બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / સુરત / Cyber crime investigation in Surat reveals big

સ્કેમ / ઘરે બેઠા કામ કરવાની ઑફર આવે તો ચેતજો! સુરતમાં સાયબર ક્રાઈમની તપાસમાં મોટો ખુલાસો, અનેક લોકોએ પૈસા ગુમાવ્યા

Malay

Last Updated: 10:15 AM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Data entry scams: ડેટા એન્ટ્રીના નામે લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારા 2 ભેજાબાજો સાયબર ક્રાઈમના હાથે ચડી ગયા છે. આ ઠગોએ અત્યાર સુધીમાં અનેક લોકોને ટાર્ગેટ બનાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

 

  • ડેટા એન્ટ્રીના નામે છેતરપિંડી
  • સાયબર ક્રાઈમે 2ની કરી ધરપકડ
  • કરોડોની છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું

આજકાલ અલગ-અલગ પ્રકારે લોકો સાથે છેતરપિંડીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ડેટા એન્ટ્રીના નામે ચાલતા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરત સાયબર ક્રાઈમે 2 શખ્સોની ધરપકડ કરી છે. આ શખ્સો લોકોને ડેટા એન્ટ્રીના નામે મોટો પગાર આપવાની લાલચ આપી બાદમાં કામમાં વાંધા બતાવી નોટિસ ફટકારી નાણાં પડાવતા હોવાનું સામે આવ્યું છે.

ઘરે બેઠા ડેટા એન્ટ્રી કામની ઓફર અપાતી 
સુરતમાંથી સાયબર ક્રાઈમે 2 શખ્સોની ધરપકડ કરી છે. તેઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ઠગો લોકોનો ઘરે બેઠા ડેટા એન્ટ્રી કામની ઓફર આપતા હતા. તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી કામની ઓફર અપાતા હતા. જે બાદ કામમાં વાંધા બતાવી નોટિસ ફટકારતા હતા અને લોકો પાસેથી નાણાં પડાવતા હતા. નોટિસ મોકલી કામ કરનારાઓ પાસેથી નાણાં પડાવતા હતા. 

અનેક લોકો સાથે કરોડોની છેતરપિંડી કરી
આ ઠગોએ અત્યાર સુધીમાં અનેક લોકો સાથે કરોડોની છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું છે. હાલ સાયબર ક્રાઈમ આ બંનેની વધુ પૂછપરછ કરી રહી છે. પૂછપરછમાં આ કૌભાંડમાં સંડોવાયેલા અનેક લોકોના નામ સામે આવી શકે છે. 

જન્મ તારીખ કે મોબાઈલ નંબર આપતા પહેલા ચેતી જજો, સુરતમાં બનેલી ઘટનાએ ઊંઘ  ઉડાવી | Be careful before giving date of birth or mobile number, the  incident in Surat caused sleeplessness

ગાંધીનગર સાયબર ક્રાઈમ સેલમાં થઈ હતી અરજીઓ
મહત્વનું છે કે, આ કૌભાંડની અરજી ગાંધીનગર સુધી થઇ હતી. ગાંધીનગર સાયબર ક્રાઈમ સેલમાં આ મામલે ઘણી અરજીઓ આવી હતી. આમાંથી એક અરજીમાં જણાવામાં આવ્યું હતું કે, સુરતમાં સિક્યોર જોબ, ક્રીએટીવ જોબના નામે વર્ક ફ્રોમ હોમ દ્વારા ઓનલાઇન ડેટા એન્ટ્રીનું કામ આપીને મહિને હજારો રૂપિયાની આવકની ખાતરી આપીને છેતરપિંડી કરવામાં આવે છે. અરજી કરનાર વ્યક્તિ સાથે  સાત હજાર રૂપિયામાં મેમ્બરશીપ એગ્રીમેન્ટ કરવામાં આવતું હતું અને કામ આપવામાં આવતું હતું. 

લીગલ નોટીસ મોકલી પડાવવામાં આવતા હતા નાણાં
જે બાદ એક અઠવાડિયામા ચોક્સાઇ સાથે કામ કરવાની શરત રાખીને કામ પૂર્ણ થયા બાદ આ ટોળકી કામમાં વાંધા કાઢીને તેને કોન્ટ્રાક્ટ તોડવાના નામે લીગલ નોટીસ મોકલતી હતી અને નાણાં પડાવવામાં આવતા હતા. આ અરજીઓ બાદ સુરત સાયબર ક્રાઈમની ટીમ એક્ટિવ થઈ ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ