બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

VTV / ગુજરાત / CM Bhupendra Patel took an important decision for 6 towns, for 109 works Rs. In-principle approval given for allocation of 10.77 crores

ગાંધીનગર / CM ભૂપેન્દ્ર પટેલે 6 નગરો માટે લીધો મહત્વનો નિર્ણય, આટલા કરોડ કર્યા મંજૂર, 5 મુખ્ય સુવિધાઓ પર થશે કામ

Dinesh

Last Updated: 07:25 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gandhingar news: 6 નગરપાલિકા વિસ્તારમાં ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાનાં 109 કામો માટે રૂ.10.77 કરોડની ફાળવણી માટે મુખ્યમંત્રીની સૈદ્ધાંતિક મંજૂરી

  • રાજ્યના નગરોમાં ઈઝ ઓફ લિવિંગની વૃદ્ધિને વ્યાપક બનાવવાનો નિર્ણય
  • 6 નગરપાલિકામાં ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાનાં 109 કામોને મંજૂરી
  • 109 કામો માટે રૂ. 10.77 કરોડની ફાળવણી માટે મુખ્યમંત્રીની સૈદ્ધાંતિક મંજૂરી


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરવાના હેતુસર ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં 6 નગરો માટે રૂ.10.77 કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્યના નગરો-મહાનગરોના આયોજનબદ્ધ સર્વગ્રાહી વિકાસ અને જનસુવિધાના કામો માટે ગુજરાત રાજ્યની સ્થાપનાના સુવર્ણ જયંતિ વર્ષ 2010માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તત્કાલિન મુખ્યમંત્રી  અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલી છે. આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના એક ઘટક તરીકે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના ૨૦૧૨થી કાર્યરત છે.

70 ટકા ગ્રાન્ટ રાજ્ય સરકાર તરફથી
ખાનગી સોસાયટી જનભાગીદારીની આ યોજના અન્વયે નગરપાલિકા, મહાનગરપાલિકાઓ તેમના વિસ્તારની ખાનગી સોસાયટીમાં રસ્તા, પેવરબ્લોક, પાણીની લાઈન, ગટરલાઈન, સ્ટ્રીટ લાઈન, રેઈન વોટર હાર્વેસ્ટિંગ તથા સોસાયટીઓમાં કોમન પ્લોટમાં પેવરબ્લોક નાખવાના કામો હાથ ધરી શકે છે. આ માટે 70 ટકા ગ્રાન્ટ રાજ્ય સરકાર તરફથી, 20 ટકા જે-તે ખાનગી સોસાયટીનો ફાળો તેમજ 10 ટકા સ્થાનિક સંસ્થાનો ફાળો એમ ગ્રાન્ટ ફાળવણીથી કામો કરવામાં આવતા હોય છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અંતર્ગત રાજ્યની કલોલ નગરપાલિકાને આવા 64 કામો માટે રૂ.3.17 કરોડ, સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકાને 20 કામો માટે રૂ.6.65 કરોડ સહિત પાટણમાં 11 કામો માટે રૂ. 61.95 લાખ, વિરમગામમાં બે કામો માટે રૂ.21.64 લાખ તેમ જ જસદણમાં રૂ.11.09 લાખ મળીને કુલ 109 કામો માટે સમગ્રતયા રૂ.10.77 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

109 કામોને સૈદ્ધાંતિક મંજૂરી
રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગતની આ ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 42,726 કામો માટે રૂ. 3692.42 કરોડની મંજૂરીઓ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ 109 કામો 6 નગરપાલિકાઓમાં મંજૂર કરીને રૂ.10.77 કરોડની ફાળવણી કરવા સૈદ્ધાંતિક અનુમોદન આપતાં આ 6 નગરોમાં ખાનગી સોસાયટીઓનાં જનહિત કામો હાથ પર લઈ શકાશે.

વાંચવા જેવું: લોકસભાની કરો તૈયારી! આદિવાસી વોટ બેંક માટે ગુજરાત ભાજપનો વન સેતૂ પ્લાન આવતીકાલથી અમલમાં,13 જિલ્લા ટાર્ગેટ

70 ટકાની સહાય રાજ્ય સરકાર આપશે
એટલું જ નહીં, નગરપાલિકા, મહાનગરપાલિકાઓને તેમના વિસ્તારમાં આવેલી ખાનગી સોસાયટીઓમાં આ યોજનાના કામો માટે અંદાજિત ખર્ચના 70 ટકાની સહાય રાજ્ય સરકાર દ્વારા અપાતી તેમાં પ્રત્યેક લાભાર્થી કુટુંબ દીઠ રૂ.25,000ની સહાય મર્યાદા નિર્ધારિત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં શહેરી વિકાસ વિભાગે આ સહાય મર્યાદા પણ જૂન-2023થી દૂર કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ