બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Crime Branch served notice to Delhi CM Arvind Kejriwal Reached Cm Residence

દિલ્હી / CM અરવિંદ કેજરીવાલને નોટિસ આપવા પહોંચી ક્રાઇમ બ્રાન્ચ: ધારાસભ્યોને ખરીદવા મુદ્દે માંગ્યા પૂરાવા

Megha

Last Updated: 12:43 PM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમ આદમી પાર્ટીના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે BJP તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપે આ આરોપોની તપાસ માટે દિલ્હી પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી.

  • અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થતો દેખાઈ રહ્યો છે.
  • ક્રાઈમ બ્રાંચની ટીમ બીજા દિવસે નોટિસ લઈને સીએમના ઘરે પહોંચી. 
  • AAPનો આરોપ છે કે BJP એમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મુશ્કેલીમાં વધારો થતો દેખાઈ રહ્યો છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમ શનિવારે સતત બીજા દિવસે નોટિસ લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. આમ આદમી પાર્ટીના કન્વીનરે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (BJP) તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. આ આરોપોની તપાસ કરવા દિલ્હી પોલીસ પહોંચી છે.

કેજરીવાલ અને આમ આદમી પાર્ટી (AAP) નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ દિલ્હીમાં ઓપરેશન લોટસ 2.0 ચલાવવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં AAPના 7 ધારાસભ્યોને 25 કરોડ રૂપિયાની લાલચ આપીને દિલ્હી સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપે આ આરોપોની તપાસ માટે દિલ્હી પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી. જે બાદ આ કેસની તપાસની જવાબદારી ક્રાઈમ બ્રાન્ચને આપવામાં આવી હતી.

પહેલા પણ નોટિસ આપવામાં આવી હતી 
દિલ્હી પોલીસ અરવિંદ કેજરીવાલને નોટિસ આપી ચૂકી છે. શુક્રવારે (2 ફેબ્રુઆરી) ક્રાઈમ બ્રાંચની ટીમ નોટિસ આપવા માટે સીએમ કેજરીવાલ અને મંત્રી આતિશીના ઘરે પણ ગઈ હતી. દિલ્હીના કેબિનેટ મંત્રી આતિશીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ ધારાસભ્યોને 25 કરોડ રૂપિયાની ઓફર કરી રહી છે. ભાજપે આમ આદમી પાર્ટીના આરોપોને સ્પષ્ટપણે ફગાવી દીધા હતા.

દિલ્હી પોલીસની નોટિસમાં કેજરીવાલને તેમના તરફથી લગાવવામાં આવેલા આરોપોના પુરાવા આપવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હી પોલીસ મંત્રી આતિશીના ઘરે પણ ગઈ હતી, પરંતુ કેજરીવાલ કે આતિશી ત્યાં હાજર નહોતા. જેના કારણે પોલીસ કોઇપણ જાતની સૂચના આપ્યા વગર પરત ફરી હતી અને આજે ફરી સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ