બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ભારત / DevRaha baba: who predicted the making of rammandir 33 years ago, video viral

મહાન સંત / દેવરહા બાબા: જેમણે દાયકાઓ પહેલા કરી હતી રામ મંદિરની ભવિષ્યવાણી, લોકવાયકા છે કે તેઓ 900 વર્ષ જીવ્યા

Vaidehi

Last Updated: 04:40 PM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામમંદિરમાં રામલલાનાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે મોકલવામાં આવેલા આમંત્રણની સાથે એક સંકલ્પ નામક બુકલેટ પણ આપવામાં આવી છે. તેમાં રામમંદિર સંઘર્ષમાં જોડાયેલા સંતો અને લોકોનાં ફોટોઝ અને જાણકારી આપવામાં આવી છે. જેમાં એક મહાનરામભક્ત સંત દેવરહા બાબાની કહાની અને તેમની ભવિષ્યવાણીનો ઉલ્લેખ છે.

 

  • રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં એક બુકલેટનો સમાવેશ
  • 'સંકલ્પ' નામક બુકેલટમાં રામમંદિર સંઘર્ષમાં જોડાયેલા લોકોની કહાની
  • તેમાંના એક સંત દેવરહા બાબાની ભવિષ્યવાણીની ચારેય બાજુ ચર્ચા 

અયોધ્યામાં રામમંદિર ઉદ્ઘાટન અને રામલલાનાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે મુખ્ય લોકોને મોકલવામાં આવેલ આમંત્રણ પત્રક જોવા મળ્યું છે. તેમાં રામલલા અને ભવ્ય રામમંદિરનાં ફોટો છાપવામાં આવ્યાં છે. આમંત્રણ પત્રિકાની સાથે 'સંકલ્પ' નામક એક બુકલેટ પણ આપવામાં આવી છે. આ બુકલેટમાં 1528થી 1984 દરમિયાન રામમંદિર સંઘર્ષમાં જોડાયેલા સંતો અને કોર્ટની કાર્યવાહીમાં સામેલ લોકોનાં ફોટોઝ અને જાણકારી આપવામાં આવી છે. બુકલેટમાં મહાન સંત દેવરહા બાબાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે 33 વર્ષો પહેલાં રામમંદિરનાં નિર્માણને લઈને ભવિષ્યવાણી કરી હતી જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે.

33 વર્ષ પહેલાં કરી હતી ભવિષ્યવાણી
બુકલેટમાં દેવરહા બાબાનો ફોટો પણ છાપવામાં આવ્યો છે. આ એ જ બાબા છે કે જેમણે 33 વર્ષો પહેલાં રામમંદિરનાં નિર્માણની ભવિષ્યવાણી કરી હતી અને કહ્યું હતું કે મંદિર બધાની સહમતિથી બનશે. વીડિયોમાં બાબા બોલી રહ્યાં છે કે મંદિર બની જશે.. એ વાતમાં કોઈ શંકા નથી. જ્યારે બાબાને પૂછવામાં આવ્યું કે મંદિર કોણ બનાવશે ત્યારે તેમણે કહ્યું કે સાંભળો, રામમંદિર બધાનાં સહયોગથી બનશે. નિર્માણમાં કોઈ વિધ્ન નહીં આવે. બુકલેટમાં લખવામાં આવ્યું છે કે, " રામાનુજ પરંપરાનાં વાહક, દિવ્ય તેમજ ઉચ્ચ આધ્યાત્મિક શક્તિઓથી ઓતપ્રોત પૂજ્ય દેવરહા બાબા, વર્ષ 1989નાં પ્રયાગ મહાકુંભનાં અવસર પર વિશ્વ હિંદૂ પરિષદ દ્વારા આયોજિત સંત સમ્મેલનમાં પહોંચ્યાં હતાં. તેમણે ઘોષણા કરી હતી કે VHP મારી આત્મા છે અને મારી સહમતિથી શ્રીરામ જન્મભૂમિ આંદોલન ચાલી રહ્યું છે"

SOURCE: FB Yogiraj Devraha baba

રામભક્ત દેવરહા બાબા
દેવરહા બાબા એક સિદ્ધ મહાપુરુષ અને સંત હતાં. મોટા-મોટા રાજનેતાઓ બાબા પાસે આશીર્વાદ લેવા માટે આવતાં હતાં. ગામડાના લોકો તેમજ મોટી હસ્તીઓ તેમનાં દર્શન કરવા કલાકો સુધી રાહ જોતા હતા.  સામાન્ય ચૂંટણી સમયે તેમના આશીર્વાદ મેળવવા માટે અનેક રાજકારણીઓએ તેમની મુલાકાત લીધી હતી જેમાં ઈન્દિરા ગાંધી , બુટા સિંહ અને રાજીવ ગાંધીનો સમાવેશ થાય છે . રાજીવ ગાંધી અને  પત્ની સોનિયા ગાંધીએ 1989ની ચૂંટણીની પૂર્વસંધ્યાએ તેમના આશ્રમની મુલાકાત લીધી હતી.  તે ભગવાન શ્રીરામનાં મોટા ભક્ત હતાં અને શ્રીકૃષ્ણને પણ તેઓ રામ સમાન માનતાં હતાં. તેઓ લોકોને તેમની મુશ્કેલીઓથી મુક્તિ અપાવવા માટે ભગવાન શ્રીરામનો મંત્ર આપતાં હતાં.

250-500 વર્ષ જીવ્યાં બાબા?
દેવરહા બાબા ઉત્તરપ્રદેશનાં દેવરિયાથી હતાં. તેમને લઈને કહેવામાં આવે છે કે તેઓ ઘણાં વર્ષો જીવ્યાં. જો કે તેઓ કેટલા વર્ષ જીવિત રહ્યાં એ અંગે અલગ-અલગ વાતો સાંભળવા મળે છે. કેટલાક લોકો કહે છે કે દેવરહા બાબા 900 વર્ષો સુધી જીવિત રહ્યાં તો કેટલાક કહે છે કે તેઓ 250 વર્ષ જીવ્યાં અને કેટલાક માને છે કે તેઓ 500 વર્ષો સુધી જીવ્યાં. જો કે તેમના જન્મને લઈને મતમતાંતર છે. સાથે જ તેમનાં મૃત્યુને લઈને પણ ઠોસ માહિતી નથી. 

વાંચવા જેવું: ભાજપના એક એવા નેતા, જેમણે રામ મંદિર માટે મુખ્યમંત્રી પદને તિલાંજલી આપી

લોકો દેવરહા બાબાને ચમત્કારી બાબા માને છે. તેમના ચમત્કારોની અનેક કહાનીઓ સાંભળવા મળે છે. કહેવામાં આવે છે કે તેઓ માણસ અને પ્રાણીઓનાં મનની વાત જાણી લેતાં હતાં અને તેમણે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી લીધી હતી. દેવરહા બાબાએ વર્ષો પહેલા રામમંદિરને લઈને ભવિષ્યવાણી કરી હતી જે હવે સાચી થવા જઈ રહી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ