બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Code of conduct for Gujarat police personnel on social media usage announced, DGP gave strict orders

પરિપત્ર / ગુજરાત પોલીસ કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા ઉપયોગ બાબતેની આચાર સંહિતા જાહેર, DGPએ આપ્યા કડક આદેશ

Vishal Khamar

Last Updated: 10:10 PM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં પોલીસ કર્મચારી કે અધિકારી દ્વારા યુનિફોર્મમમાં રીલ્સ બનાવીને અપલોડ કરવામાં આવતી હોય છે. જેને લઈનો ડીજીપી વિકાસ સહાય દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ફરજ દરમ્યાન યુનિફોર્મમાં રીલ્સ બનાવનાંર પોલીસ કર્મી સામે કાર્યવાહી હાથ ધરાશે.

  • સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવનાર પોલીસ અધિકારી/કર્મચારી ચેતીજજો
  • ડીજીપી વિકાસ સહાય દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો
  • ફરજ દરમ્યાન યુનિફોર્મમાં રીલ્સ બનાવનાંર પોલીસ કર્મી સામે થશે કાર્યવાહી

આજકાલ સોશિયલ મીડિયા લોકો માટે મનોરંજનનું સાઘન બની ગયું છે. જેમાં કેટલાય લોકો પોતાની રીલ્સ બનાવીને સોશિયલ મીડિયામાં મુકે છે. તેમજ ઘણા પોલીસ કર્મચારીઓ દ્વારા પણ આ રીતે  પોલીસ યુનિફોર્મમાં રીલ્સ બનાવીને મુકતા હોય છે. જેને લઈને ગાંધીનગર પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા ગુજરાત પોલીસનાં સદસ્યો માટે સોશિયલ મીડિયાનાં ઉપયોગ બાબતનો એક પરિપત્ર બહાર પાડ્યો છે. 

ફરજ દરમ્યાન પોલીસ યુનિફોર્મમાં રીલ્સ/ વીડિયો બનાવવો નહી
જેમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી/ કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયાનાં ઉપયોગ બાબતની આચારસંહિતાનો ચુસ્તપણે અમલ કરવાનું જણાવેલ છે. તેમ છતાં સોશિયલ મીડિયાનાં ઉપયોગની આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થતો નથી. ખાસ કરીને પોલીસ અધિકારી/કર્મચારીઓ દ્વારા ફરજ પર તથા ફરજ સિવાયનાં સમયે પોલીસ યુનિફોર્મમાં સોશિયલ મીડિયાની રીલ્સ/ વીડિયો બનાવી તેને અલગ- અલગ સોશિયલ મીડિયાની એપ્લિકેશન ઉપર પોસ્ટ કરી પોલીસની છબીને કલંકિત કરતા હોવાનું ધ્યાને આવેલ છે. જેથી આ સૂચનાનો ચુસ્તપણે પાલન થાય તે અતિ આવશ્યક છે. 
આચારસંહિતાનો ભંગ કરશે તો કાર્યવાહી કરવામાં આવશે
તેમજ જો હવે કોઈપણ પોલીસ અધિકારી/ કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયાનાં ઉપયોગ બાબતની આચારસંહિતાનો ભંગ કરવામાં આવશે તો તેઓનાં વિરૂદ્ધમાં ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે. તેવું પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ