બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ભારત / Chattisgarh: Naxalite attacked on CRPF Camp 3 soldiers died, 14 injured

BIG NEWS / લાલ આતંક: છત્તીસગઢમાં CRPF કેમ્પ પર મોટો નક્સલી હુમલો, 3 જવાન શહીદ, 14 ઘાયલ

Vaidehi

Last Updated: 06:51 PM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છત્તીસગઢનાં સુકમા-બીજાપુર જિલ્લાનાં સીમાવર્તી ક્ષેત્ર ટેકલગુડેમ ગામમાં CRPF કેંપ પર નક્સલિયોએ મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં 3 જવાન શહીદ થયાં છે જ્યારે 14 ઘાયલ છે.

  • છત્તીસગઢમાં CRPFનાં કેમ્પ પર હુમલો
  • નક્સલવાદીઓએ એકાએક કર્યો અટેક
  • 3 જવાનો શહીદ, 14 ઘાયલ

છત્તીસગઢનાં સુકમા-બીજાપુર જિલ્લાનાં સીમાવર્તી ક્ષેત્ર ટેકલગુડેમ ગામમાં CRPF કેંપ પર નક્સલિયોએ મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં 3 જવાન શહીદ થયાં છે જ્યારે 14 ઘાયલ છે.  ઘાયલ સૈનિકોને ઈલાજ માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે. હુમલાની સૂચના મળતાંની સાથે જ ફોર્સ ઘટના સ્થળ પર તાત્કાલિક પહોંચી ગઈ અને વિસ્તારને ચારેય તરફથી ઘેરીને હુમલાખોરોની તપાસ શરૂ કરી છે.

માઓવાદીઓએ કર્યો અટેક
જાણકારી અનુસાર સુકમાનાં પોલીસ સ્ટેશન જગરગુંડા વિસ્તારમાં નક્સલ ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાડવા અને વિસ્તારનાં લોકોને મદદ આપવા માટે આજે 30 જાન્યુઆરીનાં રોજ સુરક્ષા કેમ્પ સ્થાપિત કરવામાં આવ્યો હતો. કેમ્પની સ્થાપના બાદ CRPFનાં કોબરા જવાન જોનાગુંડા-અલીગુડા ક્ષેત્રમાં સર્ચ ઓપરેશન કરી રહ્યાં હતાં. આ દરમિયાન જવાનો પર માઓવાદીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવી.

સુરક્ષાદળો દ્વારા પણ માઓવાદી ફાયરિંગનો જડબાતોડ જવાબ આપતી કાર્યવાહી કરવામાં આવી. સુરક્ષાદળનાં વધતા દબાણને જોતાં માઓવાદીઓ જંગલ તરફ ભાગી ગયાં. જો કે આ ઘટનામાં 3 જવાનોને ગોળી લાગતાં તેઓ શહીદ થયાં છે. જ્યારે 14 જવાન ઘાયલ થયાં છે. તેમને ઈલાજ માટે રાયપુર મોકલવામાં આવ્યું છે.

CMનાં શપથ સમારોહ પહેલાં પણ થયો હતો હુમલો
ગતવર્ષે ડિસેમ્બર મહિનામાં છત્તીસગઢમાં CMની શપથવિધિ પહેલા નક્સલી હુમલો થયો હતો. 13 ડિસેમ્બર 2023નાં નક્સલીઓએ નારાયણપુરમાં IED બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થયાં હતાં. જ્યારે અન્ય ઘાયલ થયાં હતાં. આ હુમલો નારાયણપુરમાં એ સમયે કરવામાં આવ્યો જ્યારે રાજધાનીમાં આયોજિત સમારોહમાં વિષ્ણુદેવ સાય CM પદ માટે શપથ લઈ રહ્યાં હતાં. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ