બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / વિશ્વ / Chandrayaan is only this km away from the moon, it will reach the final orbit today

મિશન મૂન / ચંદ્રથી ચંદ્રયાન હવે ઝાઝું દૂર નથી..., માત્ર આટલા જ કિમીનું છે અંતર, આજે જ પહોંચશે ફાઇનલ ઓર્બિટમાં

Priyakant

Last Updated: 12:46 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan 3 News: આ પહેલા 9 ઓગસ્ટે ચંદ્રયાનની ઓર્બિટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, ચંદ્રયાન-3 ક્યારે ચંદ્ર પર ઉતરશે ?

  • ચંદ્રયાન-3ને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા
  • ISRO  આજે ત્રીજી વખત ચંદ્રયાન-3ની ઓર્બિટ ઘટાડશે
  • અત્યારે તે ચંદ્રની 174 કિમી x 1437 કિમીની ઓર્બિટમાં

ચંદ્રયાન-3ના સમાચાર: ચંદ્રયાન-3ને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ISRO 14મી ઓગસ્ટે એટલે કે આજે ત્રીજી વખત ચંદ્રયાન-3ની ઓર્બિટ ઘટાડશે. અત્યારે તે ચંદ્રની 174 કિમી x 1437 કિમીની ઓર્બિટમાં છે. આ પહેલા 9 ઓગસ્ટે ચંદ્રયાનની ઓર્બિટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ચંદ્રયાન-3 એવી લંબગોળ ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે, જેમાં ચંદ્રથી તેનું લઘુત્તમ અંતર 174 કિમી અને મહત્તમ અંતર 1437 કિમી છે. 

ચંદ્રયાનની ભ્રમણકક્ષા પ્રથમ વખત ક્યારે ઘટાડાઈ ? 
વિગતો મુજબ ચંદ્રયાનની ભ્રમણકક્ષા પ્રથમ વખત 6 ઓગસ્ટના રોજ લગભગ 11 વાગ્યે ઘટાડવામાં આવી હતી. આ પછી તે ચંદ્રની 170 કિમી x 4313 કિમીની ઓર્બિટમાં આવ્યું હતું. ઓર્બિટ ઘટાડવા માટે ચંદ્રયાનના એન્જિનને થોડા સમય માટે ચાલુ કરવામાં આવ્યું હતું. જોકે અહી નોંધનીય છે કે, ISRO એ માહિતી શેર કરી નથી કે કેટલા સમય સુધી એન્જિન ચાલુ રહ્યું હતું.

ચંદ્રયાન-3 ક્યારે પહોંચ્યું હતું ચંદ્રની ભ્રમણકક્ષામાં ? 
ચંદ્રયાન-3 22 દિવસની યાત્રા કર્યા બાદ ગત 5 ઓગસ્ટના રોજ સાંજે 7.15 વાગ્યે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું. આ પછી યાનને ચંદ્રના ગ્રેવિટીમાં કેપ્ચર કરી શકાય, જેથી તેની ગતિ ઓછી કરાઈ હતી. સ્પીડ ઓછી કરવા માટે ઈસરોના વૈજ્ઞાનિકોએ યાનના ફેસને પલટાવીને અને 1835 સેકન્ડ એટલે કે લગભગ અડધા કલાક સુધી થ્રસ્ટર્સને ફાયર કર્યું. આ ફાયર સાંજે 7.12 વાગ્યે શરૂ થયું હતું.

ચંદ્રયાને મોકલી હતી ચંદ્રની તસવીરો ? 
મહત્વનું છે કે, ચંદ્રયાન પ્રથમ વખત ચંદ્રની કક્ષામાં પ્રવેશ્યું ત્યારે તેની ઓર્બિટ 164 કિમી x 18,074 કિમી હતી. ઓર્બિટમાં પ્રવેશ કરતી વખતે તેના ઓનબોર્ડ કેમેરાએ ચંદ્રની તસવીરો પણ કેદ કરી હતી. ઈસરોએ તેનો વીડિયો બનાવીને તેની વેબસાઈટ પર શેર કર્યો છે. આ તસવીરોમાં ચંદ્રના ખાડા સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. 

ISROએ શું કહ્યું હતું ? 
ચંદ્રયાન-3 ને લઈ વધુ માહિતી આપતા ISROએ ટ્વિટમાં ચંદ્રયાન દ્વારા મોકલવામાં આવેલ સંદેશ લખ્યો હતો, 'હું ચંદ્રયાન-3 છું... હું ચંદ્રની ગ્રેવિટી અનુભવું છું.' ઈસરોએ માહિતી આપી હતી કે, ચંદ્રયાન-3ને સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું છે. ચંદ્રયાનને 23 ઓગસ્ટે ઉતરાણ કરતા પહેલા કુલ 4 વખત તેની ઓર્બિટ ઘટાડવી પડશે. તેણે રવિવારે એકવાર ભ્રમણકક્ષા ઘટાડી હતી. 

ISRO એ માહિતી આપી હતી કે, પેરીલ્યુન ખાતે રેટ્રો-બર્નિંગનો કમાન્ડ મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સ (MOX), ISTRAC, બેંગલુરુમાંથી આપવામાં આવ્યો હતો. પેરીલ્યુન એ બિંદુ છે જ્યાં ચંદ્રની કક્ષામાં એક યાન ચંદ્રની સૌથી નજીક છે. રેટ્રો-બર્નિંગ યાનના થ્રસ્ટર્સ વિરુદ્ધ દિશામાં ફાયર કરવા કહે છે. જે બાદમાં યાનની ગતિ ધીમી કરવા માટે થ્રસ્ટર્સ વિરુદ્ધ દિશામાં ફાયર કરવામાં આવે છે.

ચંદ્રયાન-3 ક્યારે ચંદ્ર પર ઉતરશે 
વિગતો મુજબ ચંદ્રયાન 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે. તેમાં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલનો સમાવેશ થાય છે. લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને 14 દિવસ સુધી પ્રયોગો કરશે. પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ઓર્બિટમાં રહીને પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરશે. આ મિશન દ્વારા ISRO ચંદ્ર પર પાણીની શોધ કરશે. તે એ પણ શોધી કાઢશે કે ચંદ્રની સપાટી પર ભૂકંપ કેવી રીતે આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ