બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ભારત / Politics / Congress president Mallikarjun Kharge will not contest the 2024 Lok Sabha elections

લોકસભા ચૂંટણી / પુત્ર કર્ણાટકમાં મંત્રી, હવે જમાઇને લોકસભા મોકલવાની તૈયારી, કોંગ્રેસના દિગ્ગજ નેતાએ જ નિયમ નેવે મૂક્યાં!

Priyakant

Last Updated: 10:14 AM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: 2022માં ઉદયપુરમાં આયોજિત ચિંતન શિબિરમાં પાર્ટીએ આ નિયમને અપનાવવા પર ઘણો વિચાર કર્યો હતો પણ હવે....

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કોંગ્રેસ અધ્યક્ષ અને INDIA એલાયન્સ ચેરપર્સન મલ્લિકાર્જુન ખડગે લોકસભાની ચૂંટણી લડવા પર ચર્ચા જાગી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ખડગે 2024ની લોકસભા ચૂંટણી નહીં લડે. જો ખડગે આ ચૂંટણી નહીં લડે તો તાજેતરના સમયમાં પહેલીવાર એવું બનશે કે કોંગ્રેસ અધ્યક્ષે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હોય. જો આવું થાય છે તો તે પાર્ટી અને INDIA એલાયન્સ માટે ખતરાની ઘંટડી બની શકે છે.

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, તેમના જમાઈ રાધાકૃષ્ણન ડોડ્ડામણીને ખડગે સીટ ગુલબર્ગાથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. જો આમ થશે તો ખડગે પોતે પાર્ટીના નિયમનો ભંગ કરશે જેમાં કહેવામાં આવ્યું છે કે, પરિવારના એક જ સભ્યને સાંસદ અથવા ધારાસભ્યની ટિકિટ આપવામાં આવશે. જોકે તેના સંદર્ભમાં જમાઈને અન્ય પરિવારના સભ્ય તરીકે વર્ણવી શકાય છે. ખડગેના પુત્ર પ્રિયંગ ખડગે કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારમાં મંત્રી છે. અહેવાલો કહે છે કે પ્રિયંકને લોકસભાની ચૂંટણી લડવામાં રસ નથી. 2022માં ઉદયપુરમાં આયોજિત ચિંતન શિબિરમાં પાર્ટીએ આ નિયમને અપનાવવા પર ઘણો વિચાર કર્યો હતો.

કોણ છે મલ્લિકાર્જુન ખડગે ? 
મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકની ગુલબર્ગા સંસદીય બેઠક પરથી બે વખત લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે. તેઓ 2019માં આ સીટ હારી ગયા હતા. જે બાદ તેઓ રાજ્યસભા થઈને સંસદ પહોંચ્યા હતા. હાલમાં ખડગે રાજ્યસભામાં વિપક્ષના નેતા છે અને તેમનો કાર્યકાળ હજુ ચાર વર્ષ બાકી છે. 81 વર્ષીય ખડગે દલિત સમુદાયમાંથી આવે છે. તેઓ લોકસભામાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. તેઓ મનમોહન સિંહની સરકારમાં રેલવે મંત્રી અને શ્રમ અને રોજગાર મંત્રી પણ રહી ચુક્યા છે.

File Photo

તો શું આ કારણે નહીં લડે ચૂંટણી ? 
અહેવાલો કહે છે કે, ગત સપ્તાહ સુધી ગુલબર્ગા બેઠકના ઉમેદવારોની ચર્ચામાં ખડગેનું નામ સામેલ હતું, પરંતુ હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ખડગે પોતાને ચૂંટણી લડવાથી દૂર રાખી રહ્યા છે કારણ કે તેઓ કોઈ એક મતવિસ્તાર સુધી મર્યાદિત નથી. તેઓ ઈચ્છતા નથી. કોંગ્રેસને મર્યાદિત કરવા પરંતુ PM મોદી અને ભાજપ સામેની લડાઈમાં સમગ્ર દેશ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે અને કોંગ્રેસ અધ્યક્ષ તરીકે દેશભરમાં ચૂંટણી રેલીઓને સંબોધવા માંગે છે.

વધુ વાંચો: PM મોદી આજે ગુજરાતમાં, અમદાવાદથી દેશવાસીઓને અર્પણ કરી 85 હજાર કરોડથી વધુ રેલવે પ્રોજેક્ટની ભેટ

તાજેતરના વર્ષોમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બંને પક્ષ પ્રમુખ હતા ત્યારે ચૂંટણી લડ્યા અને જીત્યા. જોકે 2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને અમેઠીમાં સ્મૃતિ ઈરાની પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ આ વર્ષે ચૂંટણી લડી રહ્યા નથી. 2014 અને 2019માં તત્કાલિન ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ અને અમિત શાહ જંગી મતોથી જીત્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ