high blood sugar naturally 5 simple steps

Health Tips / શું દવા કે ઇન્સ્યુલિનથી પણ કાબુમાં નથી આવી રહ્યું બ્લડ સુગર લેવલ? તો અપનાવો આ 5 ઉપાય

Arohi

Last Updated: 11:10 AM, 31 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Diabetes Home Remedies: દવાઓ અને ઈંસુલિન લીધા બાદ પણ ઘણી વખત શુગર લેવલ કંટ્રોલમાં નથી રહેતું એવામાં આ ઉપાયો કરી શકાય છે.

  • ડાયાબિટીસના દર્દીઓ માટે ઘરગથ્થુ ઉપાય
  • કંટ્રોલમાં નથી આવી રહ્યું બ્લડ સુગર લેવલ?
  • તો અપનાવો આ 5 ઉપાય

બ્લડમાં શુગરનું પ્રમાણ વધી જવાના કારણે ડાયાબિટીસની બીમારી થાય છે. ડાયાબિટીસનો કોઈ ઈલાજ નથી તેને ફક્ત કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસ થવા પર ઘણી સમસ્યાઓ થાય છે જેવી કે, કમજોરી, થાક, વારંવાર પેશાબ આવવો, ઈજા થવા પર જલ્દી રૂજ ન આવવું વગેરે થવા લાગે છે. 

બ્લડમાં વધતા શુગરને કંટ્રોલ કરવા માટે દવાઓ અને ઈંસુલિનના ઈંજેક્શનનો સહારો લેવામાં આવે છે. ઘણી વખત ઈંસુલિન લીધા બાદ પણ બ્લડ શુગર ઓછુ નથી થતું. એવામાં તમે ઘણા ઘરેલુ ઉપાયો કરીને શુગરને કંટ્રોલ કરી શકો છો. આવો ડાયાબિટીસ કંટ્રોલ કરવાના આ ઘરેલુ ઉપાયો વિશે જાણીએ. 

ડાયાબિટીસને કંટ્રોલ કરશે આ ઉપાય 

એક્સરસાઈઝ 
બ્લડમાં શુગરનું લેવલ વધારે જલ્દી વધી ગયું છે તો પોતાના ડેલી રૂટીનમાં એક્સરસાઈઝને શામેલ કરીને તેને કાબુ કરી શકાય છે. તેના માટે વોકિંગ, જોગિંગ અને સ્વિમિંગ કરી શકાય છે. ટેનિસ કે બેડમિંટન જેવી એક્ટિવ ગેમ્સથી પણ ડાયાબિટીસને ઓછુ કરી શકાય છે. 

યોગ
શુગર લેવલ કંટ્રોલમાં રાખવા માટે યોગાસન પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. ધનુરાસન, પ્રાણાયામ અને શવાસન કરવું ડાયાબિટાસ માટે ફાયદાકારક છે. દવાઓ અને ઈંસુલિન લીધા બાદ પણ શુગર વધી રહ્યું છે તો યોગથી ફાયદો મળી શકે છે. 

લીમડો 
લીમડાના કડવા પાન ડાયાબિટીસ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. લીમડાના પાનમાં ઘણા એવા ગુણ હોય છે જે બ્લડ શુગર લેવલને ઓછુ કરે છે. ડાયાબિટીસને ઓછુ કરવા માટે તમે લીમડાના પાનના પાઉડરનું પણ સેવન કરી શકો છો. લીમડાના પાનને સુકવ્યા બાદ તેને પીસીને તેના પાઉડરનું દિવસમાં 2 વખત સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. 

કારેલાનો જ્યુસ 
સવારે કારેલાનો જ્યુસ પીને તમે ડાયાબિટીસથી બચી શકો છો. કારેલાનો જ્યુસ પીવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. આ શરીરમાં ઈંસુલિનને એક્ટિવ કરે છે જેનાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે. 

જાંબુ 
જાંબુ ખાવા પણ શુગરના દર્દીઓ માટે ફાયદા છે. જાંબુની સાથે જ તેની ગોટલીઓ ખૂબ જ ફાયદાકારક છે. જાંબુની ગોટલીને સુકવીને તેનો પાઉડર બનાવી લો સવાર-સાંજ બે-બે ચમચી પાઉડર હુંફાળા પાણી સાથે લો. આમ કરવાથી ડાયાબિટીસ ઓછુ થઈ જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ