બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / અમદાવાદ / councilor kamlaben chawda accused the police of not registering a complaint

આક્ષેપ / 'બુલેટ રાજા'એ આપી ધમકી તો ધરણાં પર બેઠા અમદાવાદના મહિલા કૉર્પોરેટર, પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ

Khyati

Last Updated: 11:10 AM, 5 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બહેરામપુરાના કોંગ્રેસના મહિલા કાઉન્સિલરે પોલીસ પર લગાવ્યા આક્ષેપ, 12 કલાકથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા બેસી રહ્યા પરંતુ પોલીસે ફરિયાદ જ ન નોંધી

  • કોંગ્રેસના કોર્પોરેટર બેઠા ધરણાં પર
  • અસામાજિક તત્વો સામે ફરિયાદ પોલીસ ન લેતી હોવાનો આક્ષેપ
  • રાજીનામા માટે દબાણનો આક્ષેપ
     

શહેરમાં સેવા, શાંતિ અને સુરક્ષા જાળવવાનું કાર્ય પોલીસ કરે છે.   પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરવામાં આવે છે પરંતુ જ્યારે પોલીસ કોર્પોરેટરની જ ફરિયાદ ન સાંભળે તો પછી પ્રજાનું તો શું થવાનું ? આવુ જ બન્યુ છે અમદાવાદમાં . પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવતી ન હોવાના આક્ષેપ હેઠળ અમદાવાદના કોંગી કાઉન્સિલર ધરણાં પર બેઠા.  તેઓની આક્ષેપ છે કે  અસામાજિક તત્વો દ્વારા તેમને પરેશાન કરવામાં આવે છે પરંતુ પોલીસ ફરિયાદ નોંધતી નથી. મહિલા કોર્પોરેટરે  પોલીસ સ્ટેશનમાં બેસીને ફરિયાદ નોંધાય તે માટે 12 કલાક સુધી ધરણા પ્રદર્શન યોજીને વિરોધ નોંધાવ્યો હતો. 

'ઇમરાન બુલેટ રાજા તરફથી ધમકીઓ મળે છે'

બહેરામપુરાના કાઉન્સિલર કમળાબેન ચાવડા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે અસામાજિક તત્વો દ્વારા કાઉન્સિલર પદ પરથી રાજીનામુ આપવા માટે દબાણ કરવામાં આવે છે. તેમજ અસમાજિક તત્વો દ્વારા વારંવાર દબાણ કરવામાં આવી રહ્યું છે. કમળાબેને આક્ષેપ લગાવતા વધુમાં જણાવ્યું કે દાણીલીમડા પોલીસ દ્વારા મારી ફરિયાદ લેવામાં આવતી નથી.ઇમરાન બુલેટ રાજા નામના ઇસમ દ્વારા  મને સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. જ્યાં સુધી પોલીસ ફરિયાદ નહી લે ત્યાં સુધી હું ધરણાં પર બેસીશ તેમ જણાવ્યું હતું.  સાથે પોલીસ પર પણ આક્ષેપ લગાવ્યો હતો કે પોલીસ રાજકીય પ્રેશરને કારણે કાર્યવાહી કરતી નથી.

 


'કોઇકનો ફોન આવ્યો અને મારી ફરિયાદ લખવાનું બંધ કર્યુ'

 કમળાબેને જણાવ્યું કે છેલ્લા એકાદ વર્ષથી અસામાજિક તત્વો હાથ ધોઇને મારી પાછળ પડી ગયા છે. મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. હું છેલ્લા 5 વર્ષથી કાઉન્સિલર તરીકે ફરજ બજાવું છું. વારે ઘડીએ મારા માટે સોશિયલ મીડિયામાં જેમફાવે તેમ લખે છે. મારા ફોટા સાથે વીડિયો પણ મૂકીને મારા વિરુદ્ધમાં ફાવે તેમ લખવામાં આવે છે.  બપોરે એક વાગ્યાથી રાતે 1 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હું બેસી રહી પરંતુ મારી ફરિયાદ લેવામાં આવતી નથી. તેઓએ  વધુમાં જણાવ્યું કે પોલીસ મારી ફરિયાદ લખી રહી હતી પરંતુ કોઇકનો ફોન આવ્યો અને મારી ફરિયાદ લખવાનું બંધ કર્યુ. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ