બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / મનોરંજન / Deepika padukone chhapaak got troll change in real accused name nadeem as rajesh

બોલિવૂડ / 'છપાક' ફિલ્મમાં એસિડ ફેંકનારાના ધર્મને લઈને શરૂ થયો મોટો વિવાદ, હવે ક્યાં જઈને અટકશે?

Noor

Last Updated: 06:20 PM, 8 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

JNUના વિદ્યાર્થીઓને સપોર્ટ આપવાને કારણે દીપિકા પાદુકોણની ફિલ્મ 'છપાક'ને લઈને એક પછી એક વિવાદો વધતાં જઈ રહ્યાં છે. એક બીજુ જ્યાં ફિલ્મને બાયકૉટ કરવાની માંગ થઈ રહી છે, ત્યાં હવે મેકર્સ પણ વિવાદોમાં ઘેરાઈ ગયા છે. એક રિપોર્ટ મુજબ, ફિલ્મ 'છપાક'માં રિયલ એસિડ એટેકના આરોપી નદીમ ખાનનું નામ બદલીને રાજેશ રાખ્યું છે. જેથી મુસ્લિમ આરોપીનું નામ બદલીને ફિલ્મમાં તેનું નામ હિન્દુ કરવા અંગે લોકોએ તેની સામે વાંધો ઉઠાવ્યો છે.

  • ફરી વિવાદમાં દીપિકાની ફિલ્મ 'છપાક'
  • એસિડ ફેંકનારના નામને લઈને સર્જાયો વિવાદ
  • ટ્વિટર પર રાજેશ અને નદીમ ખાન ટ્રેન્ડ કરી રહ્યા છે

ટ્વિટર પર રાજેશ અને નદીમ ખાન ટ્રેન્ડ કરી રહ્યા છે. લોકોએ છપાકના મેકર્સના હેતુ પર સવાલ ઉઠાવ્યા છે. એક યુઝરે લખ્યું, નદીમ ખાને લક્ષ્મી અગ્રવાલના ચહેરા પર એસિડ ફેંક્યું હતું. મારો સવાલ એ છે કે ફિલ્મમાં નદીમ ખાનનું નામ બદલીને હિન્દુ નામ રાજેશ કેમ કરવામાં આવ્યું? શું શરમજનક હિન્દુઓ હજી પણ ફિલ્મ જોશે.

નદીમે ફે્ક્યું હતું એસિડ

બીજા યુઝરે લખ્યું, જો નદીમ એ જ શખ્સ છે જેણે લક્ષ્મી પર એસિડ ફેક્યું, જેની કહાની પર બેસ્ડ છે ફિલ્મ છપાક તો, તેનું નામ નદીમને બદલે રાજેશ રાખવું શરમજનક, કપટપૂર્ણ અને ઇરાદાપૂર્વક છે. ટ્રોલર્સનું કહેવું છે કે મુસ્લિમ આરોપીને હિન્દુ નામ આપવું તે મેકર્સના એજન્ડાને સૂટ કરે છે. આ જ રીતે એન્ટી હિન્દુ બોલિવૂડ ગેંગ કામ કરે છે.

કોણ છે નદીમ ખાન?

2005માં લક્ષ્મી અગ્રવાલ (જે તે સમયે 15 વર્ષીય વિદ્યાર્થી હતી) નવી દિલ્હીના ખાન માર્કેટમાં એક બુક સ્ટોર પર જઈ રહી હતી. એ જ સમયે 32 વર્ષીય નદીમે લક્ષ્મી પર એસિડ ફેંક્યું હતું, કારણ કે લક્ષ્મી લોઅર મિડલ ક્લાસ પરિવારમાંથી હતી, જેથી તે બુક સ્ટોરમાં કામ કરીને પરિવારને સપોર્ટ કરતી હતી. લક્ષ્મીની એટલી જ ભૂલ હતી કે તેણે નદીમ ખાનનું પ્રપોઝલ ઠુકરાવી દીધું હતું. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ