બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / સુરત / CM Bhupendra Patel launches various projects worth 500 crores in Surat

આયોજનબધ્ધ / સુરતમાં 500 કરોડના વિવિધ પ્રકલ્પોનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત, શહેરીજનોને મળશે આ સુવિધાઓ

Kishor

Last Updated: 10:29 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મનપા, સુડા, અને માર્ગ-મકાન વિભાગના રૂ.૫૦૨.૩૪ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન નેતાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા.

  • નરેન્દ્ર  મોદીએ વિકાસની રાજનીતિ શીખવી :  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  
  • રૂ.૪૬.૧૦ કરોડના ખર્ચે સુરત મહાનગરપાલિકાના ૧૩ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ
  • શહેરો-નગરોનો સમગ્રતયા વિકાસ થાય તે માટે રાજય સરકાર કટિબધ્ધ 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરત મહાનગરપાલિકા, અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, સુરત શહેરી વિકાસ સત્તામંડળ અને માર્ગ-મકાન વિભાગના રૂ.૫૦૨.૩૪ કરોડના ખર્ચના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુરત શહેરના અડાજણના સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે યોજાયેલા સમારોહને સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, શહેરો-નગરોનો સમગ્રતયા વિકાસ થાય તે માટે રાજય સરકાર કટિબધ્ધ છે. સુરત શહેર આયોજનબધ્ધ રીતે આગળ વધતુ અને ધબકતું શહેર છે. જે આયોજનબધ્ધ આગળ વધે છે તેના વિકાસને કોઈ રોકી શકતુ નથી.. 


૧૯૯૫માં રાજયનું બજેટ ૧૨,૦૦૦ કરોડનું હતું. જે આજે વધીને ત્રણ લાખ કરોડે પહોચ્યું છે. લોકોની સુખાકારી વિકાસ માટે જેટલા નાણા માંગો તે આપવા સરકાર તૈયાર છે. સુરત  સતત આગળ વધતું શહેર છે. સૌથી વધુ ફલાય ઓવર બ્રીજ તરીકે જાણીતું છે. પી.એમ.મિત્રા પાર્કના  એમ.ઓ.યુ. આજે કરવામાં આવ્યા છે અને યોગનો વિશ્વવિક્રમ પણ સુરતે પોતાના નામે અંકિત કર્યો છે. 


છ લાખ મધ્યમ વર્ગના લોકો માટે ક્રેડિટ લીંક સબસિડી યોજના આર્શીવાદરૂપ બની
તાજેતરમાં નર્મદા અને તાપી જિલ્લાના બોર્ડર વિલેજના ગામડાઓની લીધેલી મુલાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, છેવાડાના  માનવી સુધી રોડ-રસ્તા, આરોગ્ય સહિતની ઈન્ફ્રાસ્ટ્રકચર સવલતો પહોંચી છે.ભારતમાં થઈ રહેલા વિકાસકામોની વિગતો આપતા કહ્યું કે, ૨૦૧૪ના વર્ષમાં પાંચ શહેરોમાં મેટ્રોનું નેટવર્ક હતું જે આજે ૨૦ જેટલા શહેરોમાં ડેવલપ થયું છે. 
છ લાખ મધ્યમ વર્ગના લોકો માટે ક્રેડિટ લીંક સબસિડી યોજના આર્શીવાદરૂપ બની છે. ઉડ્ડાન યોજના હેઠળ દેશના સેકન્ડ અને થર્ડ શહેરો હવાઈ પરિવહન સાથે એક પછી એક જોડાયા છે. 


૪૬.૧૦ કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત

સુરત મનપાના વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજિત રૂ.૪૬.૧૦ કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત અને અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.(URDCL) દ્વારા પ્રથમ તબક્કામાં રૂ.૪૦૩ કરોડના ખર્ચે સુરત શહેરની ફરતે તૈયાર થયેલા આઉટડોર રિંગરોડના તથા તાપી નદી પર વાલક ખાતેના બ્રિજનું લોકાર્પણ, સુરત શહેરી વિકાસ સત્તામંડળ(સુડા) દ્વારા અંદાજિત રૂ.૩૩.૦૮ કરોડના ખર્ચે વિકાસકામો લોકાર્પણ-ખાતમુહૂર્ત તેમજ માર્ગ અને મકાન હસ્તકના રૂ.૨૦.૧૩ કરોડના ખર્ચે રાંદેરના રામનગર સ્થિત સરકારી વસાહતમાં નવનિર્મિત બી કેટેગરી બિલ્ડિંગના બે બ્લોકનું લોકાર્પણ કરાવામાં આવ્યું હતું. અવસરે શિક્ષણ રાજયમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, સુરત વિશ્વના ઝડપી વિકસતા શહેરોમાં નામના ધરાવે છે. 

સી.આર.પાટીલે જણાવ્યું હતું કે...

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં સુરત શહેર વિકાસનું શ્રેષ્ઠ મોડલ બન્યું છે. એક પછી એક નવા ઉમેરાતા નવીન પ્રકલ્પો સાથે સુરતમાં આવતા મહેમાનોને દર વખતે વિકાસની એક નવી ભેટ જોવા મળે છે. ૧૦ જેટલા આઈકોનિક પ્રોજેક્ટ એક સાથે ચાલતા હોય તેવુ સૂરત શહેર દેશમાં પ્રથમ છે તેમ ઉમેરતા સાંસદશ્રીએ શહેરીજનોના સાથ સહકાર તેમજ સરકાર અને પાલિકા દ્વારા થઈ રહેલા સંયુક્ત પ્રયાસોને આવકાર્યા હતા.આ અવસરે ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કિશોરભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, જેમ જેમ સુરત ઝડપી વિસ્તરીત થઈ રહ્યું છે તેમ રાજય- કેન્દ્ર સરકાર અને સુરત મનપા સાથે મળીને વધુને વધુ ઈન્ફાસ્ટ્રકચર સહિતની સુવિધાઓ પુરી પાડી રહ્યું છે. જેને લઈને ઉદ્યોગો વિકાસની રાહે આગળ વધી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ