બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ટેક અને ઓટો / Cheap cars under 5 lakh rupees in India, Maruti Suzuki Renault cars

તમારા કામનું / ફેમિલી માટે 5 લાખની અંદર ખરીદવી છે કાર? આ 3 છે બેસ્ટ ઓપ્શન, માઇલેજ જોરદાર-ફીચર્સ શાનદાર

Vaidehi

Last Updated: 07:35 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં બજારમાં અનેક એવી સસ્તી કાર હાજર છે જે સારી માઈલેજની સાથે-સાથે અનેક સારા ફિચર્સ પણ આપે છે.

  • 5 લાખથી ઓછી કિંમતમાં મળશે આ કાર
  • મધ્યમ વર્ગીય માટે બેસ્ટ કાર ઓપ્શન
  • ફિચર્સની સાથે-સાથે આપશે ધમાકેદાર માયલેજ

આજકાલ ગાડીઓની માંગ ઘણી વધી ગઈ છે. સૌ કોઈને પોતાની પર્સનલ કાર હોય તેવી ઈચ્છા હોય છે. પરંતુ તમામ ગાડીઓનાં ભાવ આસમાને પહોંચેલા છે. તેવામાં નિરાશ થવાની જરૂરત નથી કારણકે ભારતમાં 5 લાખ રૂપિયાથી પણ ઓછી કિંમતની કાર ઉપલબ્ધ છે. ગાડીઓનું આ લિસ્ટ તમને મદદ કરી શકે છે.

1. મારુતિ સુઝુકી અલ્ટો K10
મારુતિ સુઝુકીએ ઑલ્ટો 800નું પ્રોડક્શન બંધ કરી દીધું છે. તેના લીધે હવે ઑલ્ટો K10 દેશની સૌથી સસ્તી કાર બની ગઈ છે. આ ભારતીય બજારમાં સૌથી લોકપ્રિય સસ્તી કારોમાંની એક છે. તેમાં 1.0 લીટર 3 સિલેન્ડર પેટ્રોલ એન્જિન છે જેની કિંમત 3.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 5.95 લાખ સુધી પહોંચે છે. ઓલ્ટો K10નાં ફીચર્સની વાત કરીએ તો તેમાં 7 ઈંચનો ટચસ્ક્રીન ઈંફોટેનમેંટ સિસ્ટમ, એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો, keyless એન્ટ્રી અને ડિજિટલ ઈંસ્ટ્રુમેન્ટ ક્લસ્ટર શામેલ છે. સેડાન મૉડલમાં સ્ટીયરિંગ-માઉંટેડ કંટ્રોલ અને મેન્યુઅલ રૂપથી એડજસ્ટેબલ ORVM પણ મળે છે.

2. મારુતિ સુઝુકી એસપ્રેસો
વધુ એક વિકલ્પ છે મારુતિ સુઝુકી એસપ્રેસો જેની કિંમત 4.25 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી, એક ડિજિટલ સ્પીડોમીટર અને ટચસ્ક્રીન ઈંફોટેનમેંટ સિસ્ટમ આવેલી છે. સુરક્ષા માટે તેમાં ડ્યુઅલ ફ્રંટ એરબેગ, રિયર પાર્કિંગ સેંસર, સ્પીડ એલર્ટ, ઈબીડીની સાથે એબીએસ અને ફ્રંટ સીટબેલ્ટ રિમાઈંડર પણ આવેલ છે.

3. રેનૉલ્ટ ક્વિડ
રેનૉલ્ટ ક્વિડ પણ એક સારો વિકલ્પ છે. તેમાં 1.0 લીટર 3 સિલેન્ડર પેટ્રોલ એન્જિન આવેલ છે. આ એન્જિનથી 68 PS અને 91 Nmનો પાવર મળે છે.ક્વિડની કિંમત 4.70 લાખ રૂપિયાથી લઈને 6.33 લાખ રૂપિયા સુધીની છે. રેનૉલ્ટે હાલમાં જ રેનૉલ્ટ ક્વિડનાં 800CC એન્જિન વેરિયંટને બંધ કરેલ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ