બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / Covid-19 lockdown in Delhi may be extended by a week

નિર્ણય / દિલ્હીમાં કાબૂ બહાર કોરોના, આટલા દિવસ માટે લંબાઈ શકે છે લૉકડાઉન

Parth

Last Updated: 08:57 AM, 25 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં પરિસ્થિતિ દિવસેને દિવસે વધુ ખરાબ થઈ રહી છે ત્યારે લૉકડાઉનને એક અઠવાડિયા માટે લંબાવી દેવામાં આવે તેવી શક્યતા છે.

  • દિલ્હીમાં કોરોના વાયરસના કેસ બેકાબૂ 
  • ચાલુ લૉકડાઉનને લાંબુ કરવામાં આવશે 
  • ઑક્સીજનની અછતના કારણે દિલ્હીના હાલ બેહાલ 

ભારતમાં કોરોના વાયરસની સુનામી 

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે કારણ કે શહેર શહેર કોરોના કહેર જોવા મળી રહ્યો છે. ભારતની મોટી મોટી હોસ્પિટલોના હાલ બેહાલ છે જ્યારે નાના શહેરો અને ગામડાઓમાં તો ભયંકર પરિસ્થિતિ છે. લોકો ઑક્સીજન વગર તરફડીને મરી રહ્યા છે અને બીજી તરફ ઑક્સીજન માટે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે તકરાર જોવા મળી રહી છે. 

કેજરીવાલ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય 

દેશની રાજધાનીમાં કોરોના વાયરસનો રાફડો ફાટ્યો છે. સતત કેસ વધી રહ્યા છે અને સાથે સાથે પોઝિટીવીટી રેટ પણ ઊંચો જઈ રહ્યો છે. દિલ્હીની મોટા ભાગની હોસ્પિટલોમાં ઑક્સીજન ખૂટી પડ્યા છે અને બેડ ખૂટી પડ્યા છે ત્યારે દિલ્હીમાં ચાલી રહેલા લૉકડાઉનની કોઈ અસર જોવા મળી રહી નથી ત્યારે સોમવારે સવારે સમાપ્ત થઈ રહેલા લૉકડાઉનને હવે લાંબુ કરવામાં આવે તેવી સંભાવના છે. 

કોરોના સંક્રમણ ભયાનક સ્તર પર 

સૂત્રો અનુસાર દિલ્હીમાં એક સપ્તાહ માટે લૉકડાઉન લંબાવાઇ શકાય છે. અત્યારે કેજરીવાલ સરકારે 6 દિવસ માટે લૉકડાઉન લગાવ્યું હતું જે સોમવારે સવારે સમાપ્ત થશે. દિલ્હી માટે ચિંતાની વાત છે કે કોરોના સંક્રમણનો દર 36 ટકા પર પહોંચી ગયો છે. યુનાઈટેડ રેસિડેન્ટ ઓફ દિલ્હીના જનરલ સેક્રેટરીએ કહ્યું કે અમે માંગ કરી રહ્યા છે કે ઓછામાં ઓછું 14 દિવસનું લૉકડાઉન કરવામાં આવે કારણ કે દિલ્હીમાં દરરોજ 25 હજારથી ઉપર કેસ સામે આવી રહ્યા છે જોકે સામે ટેસ્ટ તો ઓછા થઈ રહ્યા છે. ઑક્સીજનનું સંકટ જે હદે વધી રહ્યું છે આવી પરિસ્થિતિમાં ગતિવિધિઓને ખોલવીએ યોગ્ય નથી. 

ઑક્સીજન વગર દિલ્હીનો શ્વાસ રૂંધાયો 

નોંધનીય છે કે દિલ્હીમાં ઑક્સીજનની જબરદસ્ત અછત જોવા મળી રહી છે. સીએમ કેજરીવાલે પીએમ મોદી સાથેની મીટિંગમાં પણ આ મુદ્દાને ઉઠાવ્યો હતો અને જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીને પણ મદદ કરવા માટે અપીલ કરવામાં આવી છે. બીજી તરફ ઑક્સીજન ન હોવાના કારણે દર્દીઓ હોસ્પિટલમાં દમ તોડી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ