બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / cricket ipl 2023 know what do rajasthan royals royal challengers bangalore chennai super kings kolkata knigh riders playoffs

IPL 2023 / પ્લેઑફની લડાઈમાં જામી રસાકસી: RR-RCB વચ્ચે ટક્કર, ચેન્નઈ અને કોલકાતા પણ સામસામે, જાણો કોનામાં કેટલો દમ

Manisha Jogi

Last Updated: 08:25 AM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023માં આજે બે મેચ રમવામાં આવશે. RCB, CSK, KKR અને રોયલ્સ હજુ પણ રેસમાં છે. આવો જાણીએ આ ચાર ટીમે પ્લે ઓફમાં પહોંચવા માટે શું કરવું પડશે.

  • IPL 2023માં આજે બે મેચ રમવામાં આવશે
  • દિલ્હી કેપિટલ્સની હાર થતા પ્લે ઓફમાંથી બહાર
  • RCB, CSK, KKR અને રોયલ્સ હજુ પણ રેસમાં

IPL 2023માં આજે બે મેચ રમવામાં આવશે. પહેલી મેચ જયપુરમાં રમવામાં આવશે, જેમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર જોવા મળશે. સાંજે ચેપૉક સ્ટેડિયમમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાશે. પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમવામાં આવી હતી, દિલ્હી કેપિટલ્સની હાર થતા પ્લે ઓફમાંથી બહાર થઈ ગઈ છે. RCB, CSK, KKR અને રોયલ્સ હજુ પણ રેસમાં છે. આવો જાણીએ આ ચાર ટીમે પ્લે ઓફમાં પહોંચવા માટે શું કરવું પડશે.

રાજસ્થાન રોયલ્સે બંને મેચ જીતવાની રહેશે
રાજસ્થાન રોયલ્સ 14 અંક સાથે પ્લેઓફમાં પહોંચી શકે છે. અન્ય પાંચ ટીમ 15 અથવા તેનાથી વધુ એક સાથે લીગ સ્ટેજ પૂર્ણ કરીને રાજસ્થાન રોયલ્સ માટે દરવાજા બંધ કરી શકે છે. ગુજરાત ટાઈટન્સ (0.761) પછી રાજસ્થાનનો (0.633) નેટ રન સૌથી સારો છે. જ્યારે તમામ ટીમ બરાબરી પર હશે, ત્યારે રાજસ્થાનને નેટ રન કામ આવશે. રાજસ્થાન રોયલ્સ બેંગ્લોર અને પંજાબને હરાવી દે તો પ્લેઓફમાં જગ્યા નક્કી કરી શકે છે. રાજસ્થાને છેલ્લી બે મેચ એવી ટીમ સામે રમવાની છે, તે 16 અંક મેળવવા માટે આ છેલ્લી મેચ કોઈપણ સંજોગોમાં જીતવાની છે. 

મુંબઈ-રાજસ્થાન વચ્ચે ચોથા સ્થાન માટે ટક્કર થઈ શકે
ગુજરાત ટાઈટન્સ, ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ 16 અંક અથવા વધુ અંક સાથે લીગ સ્ટેજ પૂર્ણ કરે તો રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર જોવા મળી શકે છે. જેમાં રાજસ્થાન રોયલ્સ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ ટીમને નેટ રનના આધારે પછાડી શકે છે. હાલમાં મુંબઈ ઈન્ડિયન્સનો નેટ રન રેટ (-0.117) છે. 

RCB પ્લેઓફમાં કેવી રીતે પહોંચશે?
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 11 મેચમાં 10 અંક મેળવ્યા છે અને નેટ રન રેટ -0.345 છે. RCB અને રાજસ્થાન રોયલ્સની એકસમાન પરિસ્થિતિ છે. 16 પોઈન્ટ મેળવવા માટે બાકી રહેલ ત્રણ મેચ જીતવાની રહેશે. RCB આજની મેચમાં હારી જશે તો પ્લેઓફમાંથી બહાર થઈ શકે છે. RCB બાકી રહેલ મેચ જીતે અને 14 પોઈન્ટ સાથે લીગ સ્ટેજ પૂર્ણ કરશે તો પણ પ્લેઓફ રેસમાંથી બહાર થઈ જશે. ગુજરાત ટાઈટન્સ, સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ અથવા મુંબઈ ઈન્ડિયન્સ 14 પોઈન્ટ સાથે લીગ સ્ટેજ પૂર્ણ કરશે. 

બેંગ્લોરે ત્રણ મેચ જીતવી જરૂરી છે
RCB ત્રણ મેચ જીતશે તો પણ પ્લેઓફમાં નેટ રન રેટમાં ફસાઈ શકે છે. ગુજરાત ટાઈટન્સ, સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, પંજાબ કિગ્સ 16 અથવા વધુ પોઈન્ટ સાથે લીગ સ્ટેજ પૂર્ણ કરી શકે છે. 

સુપર કિંગ્સે શું કરવાનું રહેશે?
ચેન્નઈ સુપર કિંગ્સે 12 મેચમાં 15 પોઈન્ટ મેળવ્યા છે અને નેટ રન રેટ 0.493 છે. આજે સુપર કિંગ્સ અને કેકેઆર વચ્ચે મેચ રમવામાં આવશે. ત્યાર પછી દિલ્હી કેપિટલ્સ સામે ટક્કર જોવા મળશે. સુપર કિંગ્સ કોલકત્તા ટીમને હરાવી દે તો પ્લેઓફમાં ફાઈનલ જગ્યા મેળવી શકે છે. આ જીત પછી પણ સુપર કિંગ્સ ટોપ-2માં રહેશે કે નહીં તે કહી ના શકાય. ગુજરાત ટાઈટન્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ 17 પોઈન્ટ કરતા વધુ અંકથી આગળ જઈ શકે છે. 

આજે KKR સામે ચેન્નઈ સુપર કિંગ્સની હાર થાય તો પણ દિલ્હી કેપિટલ્સ સામે મેચ જીતીને 17 પોઈન્ટ મેળવી શકે છે. ચેન્નઈ સુપર કિંગ્સ આ બંને મેચ હારી જાય તો અન્ય મેચના પરિણામની રાહ જોવી પડશે. બાકી રહેલ 4 ટીમ 16 અથવા વધુ પોઈન્ટ સાથે લીગ સ્ટેજ પૂર્ણ કરી શકે છે. 

KKR પ્લેઓફ સમીકરણ?
KKRએ 12 મેચમાં 10 પોઈન્ટ મેળવ્યા છે અને નેટ રન રેટ -0.357 છે. કોલકત્તાએ પ્લેઓફમાં પહોંચવા માચે મહેનત કરવી પડશે. KKR છેલ્લી બે મેચ જીતીને મહત્તમ 14 પોઈન્ટ મેળવી શકે છે, તેમ છતાં અન્ય ટીમના પરિણામ પર નિર્ભર રહેવું રડશે. ગુજરાત ટાઈટન્સ છેલ્લી બે મેચ જીતી લે, આજે રાજસ્થાન રોયલ RCB સામે હારે તથા અન્ય બે મેચમાં હાર મળે, સુપર જાયન્ટ્સ અને રોયલ્સ છેલ્લી બે મેચ હારે તથા પંજાબ કિંગ્સની દિલ્હી કેપિટલ્સ સામે હાર થાય તો ટાઈટન્સ, સુપર કિંગ્સ  અને મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચશે. ચોથા સ્તાન માટે પંજાબ કિંગ્સ અને કેકેઆરની 14 અંક સાથે ટક્કર થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ