બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદ / Confusion over BJP's repeat candidates for Ahmedabad seats

ગુજરાત ચૂંટણી / અમદાવાદની બેઠકો માટે ભાજપના રિપીટ ઉમેદવારોને લઇ અસમંજસ, છેલ્લી બે ટર્મથી 10 સીટો પર ચહેરા યથાવત

Malay

Last Updated: 09:34 AM, 9 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની 16 બેઠકોમાંથી 10 બેઠકો પર છેલ્લી બે ટર્મથી ભારતીય જનતા પાર્ટીએ ઉમદવારોને બદલ્યા નથી. જો કે, આ વખતે આ ચિત્ર બદલાશે કે કેમ તે અંગે અસમંજસ છે.

 

  • 16માંથી 10 બેઠક પર ભાજપે બે ટર્મથી નથી બદલ્યા ઉમેદવારો 
  • કોંગ્રેસે દરિયાપુર અને દાણીલીમડા સિવાયની તમામ બેઠક પર ઉમેદવારો બદલ્યા 
  • આ વખતે પણ કોંગ્રેસે ત્રણ બેઠકો પર નવા ચહેરા પર પસંદગી ઉતારી

ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાશે. આપની એન્ટ્રીથી ભાજપ અને કોંગ્રેસના સમીકરણો બદલાઈ શકે છે. આમ આદમી પાર્ટી બન્નેના વોટ શેરિંગ પર અસર કરી શકે છે. આ વખતે બે તબક્કામાં ચૂંટણી યોજાશે.અમદાવાદમાં 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપમાં ઉમદવારોને લઈને હજુ પણ અસમંજસ છે. 

જ્ઞાતિવાદી સમીકરણના આધારે ઉમેદવારોને કરાયા હતા રિપીટ
અમદાવાદ શહેરની 16માંથી 10 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી 2 ટર્મથી ઉમેદવારો બદલ્યા જ નથી. બીજી તરફ અમદાવાદ શહેરમાં કોંગ્રેસે બંને ટર્મમાં દરિયાપુર અને દાણીલીમડા પર જ ઉમેદવાર બદલ્યા નથી. આપને જણાવી દઈએ કે, ભાજપ દ્વારા અમદાવાદ શહેરમાં વર્ષ 2012ની ચૂંટણીમાં નવું સીમાંકન અમલમાં મૂકવામાં આવ્યું હતું. આ પછી બે વખત વર્ષ 2012 અને વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે 16માંથી 10 સીટો પર ઉમેદવારોને રિપીટ કર્યા હતા. ભાજપે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને આનંદીબેનની બેઠક પર નવી પસંદગી કરવી પડી હતી. જ્યારે મોટાભાગની તમામ બેઠકો પર જ્ઞાતિવાદી સમીકરણના આધારે જ ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા હતા. 

આ બેઠકો પર ભાજપને 2 ટર્મથી નથી બદલ્યા ઉમેદવારો
છેલ્લી 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટીએ વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નિકોલ, ઠક્કરનગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, સાબરમતી અને જમાલપુર વિધાનસભા બેઠક પર ઉમેદવારોને બદલ્યા નથી. એટલે કે ભાજપે આ બેઠકો પર છેલ્લી 2 ટર્મથી ઉમેદવારોને રિપીટ કર્યા છે. જોકે, આ વખતે આ ચિત્ર બદલાશે કે કેમ તે અંગે અસમંજસ છે. ભાજપ દ્વારા હજુ સુધી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી. જ્યારે આપ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 12 યાદી જાહેર કરી દીધી છે. તો કોંગ્રેસે પણ 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 

આજે દિલ્હીમાં યોજાશે બેઠક
દિલ્હીમાં આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ હાજર રહેશે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામ પર આજે અંતિમ મહોર વાગી શકે છે. મળતી માહિતી અનુસાર, 100 બેઠકો પર 3-3 ઉમેદવારોની પેનલ તૈયાર કરાશે. ત્યારે આ વખતે ભાજપ વધુ ટિકિટ નવા ચહેરાઓને આપી શકે છે. આ વખતે અનેક દિગ્ગજ નેતાઓની પણ ટિકિટ કપાઇ શકે છે.

કોંગ્રેસે ત્રણ બેઠકો પર નવા ચહેરા પર પસંદગી ઉતારી 
કોંગ્રેસે વર્ષ 2012 અને વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 2 બેઠકો સિવાય તમામ બેઠકો પર ઉમેદવારો બદલી નાખવામાં આવ્યા હતા. આગામી મહિને યોજાવા જઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસે અમદાવાદની ત્રણ બેઠકો પર નવા ચહેરા પર પસંદગી ઉતારી છે. કોંગ્રેસે આ વખતે ઘાટલોડિયા, એલિસબ્રિજ અને અમરાઈવાડીમાં નવા ઉમેદવારો ઉતાર્યા

આ તમામ ઉમેદવાર પહેલીવાર લડશે ચૂંટણી 
કોંગ્રેસ દ્વારા આ વખતે એલિસબ્રિજ બેઠક પરથી વિજય દવેની જગ્યાએ ભીખુ દવેને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ઘાટલોડિયા બેઠક પર શશીકાંત પટેલની જગ્યાએ અમીબેન યાજ્ઞિક અને અમરાઈવાડી બેઠક પર અરવિંદ ચૌહાણના બદલે ધર્મેન્દ્ર પટેલને ટિકિટ આપવામાં આવી છે. આ તમામ ઉમેદવારો કોંગ્રેસની ટિકિટ પર પ્રથમ વખત ચૂંટણી લડવા જઈ રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ