બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Complaint of assault against two sons including former corporator of BJP

રાજકોટ / ભાજપના પૂર્વ કોર્પોરેટર સહિત બે પુત્રો વિરૂદ્ધ હુમલો કર્યાની ફરિયાદ, પીડિતે યોગ્ય કાર્યવાહી ન કર્યાના આક્ષેપ સાથે લીધો આ મોટો નિર્ણય

Malay

Last Updated: 10:19 AM, 27 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ રાઠોડ અને તેમના બે પુત્રો સામે ફરિયાદ નોંધાઈ છે. તેમના પિતરાઈ ભાઇને કારથી ટક્કર મારી હુમલો કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

 

  • અનિલ રાઠોડ અને બે પુત્રો સામે ફરિયાદ
  • પિતરાઈ ભાઇ પર હુમલો કર્યો હોવાની ફરિયાદ
  • ભાજપના પૂર્વ કોર્પોરેટર છે અનિલ રાઠોડ

રાજકોટના ઉપલાકાંઠા વિસ્તારના ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ રાઠોડ અને તેમના બે પુત્રોએ કૌટુંબિક અદાવતમાં પિતરાઇ ભાઇ પર હુમલો કર્યો હોવાની ફરિયાદ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. 

કારથી સ્કૂટરને મારી ટક્કર
બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર, શહેરના ભાવનગર રોડ પર આવેલી સિલ્વર નેસ્ટ સોસાયટીમાં રહેતા અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા જીજ્ઞેશ રાઠોડ (ઉ.વ.34) સોમવારે સાંજે સ્કૂટર લઈને પેડક રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળ એક કારે તેમના સ્કૂટરને ટક્કર મારી હતી. જેથી જીજ્ઞેશ રાઠોડ નીચે પટકાયા હતા. 

પારિવારિક તકરારનો ખાર રાખી હુમલો
જે બાદ બે યુવકો ધોકા અને પાઈપ લઈને કારમાંથી નીચે ઉતરી તેમના પર તૂટી પડ્યા હતા. આ બંને યુવકો બીજા કોઈ નહીં પરંતુ તેમના ભાઈ અનિલ રાઠોડના પુત્રો કરણ અને પારસ હતા. પરિવારમાં વર્ષોથી ચાલતી તકરારનો ખાર રાખી બંનેએ જીજ્ઞેશભાઈ પર હુમલો કર્યો હતો.

તાત્કાલિક ખસેડાયા હોસ્પિટલમાં
ઈજાગ્રસ્ત જીજ્ઞેશ રાઠોડને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ધોળાદિવસે સરાજાહેર યુવક પર હુમલો થતાં પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. 

અવારનવાર ધમકી આપતો હોવાનો આક્ષેપ 
જીજ્ઞેશ રાઠોડ દ્વારા આક્ષેપ કરાયો છે કે અનિલ રાઠોડ અવારનવાર ધમકી આપતો હોવાની બી-ડિવિઝન પોલીસને અરજી કરવા છતાં કાર્યવાહી કરવામાં આવી નથી. હવે જીજ્ઞેશ રાઠોડ સમગ્ર મામલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને રજૂઆત કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ