બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / Coronavirus claimed lives of 2 people in every 3 minutes in India

ભયંકર / ભારતમાં કાળ બન્યો કોરોના ! 24 કલાકમાં દર ત્રીજી મિનિટે બે દર્દીના મોત

Parth

Last Updated: 04:11 PM, 17 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં તો લોકડાઉન લંબાવી દેવાની ફરજ પડી છે ત્યારે કોરોના વાયરસ ભારતમાં વધુને વધુ ઘાતક બની રહ્યો છે. વાયરસના કારણે મોતની સંખ્યા ડરામણી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના કારણે 941 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

  • ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ 26 લાખને પાર 
  • ભારતમાં 50 હજારથી વધુ લોકો કોરોનાના કારણે કાળનો કોળિયો બન્યા 
  • કોરોના ટેસ્ટની સંખ્યા વધીને 3 કરોડને પણ પાર 

કોરોના વાયરસનાં વધતાં જતા કેસ સામે આ વાયરસ હવે કાળ બની રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસે 24 કલાકમાં દર ત્રીજી મિનિટે બે વ્યક્તિઓના જીવ લીધા છે. ભારતનાં સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડાઓ અનુસાર આ અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. મંત્રાલય દ્વારા આપવામાં આવેલ આંકડાઓ અનુસાર 24 કલાક 941 લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યા છે. જ્યારે નવા 57,981 કોરોના કેસના કારણે કુલ આંક 26 લાખને પણ પાર થઇ ગયો છે. ભારતમાં કોરોના વાયરસના કારણે 50 હજારથી પણ વધુ લોકો અત્યાર સુધી મૃત્યુ પામ્યા છે. 

વાયરસના કેસ જે ગતિથી વધી રહ્યા છે તેમ સામે વધુમાં વધુ લોકો વાયરસને મ્હાત આપી રહ્યા છે. ભારતમાં રિકવરી રેટ પણ વધીને 72.51 ટકા પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ દર અત્યારે 1.92 ટકા પર છે. વાયરસને રોકવા માટે અત્યારે સૌથી મોટો હથિયાર છે વધુમાં વધુ ટેસ્ટિંગ. ભારતમાં કોરોના વાયરસના કુલ ટેસ્ટનો આંક ત્રણ કરોડને પાર થઇ ગયો છે.  જેમાં રવિવારે જ 7,31,697 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.  

ભારતમાં કોરોના વાયરસના ટેસ્ટ કરવા માટેની લેબોરેટરીની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ભારતમાં પહેલી લેબોરેટરી પુણેમાં બનાવવામાં આવી હતી જ્યારે 23મી જૂન સુધી ભારતમાં એક હજાર લેબોરેટરી હતી ત્યારે આજની તારીખમાં કોરોના ટેસ્ટ માટેની લેબોરેટરીની સંખ્યા 1,470 પહોંચી ગઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ