બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CM Bhupendra Patel reached State Emergency Operation Centre

સમીક્ષા / બિપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિનો PM મોદીએ તાગ મેળવ્યો, CM સાથે કરી ટેલીફોનીક વાત, વન્ય પ્રાણીઓની પણ કરી ચિંતા

Dinesh

Last Updated: 11:24 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી બિપોરજોય વાવાઝોડા બાબતે સંભવિત અસરગ્રસ્ત આઠ જિલ્લાઓના વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવી મહત્વપૂર્ણ સૂચનો આપ્યા

  • PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનીક વાતચીત કરી
  • વાવાઝોડાની પરિસ્થિતિને લઈ વ્યવસ્થાની પૃચ્છા કરી 
  • સિંહ સહિત વન્ય પ્રાણીઓની સલામતીની પણ વ્યવસ્થાની પૃચ્છા કરી


બિપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિની સંપૂર્ણ વિગતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મોડી રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનીક વાતચીત કરીને મેળવી હતી. વડાપ્રધાનએ ગીર ફોરેસ્ટના સિંહ સહિત વન્ય પ્રાણીઓની સલામતીની પણ વ્યવસ્થાની પૃચ્છા કરી તે અંગે પણ ચિંતા કરી હતી. બિપરજોય વાવાઝોડાની અસર દરિયાઈ કાંઠેના વિસ્તારોમાં વર્તાઈ રહી છે. અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે જેના કારણે ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા છે તો ક્યાંક વીજ થાંભલા પડ્યાં છે. જે સમગ્ર પરિસ્થિતિને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી રહ્યાં છે. 

મુખ્યમંત્રી કલેકટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી બિપરજોય વાવાઝોડા બાબતે સંભવિત અસરગ્રસ્ત આઠ જિલ્લાઓના વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની તેમજ વાવાઝોડા બાદ કરવાની જરૂરી કાર્યવાહીની વિગતો મેળવી મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. મુખ્યમંત્રીએ સંભવિત અતિ પ્રભાવિત કચ્છ અને દ્વારકાના જિલ્લા કલેકટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી પરિસ્થિતિની વિગતો મેળવી હતી.

જિલ્લાઓની સ્થિતિની સમીક્ષા  કરી
અત્રે તમને જણાવી દઈએ કે, બિપરજોય વાવાઝોડાની આપદાને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી સતત ત્રીજીવાર મુલાકાત લીધી હતી. સીએમએ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કલેક્ટરોને સૂચનાઓ આપી હતી તેમજ ઘટનાનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ બેઠક પણ યોજી હતી. વાવાઝોડાની વર્તમાન સ્થિતિ અને પૂર્વાનુમાન ઉપરાંત તંત્ર દ્વારા નાગરિકોના સ્થાળાંતર, વીજ અને પાણી પૂરવઠો, સંદેશાવ્યવહાર, વન્યજીવોની સુરક્ષા જેવી પૂર્વતૈયારીઓની વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ