બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / વડોદરા / communal riots in vadodara padra on eid julus rioting case against people crowd

જૂથ અથડામણ / પાદરામાં મોડી રાત્રે ધીંગાણું: બે કોમ વચ્ચે જૂથ અથડામણ થતા SP સહિતનો કાફલો દોડી આવ્યો, 10થી વધુ લોકોની અટકાયત

Malay

Last Updated: 05:44 PM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: વડોદરાના પાદરામાં ફરી શાંતિ ડહોળવાનો પ્રયાસ, બે કોમ વચ્ચે જૂથ અથડામણ થતાં પોલીસ દ્વારા મોડી રાતે અલગ-અલગ વિસ્તારોમાં હાથ ધરાયું કોમ્બિંગ.

  • પાદરામાં મોડી રાત્રે બે કોમ વચ્ચે ધીંગાણું
  • અલગ અલગ વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ
  • પોલીસે 10થી વધુ લોકોની કરી અટકાયત 

Vadodara News: ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણપતિ વિસર્જન અને ઈદનો તહેવાર ઉજવાણી કરવામાં આવી હતી, ત્યારે આ તહેવાર પર વડોદરાના પાદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. પાદરામાં કોમી છમકલાથી બે કોમના લોકો સામ સામે આવી ગયા હતા. મોડી રાત્રે બે કોમ વચ્ચે ધીંગાણું થયું હતું, જે બાદ પોલીસ દોડતી થઈ હતી. જે બાદ પોલીસે મોડી રાતે કોમ્બિંગ હાથ ધરી 10થી વધુ લોકોની અટકાયત કરી છે. 

બે કોમના ટોળા આવી ગયા સામ-સામે
વડોદરાના પાદરામાં આવેલા અંબાજી તળાવ ખાતે કેટલાક યુવકો મંદિર નજીક પ્રસાદનું વિતરણ કરી રહ્યા હતા. ત્યારે નીકળેલા જુલુસમાં સામેલ કેટલાક યુવકો દ્વારા વાંધાજનક ઈશારા અને ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દોનો ઉચ્ચારણ કરતા મામલો ગરમાયો હતો. આ પછી બંને કોમના ટોળા સામસામે આવી જતા પરિસ્થિતિ તંગ બની હતી. આ સમયે હિન્દુ એકતા સંગઠનના યુવકની સોનાની ચેન પણ લૂંટી લેવાઈ હતી. 

જિલ્લાની પોલીસ બોલાવી લેવાઈ 
જે બાદ હિન્દુ સંગઠનોના લોકો મોટી સંખ્યામાં પાદરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશન ખાતે હોબાળો મચાવીને દોષિતોને કડક સજાની માંગ કરી હતી. હિન્દુ સંગઠને તાત્કાલિક ધોરણે આરોપીઓને પકડવાની માંગ કરી હતી. પાદરા પોલીસ મથકે 13 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ હતી. રાત્રી દરમિયાન મામલો બિચકતા જિલ્લાની પોલીસ બોલાવી લેવાઈ હતી. તો ઘટનાને લઇ SP રોહન આનંદ પાદરા પોલીસ મથક ખાતે દોડી આવ્યા હતા. 

10થી વધુ લોકોની અટકાયત 
જે બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી, પાદરાના વિવિધ વિસ્તારોમાં પોલીસે મોડી રાત્રે કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસે 10થી વધુ શખ્સોને રાઉન્ડઅપ કર્યા હતા. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ