બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / coronavirus vaccine rajesh bhushan secretary union health ministry

મોટા સમાચાર / આરોગ્ય મંત્રાલયે કહ્યું- ભારતમાં વેક્સિનને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ, બસ હવે આટલી જ રાહ

Kavan

Last Updated: 08:22 PM, 8 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સંકટને પહોંચી વળવા માટે રાત-દિવસ કવાયત કરવામાં  આવી રહી છે, ઉલ્લેખનીય છે કે, દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા 4 લાખથી ઓછી છે. એટલે કે કુલ કેસમાં 4%થી ઓછા છે. તો પોઝિટિવિટી રેટમાં પણ ઘટાડો થયો છે. ત્યારે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે એક નિવેદન આપ્યું હતું.

  • કોરોનાની રસીને લઈને મોટા સમાચાર
  • આરોગ્ય મંત્રાલયે કહ્યું- તમામ તૈયારીઓ પૂર્ણ
  • વૈજ્ઞાનિકો માત્ર લીલી ઝંડી આપે એટલી વાર 

પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે આરોગ્ય વિભાગના સચિવ રાજેશ ભૂષણે મંગળવારે જણાવ્યું હતું કે, ભારતમાં હજી પોઝિટિવિટી રેટ 6.5% છે. જો અઠવાડિયાની રીતે જોવામાં આવે તો, તેની સરેરાશ ટકાવારી 3.2% છે.

સપ્ટેમ્બરના મધ્યગાળાથી કોરોનાના કેસમાં થયો ઘટાડો 

રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે કોરોનાથી સરેરાશ મૃત્યુ દર 1.45% છે. ભારતમાં 10 લાખ લોકો પર 102 મૃત્યુ થયા છે. દેશના પાંચ રાજ્યોમાં કુલ કેસના 54 ટકા કેસ છે. મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને દિલ્હી કુલ સક્રિય કિસ્સાઓમાં 54% યોગદાન આપે છે. પરંતુ સારી વાત એ છે કે વિશ્વભરમાં કેસ વધી રહ્યા છે, જ્યારે ભારતમાં સપ્ટેમ્બરના મધ્યભાગથી નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 

તમામ તૈયારીઓ પૂર્ણ બસ લીલી ઝંડીની રાહ 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યું, 'એકવાર આપણા વૈજ્ઞાનિકો પાસેથી લીલી ઝંડી મળી જાય પછી, અમે રસીનું ઉત્પાદન મોટા પાયે શરૂ કરીશું. અમે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. રસીના ઉત્પાદનમાં વધારો કરવા માટે એક માળખું તૈયાર કરવામાં આવ્યું છે અને તો ઓછામાં ઓછા સમયમાં દરેક વ્યક્તિને આપવામાં આવશે.

ભારતમાં 6 રસીના ટ્રાયલ ચાલી રહ્યા છે

પ્રેસ કોન્ફરન્સમાં રાજેશ ભૂષણે કહ્યું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકે કટોકટી ઉપયોગની મંજૂરી માટે અરજી કરી છે. વડા પ્રધાને તમામ રસી ઉત્પાદકો અને વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરી છે. ભારતમાં 6 રસીના ટ્રાયલ ચાલી રહ્યા છે. કેટલાક રસી ઉમેદવારોને આગામી થોડા અઠવાડિયામાં લાઇસન્સ મળી શકે છે.

નેશનલ એક્સપર્ટ ગ્રુપની રચના

આરોગ્ય સચિવે જણાવ્યું કે આ વર્ષે ઓગસ્ટમાં કોવિડ -19 સંદર્ભે નેશનલ એક્સપર્ટ ગ્રુપની રચના કરવામાં આવી હતી. આ જે જૂથોને રસી આપવાની છે, પ્રાપ્તિ અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, રસીની પસંદગી, વિતરણ અને ટ્રેકિંગ મિકેનિઝમ વગેરેને માર્ગદર્શન આપશે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારની મદદથી રસી અંગે પ્રાથમિક તૈયારીઓ કરવામાં આવી રહી છે. રસીકરણ એ ફક્ત એક જ રાજ્ય કે કેન્દ્રની જવાબદારી હોઈ શકતી નથી, તેમાં લોકોની ભાગીદારી હોવી જોઇએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ