બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / વિશ્વ / Death of German bodybuilder Joe Lindner

ઘટના / મશહૂર બોડી બિલ્ડરનું 30 વર્ષની ઉંમરમાં મોત, સાઉથની ફિલ્મમાં કર્યું હતું કામ

Dinesh

Last Updated: 10:59 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૉની ગર્લફ્રેન્ડ ઇમ્પેચે તેના ઇન્સ્ટાગ્રામ પર યાદ કરતા લખ્યું કે, જે દરેક માટે ખૂબ જ સારો હતો, એન્યુરિઝમને કારણે તેમનું અવસાન થયું છે

  • જર્મન બોર્ડી બિલ્ડર જો લિંડનરનું મૃત્યું
  • નોએલ ડેઝેલે કહ્યું, તમારા આત્માને શાંતિ મળે
  • એન્યુરિઝમને કારણે થયું મૃત્યું


જર્મન બોર્ડી બિલ્ડર અને યુટ્યૂબ સ્ટાર જો લિંડનરનો 30 વર્ષની ઉંમરે નિધન થયો છે. લિંડનરની મોત પછી તેમના મિત્ર નોએલ ડેઝેલે કહ્યું, તમારા આત્માને શાંતિ મળે, હું હજી પણ તમારા જવાબની રાહ જોઈને મારો ફોન ચેક કરું છું જેથી અમે જીમમાં મળી શકીએ. તેણે આગળ લખ્યું, હું તૂટી ગયો છું ભાઈ તમે અમારા માટે તમારા હાથ ખોલ્યા હતા તમે અમને જીવન અને સોશિયલ મીડિયા વિશે ઘણું કહ્યું હતું. તમારી મારા અને અન્ય લોકો પ્રત્યે ઉદારતા હંમેશા મારી સાથે રહેશે. જણાવી દઈએ કે જો લિંડનરે અભિનેત્રી રશ્મિકા મંધાનાની ફિલ્મ પોગારુમાં પણ કામ કર્યું હતું.

'એન્યુરિઝમને કારણે તેમનું અવસાન થયું'
લિંડનરના મૃત્યુ પછી તેની ગર્લફ્રેન્ડ્સ પણ તૂટી ગઈ હતી. જૉની ગર્લફ્રેન્ડ ઇમ્પેચે તેને ઇન્સ્ટાગ્રામ પર યાદ કરતા લખ્યું કે જે દરેક માટે ખૂબ જ સરો હતો. એન્યુરિઝમને કારણે તેમનું અવસાન થયું, હું તેમની સાથે રૂમમાં હતી અને તેમણે મારા માટે બનાવેલો હાર મારા ગળામાં પહેરાવ્યો હતો. તે સાંજે જીમમાં નોએલને મળવાના સમયની રાહ જોઈ રહી હતી. તેની ગર્લફ્રેન્ડે તેના ઈન્સ્ટાપોસ્ટમાં આગળ લખ્યું, તે મારા હાથમાં હતો ત્રણ દિવસ પહેલા તેણે કહ્યું હતું કે તેની ગરદનમાં દુખાવો થાય છે. અમને વાસ્તવમાં આ જ્યારે સમજાયું ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હતું.  જૉની ગર્લફ્રેન્ડ ઇમ્પિચે ઉમેર્યું, મારો વિશ્વાસ કરો આ માણસ તમે જાણો છો તેના કરતાં ઘણો સારો હતો. તે ખૂબ જ મીઠો, દયાળુ, મજબૂત અને સખત મહેનત કરનાર વફાદાર અને ઈમાનદારી સાથે સ્માર્ટ વ્યક્તિ હતો. તેણે તેના ચાહકોને પ્રેરણા આપવા માટે ઘણું કામ કર્યું છે. તે લોકોને પ્રેરણા આપતો હતો તેથી તેને લાગ્યું કે તે આરામ કરી શકતો નથી અથવા હાર માની શકતો નથી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NICHA (@immapeaches)

એન્યુરિઝમ એક ખતરનાક રોગ છે
તમને જણાવી દઈએ કે, એન્યુરિઝમ એક ખતરનાક રોગ છે, જેને હિન્દીમાં ધમની વિસ્કાર અથવા ધમનીસ્ફીર્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગ સામાન્ય રીતે મગજ, પગ અને પેટમાં થાય છે. ભારતમાં આ બીમારી વિશે લોકોને બહુ ઓછી જાણકારી છે, જેના કારણે દર વર્ષે હજારો લોકો આ બીમારીનો શિકાર બને છે.

એન્યુરિઝમના લક્ષણો શું છે? 
આ રોગના લક્ષણો શોધવાનું ખૂબ મુશ્કેલ છે અને તે બહારથી દેખાતા નથી. આ રોગમાં શરીરના કોઈપણ ભાગમાંથી અચાનક રક્તસ્રાવ થવો, હૃદયના ધબકારા વધવા, જ્ઞાનતંતુઓમાં તીવ્ર દુખાવો થવો, ચક્કર આવવા, આંખની ઉપર કે નીચે દુખાવો થવો જેવી મોટી સમસ્યાઓ થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ