બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Char-Char Bangadiwali Gadi...: Original song made for girlfriend, Kinjal Dave fined for copying

ગુજરાત / ચાર-ચાર બંગડીવાળી ગાડી...: ગર્લફ્રેન્ડ માટે બનાવાયું હતું ઓરિજિનલ ગીત, કોપીના કારણે કિંજલ દવેને થયો દંડ

Priyakant

Last Updated: 01:30 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kinjal Dave Case Latest News: શું તમે જાણો છો કે કિંજલ દવેને આ દંડ કયા કારણોસર ફટકારવામાં આવ્યો ? આ ઓરીજનલ અને કોપી સોંગમાં શું સામ્યતા છે

  • પ્રખ્યાત "ચાર ચાર બંગડીવાળી ગાડી"ના ગીતનો મામલો
  • કિંજલ દવેએ કોર્ટમાં ગીત અને શબ્દો વાપરવા બદલ માંગી માફી
  • કોર્ટ માફી ન સ્વીકારી અને 7 દિવસમાં રૂ 1.લાખ ચુકવવાનો ફટકાર્યો દંડ
  • ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી
  • 2016ના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કર્યો 

Kinjal Dave Case : ગુજરાતી ગીત "ચાર ચાર બંગડીવાળી ગાડી" કેસમાં સિંગર કિંજલ દવેને કોર્ટ દ્વારા 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો તે તો આપ જાણતા જ હશો. પણ શું તમે જાણો છો કે કિંજલ દવેને આ દંડ કયા કારણોસર ફટકારવામાં આવ્યો ? આ ઓરીજનલ અને કોપી સોંગમાં શું સામ્યતા છે ? આવા સવાલો તમારા મનમાં થતાં જ હશે. આવી જાણીએ કે શું છે આ કેસ અને કેમ કિંજલને કોર્ટે ફટકાર્યો 1 લાખનો દંડ ? 

આપણે ત્યાં છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી ગીતો ખૂબ જ લોકપ્રિય બની રહ્યા છે. આ બધાની વચ્ચે 20 ડિસેમ્બર 2016ના દિવસે યુ ટ્યુબમાં એક ગીત રીલીઝ થયું અને ત્યારથી જ આ વિવાદ શરૂ થયો. આ ગીતને અવાજ આપ્યો હતો લોકગાયિકા કિંજલ દવેએ. જોકે બન્યું એવું કે, 2017ના જાન્યુઆરી મહિનામાં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે એક મોટો દાવો કરી દીધો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી અને 29 સપ્ટેમ્બર 2016ના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કર્યો હોવાનું કહેવામાં આવ્યું હતું. 

જાણો ઓરીજનલ ગીતમાં શું હતું ? 
ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલના "ચાર ચાર બંગડીવાળી ગાડી" ગીતમાં પણ ચાર બંગળી વાળી ગાડી લઇ દઉં જ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ સાથે ઓરીજીનલને ઔડી ગાડીમાં ગીતને ફિલ્મમાવામાં આવ્યું છે તો ગીતની શરુઆત ગાડીમાં ગુજરાતી ફોક સંગીતથી થાય છે. આ સાથે ઓરિજનલ ગીતમાં થોડા સમય પછી ગાડીમાં અચાનક બ્રેક લાગે છે. વિગતો મુજબ ઓરીજીનલ ગીત રૂઠેલી ગર્લ ફ્રેન્ડને મનવવા બનાવવામાં આવ્યું છે અને આ ગીત ગર્લ ફ્રેન્ડને મનાવવામાં 40 વિધા જમીન લઇ દેવાની વાત છે. આ સાથે ઓરીજીનલમાં ગર્લ ફેન્ડ છેલ્લે માની જાય છે છે ઓરીજિનલમાં ગીત ઓસ્ટ્રલિયાના રોડ પર ફિલ્માવાયું છે. ઓરિજિનલમાં પંરપરાગત સંગીતનો ઉપયોગ થયો છે તો ગીતના શબ્દો મૌલીક અને પરંપરાગત છે. આ સાથે ઓરીજીનલમાં ઓસ્ટ્રલિયામાં પરપરાગત ગુજરાતી કલ્ચર પણ આવે છે. 

કિંજલ દવેના આ કોપી ગીતમાં શું છે ? 
કિંજલ દવેને આ 'કોપી' ગીતમાં "ચાર ચાર બંગળી વાળી ગાડી" લઇ દઉ જ શબ્દનો બેઠ્ઠો પ્રયોગ કરવામાં આવ્યો અને આ કોપી ગીતને પણ ઔડી ગાડી પર ફિલ્મામાં આવ્યું છે. કોપી ગીતની શરુઆત પણ ગુજરાતી ફોક સંગીતથી થાય છે અને કોપી ગીતમાં પણ ઓરીજીનલની જેમ થોડા સમય પછી ગાડીમાં બ્રેક લાગે છે. જોકે આ કોપી ગીતમાં ગર્લ ફેન્ડને બદલે બહેન નાના રિસાયેલા ભાઇના સબંધ બતાવાયા છે. જેમાં ભાઇ માટે ગામડામાં જમીન અને બંગલો બનાવવાની વાત છે અને  નાનો ભાઇ પણ છેલ્લે માની જાય છે. આ કોપી ગીત અમદાવાદના રિંગ રોડ પર ફિલ્માવાયું છે અને કોપીમાં ઓરીજીનલ ગીતના સરખા જ સંગીતનો ઉપયોગ થયો છે. ગીતના શબ્દો મોટા ભાગના સરખા છે, પ્રાસ બદલીને સરખા જ મુકવામાં આવ્યા છે. કોપી ગીતમાં પરંપરાગત લગ્ન જેવો માહોલ બતાવાયો છે. 

વધુ વાંચો: કિંજલ દવેનું 'કોપી' ગીત: ચાર બંગડી વાળી ગાડી લઇ દઉ શબ્દનો બેઠ્ઠો પ્રયોગ, કોર્ટે ફટકાયો આટલો દંડ

કિંજલ દવેએ કોર્ટમાં માફી માંગી પણ કોર્ટે ફટકાર્યો દંડ 
લોકગાયિકા કિંજલ દવે પર  "ચાર ચાર બંગળી વાળી ગાડી" ગીત કોપી કરવાનો આરોપ હતો. જેને લઈ કિંજલ દવેએ કોર્ટમાં માફી પણ માંગી હતી. જોકે કોર્ટે કિંજલની માફી ન સ્વીકારીને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કિંજલ દવેના ગીતને લઇને ઓસ્ટ્રેલિયાના કાર્તિકે કેસ કર્યો હતો. આ ગીત પર તેમણે પહેલાથી જ ફિલ્માંકન કરેલુ હતું. જેના થોડા ઘણાા શબ્દો અને લોકેશનમાં ફેરફાર કરીને કિંજલ દવેએ ગીત ગાયું અને જેને લઇને તેને ખુબ પ્રસિદ્ધિ મળી હતી. જોકે આખરે કિંજલને આ ગીતની કોપી ભારે પડી છે. અને હવે 1 લાખ દંડ ચૂકવવાનો વારો આપ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ