રાજ્ય સરકાર દ્વારા આજે વિધાનસભામાં કોમન યુનિવર્સિટી બિલ પસાર બહુમતી સાથે પસાર થઈ ગયું છે. આ બિલને લઈને વડોદરા ખાતે તેમજ અન્ય યુનિવર્સિટીનાં અનેક પ્રોફેસરો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. હવે આ બિલ પસાર થતા સેનેટ પ્રથા બંધ થશે.
ગુજરાતમાં શિક્ષણની વ્યવસ્થાઓ હંમેશા પક્ષ-વિપક્ષની ચર્ચાનો વિષય રહ્યો છે. શિક્ષણને લઇને ત્રણ ઘટનાઓ આજે ચર્ચાનો વિષય બની. ભારે વિવાદમાં રહેલું પબ્લિક યુનિવર્સિટી બિલ આખરે ગુજરાત વિધાનસભામાં બહુમતીથી પસાર થઇ ગયું. બીજું પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ભરતીમાં કૌભાંડને લઇ ગંભીર આરોપ લગાવતા દાવો કર્યો કે જે પુરાવા આપું તે ખોટા ઠરે તો ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દઇશ. સમિતિ બનાવી તપાસ કરાવવા કિરીટ પટેલે પડકાર ફેંક્યો છે. તો વિરમગામથી ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કોલેજમાં એડમિશન માટે વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા ઉઘરાવાય છે.
એડમિશન માટે વહીવટ થાય છે. યુનિવર્સિટીની બિલની વાત કરીએ તો અધ્યાપકો અને કોંગ્રેસે આ આ કાયદાનો ઘણો વિરોધ કર્યો. તેમનો તર્ક એ છે કે યુનિવર્સિટી કાયદાથી યુનિવર્સિટી અને શિક્ષણનું સરકારીકરણ થશે.બિલથી સેનેટ પ્રથા બંધ થશે જેનો વિરોધ છે. સેનેટ અને સિન્ડિકેટ બંધ થવાથી ભવિષ્યમાં કોઇ યુવા નેતા નહીં મળે. તો એવો પણ તર્ક છે કે સરકાર માનીતાઓની નિમણૂક કરશે. સવાલ એ છે કાયદો આવે તો યુનિવર્સિટીમાં વિદ્યાર્થી-નેતાઓના ભ્રષ્ટાચાર બંધ થશે ? નેતાઓના રાજ બંધ થશે? શું યુનિવર્સિટીમાં નિમણૂક અને એડમિશનની વ્યવસ્થા પારદર્શક થશે?
યુનિવર્સિટી કાયદામાં કેવી જોગવાઈ છે
રાજ્યની સરકારી તમામ 11 યુનિવર્સિટીઓની સત્તા હવે સરકાર હસ્તક થઈ ગઈ છે. યુનિવર્સિટીઓની સત્તા, ભરતી સહીતની બાબતોનાં નિયમો ઘડાયા છે. તો બીજી તરફ યુનિવર્સિટી સાથે જોડાયેલા અધ્યાપકો ખાનગી ટ્યુશન કે ક્લાસિસ ચલાવી શકશે નહીં. યુનિવર્સિટી અંતર્ગત તમામ નિયમો નિર્દેશ કરાશે. કુલપતિની નિમણૂંક, પ્રાધ્યાપકો કર્મચારીઓની બદલીનાં વિશેષ નિયમો નક્કી કરાયા છે. રાજ્ય સરકારની મંજૂરી વિનાં ભરતી પ્રક્રિયા થઈ શકશે નહી.અધ્યાપકો, આચાર્યો, યુનિવર્સિટી પ્રોફેસરો અધ્યક્ષોની નિમણૂંક કરશે.નિમણૂંકમાં 33 ટકા મહિલા સભ્યોની પણ જોગવાઈ કરવામાં આવી છે. તેમજ યુનિવર્સિટીમાં સ્થાવર મિલકત વેચાણ અથવા ભાડે ચઢાવવા સરકારની મંજૂરી લેવી પડશે. યુનિવર્સિટીઓનાં ફંડનો ઉપયોગ અન્ય હેતુ માટે કરી શકાશે નહી. પબ્લિક યુનિવર્સિટ એક્ટની અમલવારીથી મોટા ફેરફાર થશે. કુલપતિની ટર્મ હવે 3 નાં બદલે 5 વર્ષની રહેશે. એક યુનિવર્સિટીમાં કુલપતિ રહેલી વ્યક્તિને બીજી વખત કુલપતિ નહી બની શકે. તેમજ સેનેટ અને સિન્ડિકેટની ચૂંટણીઓ હવે યુનિવર્સિટીઓમાં નહી થાય. તેમજ મેનેજમેન્ટ ઓર્થોરિટીમાં વિદ્યાર્થીઓનો સમાવેશ કરાશે. વિદ્યાર્થીઓ ચાલુ અભ્યાસક્રમે યુનિવર્સિટી બદલી શકશે. તેમજ વડોદરા સયાજીવાર ગાયકવાડ યુનિવર્સિટીમાં રાજમાતા સુંભાંગીની ગાયકલાડ ચાન્સેલર રહેશે. જ્યારે બાકીની 10 યુનિવર્સિટીનાં ચાન્સેલર રાજ્યપાલ રહેશે.
કઈ યુનિવર્સિટીની સત્તા સરકાર પાસે રહેશે?
ગુજરાત યુનિવર્સિટી
સરદાર પટેલ યુનિવર્સિટી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
M.S.યુનિવર્સિટી
ડૉ.બાબ સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
ક્રાંતિગુરૂ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી
ગુરુ ગોવિંદ યુનિવર્સિટી
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનવર્સિટી
ધારાસભ્ય ર્ડા. કિરીટ પટેલનો દાવો શું?
પાટણ યુનિવર્સિટીમાં થયેલી ભરતીમાં લાંચ લેવાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રૂપિયા 20-20 લાખ લઈને નિમણૂંક અપાઈ હોવાનો કિરીટ પટેલે દાવો કર્યો છે. સરકાર તપાસ કમિટી બનાવે તો હું પુરાવા આપીશ. મે કરેલો દાવો સાબિત ના કરી શકુ તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ.
વિદ્યાર્થી નેતાઓ પર ધારાસભ્ય હાર્દિક પટેલનાં આરોપ શું?
વિદ્યાર્થી નેતાઓ પર ધારાસભ્ય હાર્દિક પટેલનાં ગૃહમાં ગંભીર આરોપ છે. વિદ્યાર્થી નેતાઓ પૈસા લઈને એડમિશન કરાવે છે. કોલેજોમાં જઈ આંદોલન કરી મળતિયાઓને એડમિશન અપાવે છે. ગામડાનાં વિદ્યારીએ એડમિશન માટે વિદ્યાર્થીઓને પૈસા આપવા પડે છે.
યુનિવર્સિટી કાયદા વિશે કોંગ્રેસે શું કહ્યું?
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડાએ આક્ષેપ કર્યા છે. કોમન યુનિવર્સિટી એક્ટ અંગે પુનઃ વિચારણા કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. યુનિવર્સિટીનાં સત્તામંડળને નિયંત્રિત કરવા કાયદો લવાઈ રહ્યો છે. લોકશાહી પ્રક્રિયાને બદલે સરમુખત્યારશાહી લાવવાનો કાયદો છે. ગુજરાત સરકાર ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નિયમન કરવાનાં બદલે નિયંત્રિત કરવા માંગે છે. ભાવિ પેઢીને ખૂબ મોટું નુકશાન થવાની ભીંતી છે. સત્તાનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. તેનાં પર પુનઃ વિચાર થવો જોઈએ. શિક્ષણવિદો, વિદ્યાર્થી નેતાઓ, યુનિયનો સાથે ચર્ચા કરવી જોઈતી હતી.