બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / Delegation abroad to invite foreign companies to Vibrant Gujarat

બિઝનેસ પ્લાનિંગ / વાયબ્રન્ટ ગુજરાતમાં વિદેશી કંપનીઓને આમંત્રણ આપવા ડેલિગેશન વિદેશ પ્રવાસે, અધિકારીઓ પહોંચ્યા US-ઇટલી સહિતના દેશોમાં

Kishor

Last Updated: 06:45 PM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાઇબ્રન્ટ ગુજરાતનું આમંત્રણ આપવા ગુજરાતના સિનિયર અધિકારીઓ અમેરિકા, ઇટલી, સિંગાપોર સહિતના દેશોમાં વિદેશી કંપનીઓને આમંત્રણ વિદેશ પ્રવાસે પહોચ્યા છે.

  • ગુજરાતના સિનિયર અધિકારીઓ વાઇબ્રન્ટ ગુજરાતનું આમંત્રણ આપવા વિદેશ પ્રવાસે 
  • વાઇબ્રન્ટ ગુજરાતમાં વિદેશી કંપનીઓને આમંત્રણ આપવા ડેલિગેશન વિદેશ પ્રવાસે
  • અમેરિકા, ઇટલી, સિંગાપોર સહિતના દેશોમાં પહોંચ્યા ગુજરાતના અધિકારીઓ

 વાઈબ્રન્ટ સમિટ 2024 માટે અત્યારે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. વાઈબ્રેન્ટ સમિટ-2024નું મોટા પાયે આયોજન કરવામાં આવી રહ્યું છે.. મોટાપાયે ડેલિગેશન, નામી કંપનીઓ મૂડી રોકાણ માટે આવે તે માટે સરકાર દ્વારા તમામ પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતના સિનિયર અધિકારીઓ વાઈબ્રન્ટ ગુજરાતનુ આમંત્રણ આપવા માટે વિદેશ પ્રવાસે નીકળ્યા છે.

વિદેશ પ્રવાસ દરમિયાન વિવિધ MOU અને રોકાણ પર કરાઇ ચર્ચા 

મળતી માહિતી મુજબ શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ ડો.અંજુ શર્માની આગેવાની એક એ ડેલિગેશન સિંગાપોર પહોંચી ગયું છે. જ્યાંથી તેઓ ઓસ્ટ્રેલિયા જશે.ગુજરાતના અધિકારીઓ  વિદેશી કંપનીઓને આમંત્રણ આપવા માટે અલગ અલગ કન્ટ્રી પહોંચી ગયા છે.

અગ્ર સચિવ જે. પી. ગુપ્તા અમેરિકા પ્રવાસે, અંજુ શર્મા સિંગાપોર પ્રવાસે 

ગુજરાતના અધિકારીઓ અત્યારે અમેરિકા, ઇટલી, સિંગાપોર સહિતના દેશોમાં પહોંચ્યા છે. જ્યાં વિદેશ પ્રવાસ દરમિયાન વિવિધ MOU અને રોકાણ પર ચર્ચા કરવામાં આવી રહી છે.. અગ્ર સચિવ જે. પી. ગુપ્તા અમેરિકા પ્રવાસે છે.. તો  અંજુ શર્મા સિંગાપોર પ્રવાસે છે.. જ્યારે GIDCના MD રાહુલ ગુપ્તા ઇટલીમાં કંપનીઓને આમંત્રણ  આપશે.

GIDCના MD રાહુલ ગુપ્તા ઇટલીમાં કંપનીઓને આપશે આમંત્રણ

આ સનદી અધિકારીઓ ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિઓ, ભાવિ તકો વિશે વિગતવાર જાણકારી આપશે. ઉચ્ચ પ્રકારની ટેકનોલોજી અને તેને લગતા ઉદ્યોગો ગુજરાતમાં આવે તેના પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે.. ત્યારે હવે સૌ કોઈ વાઈબ્રન્ટ સમિટ 2024નું સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે.આ વખતે વાઈબ્રન્ટ સમિટ 2024ની થીમ ગેટવે ટુ ધ ફ્યુચર નામની થીમ રાખવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ