બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cyclone impact in Saurashtra: 95 talukas inundated in 24 hours,

બિપોરજોય ઈફેક્ટ / સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર: 24 કલાકમાં 95 તાલુકાઓ થયા જળબંબોળ, સૌથી વવધુ ખંભાળિયામાં 5 ઈંચ વરસાદ

Malay

Last Updated: 11:14 AM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain In Gujarat: બિપોરજોય વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.

  • છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ
  • ખંભાળિયામાં 5 ઈંચ વરસાદ 
  • અન્ય 28 તાલુકામાં 1થી 2.5 વરસાદ 

અરબ સાગરમાં સર્જાયેલ વાવાઝોડું બિપોરજોય જખૌથી 280 કિલોમીટર દૂર છે. જ્યારે આ વાવાઝોડું દ્વારકાથી 290, પોરબંદરથી 350 અને નલીયાથી 310 કિલોમીટર દૂર છે. બિપોરજોય વાવાઝોડું વધુ આક્રામક બન્યું છે. વાવાઝોડું કચ્છની વધુ નજીક પહોચ્યું છે. વાવાઝોડું ટકરાશે ત્યારે પવનની ગતિ 135 કિમીની રહેશે. આ વાવાઝોડાની ગુજરાતમાં અસર વર્તાઈ રહી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. બિપોરજોય વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. 

24 કલાકમાં ગુજરાતના 95 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌછી વધારે વરસાદ દ્વારકાના  ખંભાળિયામાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે દ્વારકા તાલુકામાં 4, કલ્યાણપુર તાલુકામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના અન્ય 28 તાલુકામાં 1થી 2.5 વરસાદ નોંધાયો છે.

માવઠાએ તો ભારે કરી! હજુય ગુજરાત પરથી ટળ્યું નથી સંકટ, 24 કલાકમાં 40  તાલુકામાં વરસાદ, જુઓ શું કહે છે હવામાન વિભાગની આગાહી | Rain in 40 talukas  in 24 hours in ...

સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા 
ચક્રવાત બિપોરજોયને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના ગામડાઓમાંથી સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે, પરંતુ ગ્રામજનોને ચિંતા છે કે, જો તેઓ તેમના પશુઓને છોડીને અન્ય સ્થળોએ જશે તો આ આફતમાં પ્રાણીઓને નુકસાન થઈ શકે છે. ગામના લોકો પોતાનો સામાન, ઘર અને જાનવર છોડવા માંગતા નથી. 

ST વિભાગને નડ્યું વાવાઝોડાનું વિઘ્ન
ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનું સકંટ છે. ત્યારે હવે વાહન વ્યવહાર પર પણ વાવાઝોડાની અસર થઈ છે. ST વિભાગે 3 દિવસ માટે કોસ્ટલ રૂટની બસો રદ કરી છે. સાબરકાંઠા ST વિભાગે કોસ્ટલ રૂટની બસો બંધ કરી છે.  હિંમતનગર ડિવિઝનના સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના 8 ડેપોના રૂટ બંધ કરાયા છે. હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, ભિલોડા, મોડાસા, બાયડ, પ્રાંતિજ, માણસા ડેપોના રૂટ બંધ કરાયા છે. આ ઉપરાંત જામનગર, જૂનાગઢ, માંગરોળ, પોરબંદર, ખંભાળિયા જતી બસોના રૂટ બંધ કરાયા છે. સ્થિતિની સમીક્ષા કર્યા બાદ બસના રૂટ શરૂ કરાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ