બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
તેલંગાણામાં 30 નવેમ્બરે વોટિંગના છેલ્લા તબક્કા બાદ પાંચ રાજ્યોના એક્ઝિટ પોલના પરિણામ હવે આવવાના શરૂ થઈ રહ્યા છે. તમામ ટીવી ચેનલ્સ અને ડિજિટલ મીડિયા એક્ઝિટ પોલ દ્વારા અનુમાન જણાવવાનું શરૂ કરી ચુક્યા છે કે પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણી બાદ કઈ પાર્ટી જીતી રહી છે.
.jpg)
ADVERTISEMENT
ક્યાં કોનું પલડુ ભારે છે. જોકે પાછળા થોડા વર્ષોમાં ભારતીય ચુંટણી પંચે એક્ઝિટ પોલને લઈને નિયમ કડક કરી લીધા છે. જોકે ઘણા એવા દેશ પણ છે જ્યાં એક્ઝિટ પોલ આશિંક કે સંપૂર્ણ રીતે બેન છે.
ભારતમાં એક્ઝિટ પોલનો ઈતિહાસ 3 દાયકા જુનો
જોકે એક્ઝિટ પોલને લઈને ચુંટણી પંચની ગાઈડ લાઈન્સ ઘણી બધુ કહે છે. જોકે આપણાં દેશમાં એક્ઝિટ પોલનો ઈતિહાસ 3 દાયકા કરતા વધારે જુનો નથી. ભારતમાં પ્રાઈવેટ ન્યૂઝ ચેનલ શરૂ થયા બાદ એક્ઝિટ પોલ જેવી વસ્તુઓ સામે આવી છે. જોકે આ પ્રકારના અનુમાન અમેરીકા અને યુરોપીયન દેશોમાં લાંબા સમયથી કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
ઘણા દેશોમાં એક્ઝિટ પોલ પર પ્રતિબંધ
આ તો ભારતની વાત છે પરંતુ ઘણા એવા દેશો પણ છે જ્યાં એક્ઝિટ પોલને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે અથવા તો ઘણા કડક નિયમો છે. યુરોપમાં 16 દેશ છે જ્યાં ઓપિનિયન પોલની રિપોર્ટિંગ પર પ્રતિબંધ છે. આ પ્રતિબંધ ચુંટણીના દિવસ પહેલા 24 કલાક પહેલાથી ઈને એક મહિના પહેલા સુધીનો છે.
ફ્રાંસમાં શું થાય છે?
ફ્રાંસમાં વોટિંગના દિવસના 24 કલાક પહેલા તમે ચૂંટણીને લઈને કોઈ પણ પ્રકારના ઓપિનિયન રિપોર્ટ્સ ન કરી શકો. જોકે ફ્રાંસમાં પહેલા આ બેન 07 દિવસનો હતો આ 1977 સુધી લાગુ પણ થયો હતો પરંતુ બાદમાં એક કોર્ટે તેને 24 કલાક સુધી મર્યાદિત કરી દીધો. કોર્ટે કહ્યું કે 07 દિવસની મર્યાદા અભિવ્યક્તિની આઝાદીનું હનન છે.
ADVERTISEMENT

ઓપિનિયન અને એક્ઝિટ પોલ આ દેશોમાં 07 દિવસ પહેલા બેન
ઈટલી, સ્લોવાકિયા અને લક્ઝમબર્ગમાં કોઈ પણ પ્રકારના ઓપિનિયન પોલ કે એક્ઝિટ પોલ ચુંટણીના 07 દિવસ પહેલા બેન થઈ જાય છે.
ADVERTISEMENT
બ્રિટનમાં શું છે નિયમ?
જોકે બ્રિટનમાં ઓપિનિયન પોલને લઈને કોઈ મુશ્કેલીઓ નથી પરંતુ એક્ઝિટ પોલ્સના પરિણામ ત્યાં સુધી ન આપી શકાય જ્યાં સુધી વોટિંગ સંપૂર્ણ રીતે પૂર્ણ ન થઈ જાય.
અમેરિકામાં શું થાય છે?
અમેરિકામાં ઓપિનિયન પોલ્સ તો ગમે ત્યારે આપી શકીએ છીએ પરંતુ એક્ઝિટ પોલ પર પરિણામ ત્યાં પણ ચુંટણીમાં મતદાન સંપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ જ મીડિયા દ્વારા આવામાં આવે છે.
ADVERTISEMENT
જર્મનીમાં અપરાધ
જર્મનીમાં જો ચૂંટણી મતદાન પહેલા એક્ઝિટ પોલ્સ આપવામાં આવે તો તેને અપરાધ માનવામાં આવે છે
બુલ્ગારિયામાં કડક કાયદા
બુલ્ગારિયામાં ચુંટણીના દિવસે એક્ઝિટ પોલના પરિણામ આપવા કાયદાકીય રીતે યોગ્ય નથી માનવામાં આવતા.
સિંગાપુરમાં સંપૂર્ણ રીતે પ્રતિબંધ
સિંગાપુરમાં તો એક્ઝિટ પોલ સંપૂર્ણ રીતે બેન છે. ત્યાં ચૂટંણીને કોઈ પણ પ્રકારથી પ્રભાવિત કરવું અપરાધ છે. તેને લઈને કડક કાર્યવાહી કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.