બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Dhoni will play his last IPL match on this date A CSK official made a big revelation
Arohi
Last Updated: 07:39 PM, 18 February 2023
ADVERTISEMENT
BCCIએ IPL 2023નું શિડ્યુલ જાહેર કરી દીધુ છે. પરંતુ ફેંસ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. હકીકતે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ફેરવેલ મેચની તારીખ સામે આવી ગઈ છે. કેપ્ટન કૂલ 14 મેએ છેલ્લી વખત ચેન્નાઈ સુપર કિંગ્સની જર્સીમાં જોવા મળશે.
ચેન્નાઈ સુપર કિંગ્સ 14 મેએ ચેન્નાઈના ચેપક સ્ટેડિયમમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ વિરૂદ્ધ મેદાનમાં ઉતરશે. મહેન્દ્ર સિંહ ધોનીની છેલ્લી મેચ હોઈ શકે છે. જો ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પ્લેઓફ માટે ક્વોલીફાઈ ન કરી શકે તો 14 મેએ મહેન્દ્ર સિંહ ધોની પોતાની છેલ્લી મેચ રમશે.
ADVERTISEMENT
14 મેએ પોતાની છેલ્લી IPL મેચ રમશે ધોની
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વાતમાં કોઈ શક નથી કે મહેન્દ્ર સિંહ ધોનીની આ છેલ્લી આઈપીએલ સીઝન હશે. જોકે તેના પર છેલ્લો નિર્ણય કેપ્ટન કૂલનો જ હશે. સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે મહેન્દ્ર સિંહ ધોનીએ અત્યાર સુધી ઓફિશ્યલ રીતે મેનેજમેન્ટની સાથે આ વાત પર કોઈ વાત નથી કરી.
હકીકતે આઈપીએલની પહેલી સીઝન વર્ષ 2008માં રમવામાં આવી હતી. મહેન્દ્ર સિંહ ધોની ત્યારથી જ આ ટીમ સાથે જોડાયેલા છે. ધોનીની કેપ્ટનસીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે અત્યાર સુધી 4 વખત ટ્રોફી જીતી છે.
ધોની બાદ કોણ હશે CRKનું કેપ્ટન?
હવે પ્રશ્ન એ છે કે મહેન્દ્ર સિંહ ધોનીએ રિટાયરમેન્ટ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન કોણ હશે? ચેન્નાઈ સુપર કિંગ્સના નેક્સ્ટ કેપ્ટનની રેસમાં ઈંગ્લેન્ડના બેન સ્કોક્સ ઉપરાંત અંજીક્ય રહાણે અને ઋતુરાજ ગાયકવાડનું નામ સૌથી આગળ છે.
ત્યાં જ મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંભાવના છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ રવીન્દ્ર જાડેજાને ટીમની કમાન સોંપશે. ત્યાં જ ચેન્નાઈ સુપર કિંગ્સે આવનાર કેપ્ટનની રીતે બેન સ્ટોક્સને સૌથી મજબૂત દાવેદારના રૂપમાં જોવામાં આવી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT