બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Chhotaudepur Vigyanjatha exposed that thing

છોટાઉદેપુર / માતાજીના નામે રૂપિયા પડાવતા આવા ધતિંગથી ચેતજો, સ્ત્રીનો પહેરવેશ પહેરી અંધશ્રદ્ધાના જુઓ કેવા ઢોંગ રચતો

Dinesh

Last Updated: 06:02 PM, 11 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છોટાઉદેપુરમાં જયેશ ઉર્ફે જયુ માતાજીના નામે ભક્તો પાસે પૈસા અને શારીરીક અડપલા કરતો હોવાનું વિજ્ઞાનજાથાએ પર્દાફાશ કર્યો

  • જયેશ ઉર્ફે જયુ જેવા ઢોંગીથી ચેતજો
  • માતાજીના નામે રૂપિયા પડાવવાના ધતિંગ
  • ઢોંગી જયેશે પ્રભાવ પાડવા લીધો માતાજીનો સહારો


છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વાઘીયા મહુડા ગામનો જયેશ ઉર્ફે જયુ માતાજીના નામે ભક્તો પાસે પૈસા અને શારીરીક અડપલા કરતો હોવાનું વિજ્ઞાનજાથા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

છોટાઉદેપુર વિજ્ઞાનજાથાએ કર્યો ધતિંગનો પર્દાફાશ 
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વાઘીયા મહુડા ગામનો જયેશ ઉર્ફે જયુ માતાજી સ્ત્રીનો પહેરવેશ પહેરીને છેલ્લા પાંચ વર્ષ કરતા વધારે સમયથી દુઃખ દર્દ અને અસાધ્ય રોગ તેમજ બાધા અને નિઃસંતાનને સંતાન પ્રાપ્તી તેમજ ધંધો અને  પતિ-પત્નીના ઝગડા જેવા અનેક દુઃખો દૂર કરવાના નામે ધતિંગનું કામ કરતો હતો. જુવાર વાડીના નામે 3 હજારથી 15 હજારની રકમ વસૂલે છે બાધા અને ટેકના નામે 1 લાખ રૂપિયા પડાવે છે. જયુ માતાજી સ્ત્રીનો પહેરવેશ પહેરીને ધુણવાનું અને જવાબ આપવાનું આરતી ઉતારીને લોકોને પ્રભાવિત કરે છે. જયુ માતાજીના ઘરના સભ્યો અને સેવકો મદદ કરી પ્રચાર કરી લોકોને આકર્ષે છે. 

લોકોના ભોળપણ અને શ્રદ્ધાનો ઉઠાવ્યો ગેરલાભ
આ તમામ બાબતોની વિજ્ઞાનજાથાને જાણ થતાં નસવાડી પોલીસને સાથે રાખી જયેશ ઉર્ફે જયુ માતાજીના મંદિરે વાઘીયા મહુડા ખાતે પહોંચ્યા હતાં અને ત્યાં પોતાનું દુઃખ નું નિવારણ થાય તેના માટે એક મહિલાને પૂછવામાં આવતા કહેવામાં આવેલું કે મારા પગમાં કાળો દોરો બાંધીને મારી પીઠ પર હાથ ફેરવેલા છે ત્યાર બાદ નસવાડી પોલીસે જયેશ ઉર્ફે જયુ માતાજીને નસવાડી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની કાર્યવાહી કરવામાં આવી છે. હવે આવા પ્રકારના કાર્યો નહિ કરવા માટે સોગંધ લેતું બોર્ડ તેના હાથમાં પકડવામાં આવ્યું છે અને તેને આવું ન કરવા માટે સમજણ આપવામાં આવી છે.
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ