બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Company owner abducted at gunpoint in Vadodara

ખુલ્લેઆમ ગુંડાગર્દી / વડોદરામાં ખુલ્લેઆમ બંદૂકના જોરે કંપનીના માલિકનું અપહરણ, રૂપિયા સહિત 3 મોબાઇલ લૂંટી લીધા, પોલીસે માંડમાંડ છોડાવ્યો, 2ની અટકાયત

Priyakant

Last Updated: 10:32 AM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: પેટ્રોલિંગ કરી રહેલ પોલીસે કારની તપાસ કરતાં માલિકે સમગ્ર ઘટના વર્ણવી, પોલીસે કંપની માલીકને આરોપીઓના ચંગુલમાંથી છોડાવ્યા

  • વડોદરામાં ખાનગી કંપનીના માલીકનું બંદૂકના જોરે અપહરણ 
  • બે શીખ યુવકોએ નિઝામપુરામાંથી કર્યુ અપહરણ 
  • અધવચ્ચે મારઝૂડ કરી 3500 રૂપિયા અને ત્રણ મોબાઈલ લૂંટી લીધા
  • બે કોરા ચેક પર બળજબરીથી સહી કરાવી લીધી
  • પેટ્રોલિંગ કરી રહેલી વરણામાં પોલીસની ટીમે કાર રોકતા મામલો સામે આવ્યો

વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, બંદૂકના જોરે એક કંપનીના માલિકનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં બે ઇસમોએ કારમાં તેમનું અપહરણ કરી 3 મોબાઈલ લૂંટી લીધા હતા. આ તરફ પેટ્રોલિંગ કરી રહેલ પોલીસે કારની તપાસ કરતાં માલિકે સમગ્ર ઘટના વર્ણવી હતી. જેથી પોલીસે કંપની માલિકને આરોપીઓની ચંગુલમાંથી મુક્ત કરાવી બે ઇસમોને બંદૂક સાથે ઝડપી પાડ્યા હતા. 

ગુજરાતમાં બિહાર વાળી!
ગુજરાતના વડોદરામાં બિહાર વાળી થઈ હોય તેવી એક ઘટના સામે આવી છે. જેમાં બંદૂક બતાવી કંપની માલિકનું અપહરણ કરાયાની ગ થન સામે આવી છે. વિગતો મુજબ વડોદરામાં ખાનગી કંપનીના માલિક રશ્મિકાંત પંડ્યાનું બે શીખ યુવકોએ નિઝામપુરામાંથી અપહરણ કર્યું હતું. જે બાદમા તેઓ જુદા જુદા વિસ્તારોમાં ફેરવી વરણામાં સુધી લઈ ગયા હતા. 

કારને ઓવર ટેક મામલે બબાલ કરી કર્યું અપહરણ 
વિગતો મુજબ આ ઇસમોએ કારને ઓવર ટેક કરી બબાલ કરીને અપહરણ કર્યું હતું. જેમાં બળજબરીથી કારમાં ઘુસી જઈ કંપની માલિક રશ્મિકાંત પંડ્યાનું માલીકના માથે પિસ્તોલ રાખી અપહરણ કર્યું હતું. જે બાદમાં અધવચ્ચે મારઝૂડ કરી 3500 રૂપિયા અને ત્રણ મોબાઈલ લૂંટી લીધા અને બે કોરા ચેક પર બળજબરીથી સહી કરાવી લીધી હતી. 

પેટ્રોલિંગ કરતી પોલીસ છોડાવ્યા 
આ તરફ પેટ્રોલિંગ કરી રહેલી વરણામાં પોલીસની ટીમે કાર રોકતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. જેમાં પોલીસ ટીમને અપહરણ સહિતની માહીતી કંપની માલીકે જણાવતા ભાંડો ફૂટ્યો હતી. જેને લઈ પોલીસે કંપની માલીક રશ્મિકાંત પંડ્યાને આરોપીઓના ચંગુલમાંથી છોડાવ્યા હતા. આ તરફ વરણામાં પોલીસે બે આરોપી મંજિન્દર સિંઘ અને સતનામ સિંઘ સામે ગુનો નોંધ્યો છે. આ તરફ ગુનો દાખલ કરી માઉઝર પિસ્તોલ સાથે બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ