બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / વિશ્વ / Devastation in Turkey: Floods in place of earthquake

કુદરતનો પ્રકોપ / તુર્કીયેમાં તબાહી જ તબાહી: જ્યાં ભૂકંપ આવ્યો હતો ત્યાં જ હવે પૂર, હજારો લોકો બેઘર-કેટલાયના મોત

Priyakant

Last Updated: 01:41 PM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બે પ્રાંતોમાં મુશળધાર વરસાદને કારણે આવેલા પૂરને કારણે ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે અને હજારો લોકો બેઘર થઈ ગયા

  • તુર્કીયેમાં ભૂકંપ બાદ હવે પૂરે તબાહી મચાવી
  • વરસાદને કારણે આવેલા પૂરને કારણે 14 લોકોના મોત 
  • બચાવ ટીમો ત્રણ જગ્યાએ ગુમ થયેલા પાંચ લોકોની શોધમાં

તુર્કીયેમાં ભૂકંપ બાદ હવે પૂરે તબાહી મચાવી છે. બુધવારે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બે પ્રાંતોમાં મુશળધાર વરસાદને કારણે આવેલા પૂરને કારણે ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે અને હજારો લોકો બેઘર થઈ ગયા છે. ગૃહપ્રધાન સુલેમાન સોયલુએ જણાવ્યું હતું કે, બચાવ ટીમો ત્રણ જગ્યાએ ગુમ થયેલા પાંચ લોકોની શોધમાં છે. સોયલુએ જણાવ્યું હતું કે, દક્ષિણપૂર્વીય પ્રાંત સનલિઉર્ફામાં પૂરથી 12 લોકો માર્યા ગયા હતા, જ્યારે પડોશી આદ્યમાન પ્રાંતમાં બે લોકો માર્યા ગયા હતા.

મીડિયા અહેવાલો અનુસાર અદિયામાનમાં ભૂકંપમાં બચી ગયેલા પરિવારના કેમ્પમાં પાણી ભરાઈ જતાં પીડિતો ડૂબી ગયા હતા. પડોશી સાનલિઉર્ફા પ્રાંતના ગવર્નર સાલીહ અહાને સ્થાનિક ટેલિવિઝનને જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં ચાર લોકોના મોત થયા છે. બચાવ કાર્યકરોને પાછળથી 5 સીરિયન નાગરિકોના મૃતદેહ સાનલિઉર્ફામાં એક એપાર્ટમેન્ટની અંદર અને અન્ય 2 મૃતદેહો એક વાહનની અંદરથી મળ્યા હતા. 

સાનલિઉર્ફા ટેલિવિઝન દ્વારા જાહેર કરાયેલ એક વિડિયોમાં પૂરથી ભરેલી શેરીઓ અને કાર પાણીમાં વહી જતી જોવા મળી હતી. વીડિયોમાં એક વ્યક્તિને અંડરપાસમાંથી બચાવવામાં આવતો જોવા મળી રહ્યો છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ઘણા લોકોને પાણી ભરાયેલા કેમ્પમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ભૂકંપમાં બચી ગયેલા લોકોએ આ શિબિરોમાં આશરો લીધો હતો.  દર્દીઓને પણ હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. 

તુર્કીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું હતું કે, બે પ્રાંતોમાંના દરેકમાં એક ડઝનથી વધુ ડાઇવર્સ બચાવ કામગીરીમાં સામેલ હતા. ગયા મહિને આ બે પ્રાંતોમાં આવેલા વિનાશક ભૂકંપમાં ઘણા લોકો માર્યા ગયા અને હજારો બેઘર થયા. આવી સ્થિતિમાં પૂરના કહેરથી લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. આશંકા છે કે પૂરના કારણે મૃત્યુઆંક વધી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ