બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / આરોગ્ય / Dehydration symptoms in rainy season vomiting and diarrhea

હેલ્થ ટિપ્સ / 'ડિહાઇડ્રેશન'થી બચીને રહો, નહીં તો કિડનીને થઇ શકે છે મોટું નુકસાન, જાણો લક્ષણોથી લઇને બચાવના ઉપાય

Arohi

Last Updated: 09:16 AM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dehydration Symptoms: વરસાદની સિઝનમાં બહારનું ભોજન અને સંક્રમિત પાણી પીવાથી કોલેરા સહિત પેટની ઘણી બિમારીઓનો ખતરો વધી જાય છે.

  • વરસાદની સિઝનમાં શરીરનું રાખો ધ્યાન 
  • આ રીતે બચો ડિહાઈડ્રેશનથી 
  • નહીં તો કિડનીને થઇ શકે છે મોટું નુકસાન 

વરસાદની સિઝનમાં સ્વાસ્થ્યને લઈને સચેત રહેવું જરૂરી હોય છે. તેમાં પણ ચોમાસામાં ઘણી બીમારીઓનો ખતરો વધી જાય છે. ઘણી વખત આ સીઝનમાં બીમારીઓ ગંભીર થઈ જાય છે. જેના કારણે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. વરસાદની સીઝનમાં પાણીના સંક્રમિત થવાનો ખતરો વધી જાય છે. 

જેના કારણે પેટને ગંભીર બીમારી, કોલેરા, ડિહાઈડ્રેશન અને ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એક રિપોર્ટ અનુસાર ડિહાઈડ્રેશનના કારણે કિડની પણ ખરાબ થઈ શકે છે. આવો આજે અમે તમને ડિહાઈડ્રેશનના લક્ષણ અને વરસાદની સિઝનમાં ભોજનને લઈને રાખવામાં આવતી સાવધાની વિશે જણાવીએ. 

ડિહાઈડ્રેશનના લક્ષણ 

  • ભુખ-તરસ વધવી 
  • મોંઢામાંથી દુર્ગંધ આવવી 
  • માથામાં દુખાવો અને આળસ અનુભવવી
  • યુરિનનો રંગ ડાર્ક પીળો હોવો 
  • ત્વચા સુસ્ક થવી, હોઠ પર ચાંબડી ઉખડવી 

ડોક્ટરની પાસે ક્યારે જવું જોઈએ? 
વરસાદની સિઝનમાં હ્યુમિડિટીના કારણે સુક્ષ્મ જીવ, બેક્ટેરિયા, યીસ્ટ, વગેરે ઉગવા લાગે છે. આ સીઝનમાં બહારનું ભોજન અને સંક્રમિત પાણી પીવાથી ટાઈફોડ, કોલેરા અને ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ જેવા રોગોના કારણે સામાન્ય રીતે ઝાડા અને ઉલ્ટી થવા લાગે છે. તેના પરિણામરૂપે શરૂરમાં તરળ પદાર્થની કમી થઈ જાય છે. 

આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ પાણી અને અન્ય હાઈડ્રેટિંગ તરળ પદાર્થ નારિયેળ પાણી, લીંબૂ પાણી, છાસ, કે ઓઆરએસ નથી લઈ રહ્યું તો તેનાથી શરીરમાં ગંભીર ડિહાઈડ્રેશન અને મિનરલ્સનું અસંતુલન થઈ શકે છે. 
 
કરો ડૉક્ટરનો સંપર્ક
ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈન સંક્રમણથી પીડિત વ્યક્તિને જો દિવસમાં 10થી 20 વખતથી વધારે વખત મળ ત્યાગ કે ઉલ્ટી થઈ રહી છે તો તેમને તરત ડોક્ટરને બતાવવું જોઈએ. જો તેમના ઝાડા કે ઉલ્ટી ઓછી નથી થતી તો વ્યક્તિને યોગ્ય એન્ટીબાયોટિક લેવા માટે ડૉક્ટરની પાસે જવાની જરૂર હોય છે. 

ભોજનનું રાખો ધ્યાન 
વરસાદની સીઝનમાં ભોજનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ સીઝનમાં બહારનું ફાસ્ટફૂડ, સ્ટ્રીટ ફૂડ ખાવા અને સંક્રમિત પાણી પીવાના કારણે ઠંડીની સાથે તાવ, પેટમાં મરોડ, ઉલ્ટી, ઝાડા જેવા લક્ષણ સામે આવી શકે છે. માટે બહારની ચાટ, પાણીપુરી અને વાસી ભોજન ખાવાથી બચવું જોઈએ. આ સીઝનમાં સંતુલિત ભોજન અને પાણીને ઉકાળીને પીવું જોઈએ. 

વરસાદમાં નારિયેળ પાણી, છાસ વગેરેનું સેવન કરો. કાચા શાકભાજીને ખાવાની જગ્યા પર તેને ઉકાળીને ખાઓ. વધારે તેલ મસાલા વાળુ ભોજન કરવાથી બચો. જો તમે માંસાહારી છો તો સમુદ્રી ફૂડ્સનું સેવન કરવાથી બચો. તેની સાથે જ રોજ વ્યાયામ કરો. વરસાદમાં પોતાની સાથે પરિવારનું ધ્યાન રાખવા માટે ખાસ સાવધાનીની જરૂર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ