બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / Clash between security forces and Naxalites in Sukma

BIG BREAKING / છત્તીસગઢમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં 7 નક્સલીઓ ઠાર, 3 પોલીસકર્મીઓ પણ શહીદ

Malay

Last Updated: 01:02 PM, 25 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક ASI સહિત ત્રણ પોલીસકર્મીઓ શહીદ થયા છે. જ્યારે 7 નક્સલવાદીઓ પણ માર્યા ગયા છે.

  • સુકમામાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ
  • સુરક્ષાદળો સાથેની અથડામણમાં 7 નક્સલીઓ ઠાર
  • એક ASI સહિત ત્રણ પોલીસકર્મીઓ શહીદ

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં શનિવારે સવારે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસકર્મીઓ શહીદ થયા છે. જ્યારે અથડામણમાં 6થી 7 નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, સુકમા જિલ્લાના જગરગુંડા અને કુંદેડ ગામની વચ્ચે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં DRGના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર રામુરામ નાગ, આસિસ્ટન્ટ કોન્સ્ટેબલ કુંજરામ જોગા અને કોન્સ્ટેબલ વંજમ ભીમા શહીદ થયા છે.

6થી 7 નક્સવાદીઓને પણ કરાયા ઠાર
અધિકારીઓએ જણાવ્યું કે, શનિવારે સવારે જગરગુંડા પોલીસ સ્ટેશનથી DRGની ટીમને પેટ્રોલિંગ માટે મોકલવામાં આવી હતી. જ્યારે આ ટીમ સવારે 9 વાગે જગરગુંડા અને કુંદેડ ગામ વચ્ચે હતી ત્યારે નક્સલવાદીઓએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસકર્મીઓ શહીદ થયા હતા. જોકે, પોલીસકર્મીઓએ પણ નક્સલવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. ફાયરિંગમાં 6થી 7 નક્સલવાદીઓ પણ માર્યા ગયા છે.

DRGના ત્રણ જવાન શહીદ 
આ અંગે એસપી સુનીલ શર્માએ જણાવ્યું કે, પીએલજીએ નક્સલવાદીઓ સાથે અથડામણ થઈ હતી.  જેમાં ત્રણ જવાનો શહીદ થયા છે. કોઈ જવાન ઈજગ્રસ્ત થયો નથી. તમામ જવાનો સુરક્ષિત રીતે કેમ્પમાં પહોંચી ચૂક્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, નક્સલીઓના ગોળીબાર બાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં અત્યાર સુધીમાં 6થી 7 નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના સમાચાર છે.

નક્સલવાદીઓ વિરુદ્ધ અભિયાન ચાલું 
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સમગ્ર મામલે વધુ માહિતી એકઠી કરવામાં આવી રહી છે. સુકમાના જે વિસ્તારમાં આ ઘટના બની છે ત્યાં નક્સલવાદીઓ વિરુદ્ધ અભિયાન સતત ચાલી રહ્યું છે. આ કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ