બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Class 10th and 12th board exam program announced, see from which date the exam will start

BIG BREAKING / ધો.10-12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર, જોઇ લો ક્યારથી થશે Examનો શુભારંભ, આ દિવસે GUJCETનું પેપર

Malay

Last Updated: 11:54 AM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Board Exam: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો GSEBએ કરી જાહેર, ધો- 10 અને 12ની પરીક્ષા 11મી માર્ચથી 26મી માર્ચ સુધી ચાલશે.

  • ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર
  • 11 માર્ચથી 26 માર્ચ 2024 દરમિયાન લેવાશે પરીક્ષા
  • નવી શિક્ષણ નિતિ મુજબ બોર્ડની પરીક્ષા લેવાશે

Gujarat Board Exam: ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ 2024 દરમિયાન લેવાશે. આ પરીક્ષા નવી શિક્ષિણ નીતિ મુજબ લેવાશે. 


ધોરણ 10 અને 12ની પરીક્ષા 11 માર્ચથી થશે શરૂ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડાન સચિવ એન.જી વ્યાસ દ્વારા જાહેર કરવામાં આવેલ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે. ધોરણ 10 (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની માર્ચ- 2024ની પરીક્ષા તારીખ 11/03/2024થી તારીખ 26/03/2023 દરમિયાન લેવામાં આવશે. 

જુઓ સમગ્ર કાર્યક્રમ..


નવી શિક્ષણ નીતિ મુજબ લેવાશે પરીક્ષા
હવે રાજ્યમાં ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારાયું છે, વર્ણનાત્મક પ્રશ્નોમાં પણ આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અન્વયે આ નિર્ણયો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કરવામાં આવ્યા હતા.

ત્રણ વિષયોની પુરક પરીક્ષા લેવાશે
શિક્ષણમંત્રી કુબેર ડીંડોર, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, મુખ્ય સચિવ રાજકુમાર તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશનાથન અને વરિષ્ઠ સચિવઓની યોજાયેલી બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા પ્રેઝન્ટેશન અને રજુઆતો સંદર્ભે સમીક્ષા હાથ ધરીને જે નિર્ણયો કર્યા છે તેમાં, ધો-12 વિજ્ઞાન પ્રવાહની તમામ વિષયોની પુનઃપરીક્ષા જુન/જુલાઇ માસમાં યોજવા. ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓ પોતાનું પરીણામ સુધારવા ઈચ્છે તો તમામ વિષયોની અથવા તે ઇચ્છે તેટલા વિષયોની પુનઃ પરીક્ષા આપી શકશે. બન્ને પરીક્ષાામાંથી જે પરીક્ષાનું પરીણામ વધારે હશે (Best of Two) તે ગ્રાહ્ય રાખવામાં આવશે. ધો-10 માં હાલ અનુર્તીણ થયેલ વિદ્યાર્થીઓ માટે બે વિષયોની પુરક પરીક્ષા લેવાય છે તેના બદલે ત્રણ વિષયોની પુરક પરીક્ષા લેવાશે. ધો-12 સામાન્ય પ્રવાહમાં હાલ અનુર્તીણ થયેલ વિદ્યાર્થીઓ માટે એક વિષયની પુરક પરીક્ષા લેવાય છે તેના બદલે બે વિષયોની પુરક પરીક્ષા લેવાશે.

હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ હાલ 20 ટકા છે તેને બદલે 30 ટકા
ધો-10 અને ધો-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ હાલ 20 ટકા છે તેને બદલે 30 ટકા અને વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ 80 ટકાને બદલે 70 ટકા કરવામાં આવશે એટલું જ નહિં વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે. ધો-12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં 50 ટકા MCQ (0MR) યથાવત રાખવા તેમજ 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવાનો નિર્ણય પણ આ બેઠકમાં કરવામાં આવ્યો હતો. આ નિર્ણયોનો અમલ શૈક્ષણિક વર્ષ 2023-24 થી કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આ સંદર્ભના જરૂરી ઠરાવો બહાર પાડવામાં આવ્યા છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ