બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

VTV / Coronavirus pm modi video confrence Economy Agriculture atmnirbharbharat

કોરોના વાયરસ / કોરોના વિરુદ્ધની જંગમાં અન્ય દેશો કરતા ભારત સારું કરી રહ્યું છે: PM મોદી

Hiren

Last Updated: 05:20 PM, 16 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં વધી રહેલા કોરોના સંકટ વચ્ચે આજથી બે દિવસ કેન્દ્ર અને રાજ્યોની મહત્વની બેઠક શરૂ થઇ ગઇ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પંજાબ, ચંદીગઢ સહિત પહાડી અને પૂર્વોત્તરના રાજ્યો સાથે બેઠક કરશે. આજે તે રાજ્યો સાથે બેઠક થઇ રહી છે, જ્યાં કોરોના કેસ ઓછા છે. આવતીકાલે તે રાજ્યો સાથે બેઠક થશે, જ્યાં કોરોના સંક્રમણ સૌથી વધુ છે. આ બેઠક પહેલા પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, કોરોના વિરુદ્ધની જંગમાં અન્ય દેશો કરતા ભારત સારું કરી રહ્યું છે.

  • કોરોના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
  • કોરોનાથી કોઇનું પણ મૃત્યુ દુઃખદઃ પીએમ
  • ખેડૂતોની આવક વધશે તો અર્થવ્યવસ્થાની ગતિ પણ વધશેઃ પીએમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતમાં કોરોનાનો પ્રભાવ ઓછો છે. ભારતમાં લેવાયેલા પગલાના સમગ્ર વિશ્વમાં વખાણ થઇ રહ્યા છે, અન્ય રાષ્ટ્રોની સરખામણીએ ભારતમાં કોરોનાથી ઓછા મૃત્યું થયાં છે. કોરોનાથી કોઇનું પણ મૃત્યુ દુઃખદ.

પીએમ મોદીએ કહ્યું કે, ભવિષ્યમાં જ્યારે પણ ભારતની કોરોના વિરૂદ્ધ લડાઈનું અદ્યયન થશે, તો આ સમયને એટલા માટે પણ યાદ કરવામાં આવશે કે આ વખતે આપણે સાથે મળીને કામ કર્યું, Co-operative Federalismનું સર્વોત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું.

પીએમએ કહ્યું કે, દુનિયાના મોટા મોટા એક્સપર્ટ્સ, હેલ્થ જાણકાર, લૉકડાઉન અને ભારતના લોકો દ્વારા દેખાડવામાં આવેલા અનુશાસનની આજે ચર્ચા કરી રહ્યા છે. આજે ભારતમાં રિકવરી રેટ 50 ટકાથી ઉપર છે. આજે ભારત દુનિયાના તે દેશોમાં અગ્રણી છે જ્યાં કોરોના સંક્રમિત દર્દીઓના જીવન બચી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે, આપણે આ વાતનું હંમેશા ધ્યાન રાખવાનું છે કે અમે કોરોનાને જેટલો રોકી શકીશુ, એટલી જ આપણી અર્થવ્યવસ્થા ખુલશે, આપણી ઓફિસો, માર્કેટ ખુલશે, ટ્રાન્સપોર્ટના સાધન ખુલશે અને એટલા જ રોજગારના નવા અવસર પણ બનશે.

પીએમ મોદીએ કહ્યું કે આપણે ત્યાં જે નાની ફેક્ટ્રિઓ છે તેમણે ગાઇડેન્સ કર્યું, હેન્ડ હોલ્ડિંગની મોટી જરૂરિયાત છે. મને ખબર છે તમારા નેતૃત્વમાં આ દિશામાં ઘણું કામ થઇ રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી પોતાની જૂની ગતિ પકડી શકે, એટલા માટે વેલ્યૂ ચેન્સ પર પણ આપણે મળીને કામ કરવું પડશે.

પીએમએ કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થામાં સુધાર થઇ રહ્યો છે. આત્મનિર્ભર અભિયાન હેઠળ ઘણી જોગવાઇ કરાઇ છે. બેંક્રસ કમિટીના માધ્યમથી ક્રેડિટ મળે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. MSME ઉદ્યોગ માટે ઘણી યોજનાઓ અમલમાં આવી છે. ખેડૂતોની આવક વધશે તો અર્થવ્યવસ્થાની ગતિ પણ વધશે.

વધુમાં તેમણે કહ્યું કે, વગર માસ્કના બહાર નિકળવું યોગ્ય નહીં, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને હાથ ધોવા ખુબ જ જરૂરી છે. દો ગજ દૂરીનું સૂત્ર અપનાવવું પડશે. હજારોની સંખ્યામાં વિદેશી લોકો પોતાના દેશ પરત ફર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ