બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / complaint against 2 policemen of Sewaliya police station

પંચમહાલ / સેવાલિયા પોલીસ સ્ટેશનના 2 પોલીસકર્મી સામે છેડતીની ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ખળભળાટ

Kishor

Last Updated: 04:05 PM, 19 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેવાલિયા પોલીસ મથકના 2 પોલીસકર્મી વિરુદ્ધ યુવતીએ છેતડીનો ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.

  • સેવાલિયા પોલીસ સ્ટેશનના 2 જવાનો સામે ફરિયાદ 
  • ડાકોરની યુવતીએ નોંધાવી ફરિયાદ
  • પોલીસે ફરિયાદ ન નોંધી હોવાના ધગધગતા આરોપ

પંચમહાલમાં 2 પોલીસ જવાનો સામે છેતડીની ફરિયાદ નોંધાતા પોલીસ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સેવાલિયા પોલીસ મથકના 2 પોલીસકર્મી વિરુદ્ધ ડાકોરની યુવતીએ છેડતી અંગેની ફરિયાદ નોંધાવી છે. ટ્રેનમાં પોલીસ કર્મીઓએ યુવતીની છેડતી કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે જેને પગલે પોલીસે બંને પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે. 

ટ્રેનમાં પોલીસ કર્મીઓએ યુવતીની કરી હતી છેડતી 
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર ડાકોરની યુવતીએ સેવાલિયા પોલીસ સ્ટેશનના વિજય વાઘેલા અને ધિમંત વાધેલા વિરુદ્ધ ફરિયાદ કરી છે. ગોધરા રેલવે પોલીસ મથક ખાતે છેડતી અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ યુવતી જાન્યુઆરીમાં ગ્રુપ ટૂરમાં ગોધરાથી ટ્રેનમાં ગઈ હતી. આ ટ્રેનમાં મુસાફરી દરમિયાન પોલીસ કર્મીઓ અને યુવતીનો ભેટો થયો હતો. જે ટ્રેનમાં જ યુવતીની છેડતી કરી હોવાનો ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે. બંને પોલીસ કર્મીઓએ ગંદા ઈશારા અને યુવતી પર કોમેન્ટ કરી હોવાનું જણાવવામાં આવ્યું છે.

યુવતીએ ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારતા નોંધાઈ ફરિયાદ  
આ પોલીસ ફરિયાદ દરમિયાન યુવતીએ પોલીસ મથકના કર્મચારીઓ-અધિકારીઓ પર પણ ચોંકાવનારા આરોપો લગાવ્યા છે. છેડતીને પગલે યુવતી પોલીસ કર્મીઓ સામે ફરિયાદ કરવા પોલીસ મથકે ગઈ હતી જ્યાં પોલીસે ફરિયાદ લીધી ન હોવાની રાવ કરવામાં આવી છે. એટલું જ નહીં વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસે 5 મહિના સુધી ફરિયાદ દાખલ કરી ન હોવાનું પણ જણાવાયું હતું. જાન્યુઆરીથી ધક્કા ખાવા છતાં રેલવે પોલીસ ફરિયાદ નોંધતી ન હતી. ત્યારબાદ કંટાળી ગયેલ યુવતીએ અંતે પોલીસ મથક સામે જ ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી હતી. જેને લઈને પોલીસ તંત્ર ભીંસમાં મુકાયું હતુ અને પાંચ મહિનાના લાં... બા.. સમય બાદ ગોધરા પોલીસ સ્ટેશનમાં પંચમહાલના 2 પોલીસકર્મી સામે ફરિયાદ નોંધવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 

આ ચકચારી ફરિયાદને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી હકીકતના મૂળ સુધી પહોંચવા પ્રયાસો હાથ ધાર્યા છે. મહત્વનું છે કે, પોલીસની ઊંડી તપાસ બાદ જ સત્ય હકીકત બહાર આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ