બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / delhi kejriwal government will run even from jail aap mlas request cm not to resign

દિલ્હી / તો જેલથી જ ચાલશે સરકાર...: મીટિંગમાં AAPના ધારાસભ્યોની માંગ- ધરપકડ થાય તો કેજરીવાલે રાજીનામું આપવું જોઈએ નહીં

Dinesh

Last Updated: 09:33 AM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

delhi news : દિલ્હીના ધારાસભ્ય અને મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે અલગ-અલગ ધરપકડો દ્વારા અરવિંદ કેજરીવાલ પર દબાણ લાવવામાં આવે છે જેથી તેઓ રાજીનામું આપે તો સત્તા લઈ લેવામાં આવે

  • દિલ્હીમાં ધારાસભ્યો સાથે કેજરીવાલની મહત્વની બેઠક
  • 'ભાજપ અરવિંદ કેજરીવાલથી ડરે છે'
  • 'અરવિંદજી મુખ્યમંત્રી છે અને જેલમાં જશે તો પણ રહેશે'


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સાથે મહત્વની બેઠક યોજી હતી. આ દરમિયાન તમામ ધારાસભ્યોએ કહ્યું કે, ભાજપને કોઈપણ પાર્ટીથી સૌથી મોટી સમસ્યા હોય તો તે AAP છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ થવાની તૈયારી ચાલી રહી છે. ત્યારે ભાજપ અરવિંદ કેજરીવાલથી ડરે છે અને ઈચ્છે છે કે કેજરીવાલને દિલ્હીની સત્તા પરથી હટાવવામાં આવે.

દિલ્હી દારૂ કૌભાંડમાં ED સામે હાજર નહીં થાય કેજરીવાલ, કહ્યું- 'નોટિસ પાછી  લે એજન્સી', સિસોદિયા અને સંજય સિંહ પહેલેથી જ છે જેલમાં | india delhi excise  ...

સૌરભ ભારદ્વાજએ શું કહ્યું ?
દિલ્હીના ધારાસભ્ય અને મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે અલગ-અલગ ધરપકડો દ્વારા અરવિંદ કેજરીવાલ પર દબાણ લાવવામાં આવે છે જેથી તેઓ રાજીનામું આપે અને સત્તા લઈ લેવામાં આવે પરંતુ તમામ ધારાસભ્યોએ કહ્યું કે સરકાર પોલીસ કસ્ટડીમાંથી ચલાવવામાં આવશે. અરવિંદ કેજરીવાલ દિલ્હીની સત્તા ચલાવશે કારણે તેમને મુખ્યમંત્રી દિલ્હીની જનતાએ બનાવ્યા છે

અરવિંદજી મુખ્યમંત્રી છે અને રહેશે ?
સૌરભ ભારદ્વાજે કહ્યું કે, કાયદા અને બંધારણમાં એવી કોઈ જોગવાઈ નથી કે ટ્રાયલના નામે સીટીંગ સીએમને જેલમાં ધકેલી દેવાનો પ્રયાસ કરવામાં આવે અને આ માટે રાજીનામું લઈ લેવું જોઈએ. સૌરભ ભારદ્વાજે કહ્યું કે અમે બેઠકમાં કહ્યું હતું કે અરવિંદજી મુખ્યમંત્રી છે અને જેલમાં પણ રહેશે. અધિકારીઓ જેલમાં જશે અમે કેબિનેટ મંત્રીઓ પણ ત્યાં કામ કરાવવા માટે જઈશું. જો આમ થશે તો પણ સરકાર ત્યાંથી જ ચાલશે. અધિકારીઓને ત્યાં બોલાવવામાં આવશે 

અમે કોર્ટમાં જશુ:  આતિશી
આ સિવાય દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું કે, અમે લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ, લોકો કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર અત્યાચાર થઈ રહ્યો છે. જેથી આજે તમામ ધારાસભ્યોએ સીએમને વિનંતી કરી હતી કે ભલે તેઓ જેલમાં જાય પરંતુ તેઓ સીએમ જ રહેશે. દિલ્હીની જનતાએ તેમને સીએમ તરીકે ચૂંટ્યા છે અને તેમણે સીએમ જ રહેવું જોઈએ. આતિશીએ કહ્યું કે અમે કોર્ટમાં જઈશું અને જેલમાં જ કેબિનેટની બેઠક યોજવાની મંજૂરી માંગીશું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ