બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ધર્મ / Chandra Grahan 2023 negative impact on these 6 zodiac sign because of lunar eclipse

ધર્મ / Chandra Grahan 2023: આ તારીખે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, 6 રાશિના જાતકો રહે સાવધાન! નહીં તો સ્વાસ્થ્યથી લઇને પ્રેમસંબંધોમાં થઇ શકે છે નુકસાન

Arohi

Last Updated: 12:51 PM, 25 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandra Grahan 2023: વર્ષ 2023નું અંતિમ ચંદ્ર ગ્રહણ 29 ઓક્ટોબર રવિવારે 1.06 AMથી શરૂ થશે અને આ 2.22 AM પર સમાપ્ત થશે. 6 રાશિઓના લોકો પર ચંદ્ર ગ્રહણની નકારાત્મક અસર થશે. તેનો સૌથી વધારે પ્રભાવ મેષ રાશિના જાતકો પર પડશે.

  • 28 ઓક્ટોબરે છે વર્ષનું છેલ્લુ ચંદ્ર ગ્રહણ 
  • બપોરે 2.52 વાગ્યાથી શરૂ થશે સુતક કાળ 
  • આ 6 રાશિના લોકો ખૂબ સાચવે 

વર્ષ 2023નું છેલ્લુ ચંદ્ર ગ્રહણ 29 ઓક્ટોબર રવિવારે 1.06 એએમથી શરૂ થશે અને આ 2.22 એએમ પર સમાપ્ત થશે. ભારતમાં ગ્રહણનો કુલ સમય 1 કલાક 16 મિનિટનો છે. આ એક ખંડગ્રાસ ચંદ્રગ્રહણ હશે. આ ચંદ્ર ગ્રહણ અશ્વિની નક્ષત્ર અને મેષ રાશિમાં લાગશે. 

2023માં એકમાત્ર ચંદ્ર ગ્રહણ છે જે ભારતમાં જોવા મળશે. તેનો સુતક કાળ માન્ય હશે. તેનું સુતક 28 ઓક્ટોબરે બપોરે 2.52 વાગ્યાથી શરૂ થશે. આ ચંદ્ર ગ્રહણનો પ્રભાવ દરેક રાશિ પર થશે. પરંતુ 6 રાશિ પર ચંદ્ર ગ્રહણની નકારાત્મક અસર થશે. સૌથી વધારે દુષ્પ્રભાવ મેષ રાશિના જાતકો પર થશે. 

આ 6 રાશિઓ પર પડશે નકારાત્મક અસર 
મેષ 

વર્ષનું છેલ્લુ ચંદ્ર ગ્રહણ મેષ રાશિના લોકો માટે અશુભ સાબિત થઈ શકે છે. તમારી પર્સનલ કે પ્રોફેશનલ લાઈફ પ્રભાવિત થઈ શકે છે. સ્ટ્રેસના કારણે તમારા વર્તનમાં ફેરફાર થઈ શકે છે. જેની અસર સંબંધો પર જોવા મળશે. ચંદ્ર ગ્રહણના દિવસે તમે કોઈ પણ રોકાણ ન કરો અને કોઈ નવો બિઝનેસ, પ્રોજેક્ટ કે કોઈ કામનો શુભારંભ ન કરો. આ તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ દિવસે તમારૂ સ્વાસ્થ્ય પણ ખરાબ રહેશે. 

વૃષભ
ચંદ્ર ગ્રહણના દિવસે તમારા જીવનમાં સ્ટ્રેસ વધી શકે છે. જ્યોતિષમાં ચંદ્રને મનનો કારક જણાવવામાં આવે છે. ચંદ્રના કારણે તમારૂ મન પરેશાન રહેશે. આ દિવસે તમારા ખર્ચમાં વધારો થશે. નકામા ખર્ચ થઈ શકે છે. નહીં તો આર્થિક સ્થિતિ પ્રભાવિત થઈ શકે છે. 

કર્ક 
તમારી રાશિનો સ્વામી ગ્રહ ચંદ્ર છે અને તેના પર ગ્રહણ લાગવાનું છે એવામાં વર્ષના છેલ્લા ચંદ્ર ગ્રહણના દિવસે તમારે પણ સાવધાન રહેવાની જરૂર છે. તમારા માટે ચંદ્ર ગ્રહણ શુભ નહીં રહે. નોકરીયાત લોકોને કાર્યસ્થળ પર સતર્ક રહેવાનું કામ કરવાનું રહેશે. બેદરકારી ભારે પડી શકે છે. તમારા માટે અમુક મુશ્કેલ પરિસ્થિતિઓ બની શકે છે. ગ્રહણ વાળા દિવસે તમને પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાનું રહેશે. 

કન્યા 
તમારી રાશિના જાતકો માટે વર્ષનું છેલ્લુ ચંદ્ર ગ્રહણ મિશ્રિત પરિણામ આપનાર હશે. એક તરફ તમને ધન લાભ થઈ શકે છે પરંતુ ખર્ચ પર નિયંત્રણ ન હોવા કારણે પૈસાની કમી પણ થઈ શકે છે. જો તમે નકામા ખર્ચ પર નિયંત્રણ નહીં રાખો તો બીજા પાસેથી રૂપિયા ઉધાર લેવા પડી શકે છે. 

વૃશ્ચિક
વર્ષના બીજા ચંદ્ર ગ્રહણ વાળા દિવસે તમારી રાશિના જાતકોને પોતાના શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. તે તમારા માટે કોઈ મુશ્કેલી ઉભી કરી શકે છે. તમે પોતાના કાર્યોને ગુપ્ત રાખો. ધ્યાન રાખો કે તમારી સુચનાઓ લીક ન થાય. નહીં તે તેનો દુરૂપયોગ થઈ શકે છે. જોતે નોકરી કરનારના પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે છે. 

મીન 
વર્ષનું છેલ્લુ ચંદ્ર ગ્રહણ તમારી રાશિના આઠમાં ભાવમાં લાગશે. તેના કારણે તમારી લવ લાઈફમાં ટેન્શન વધી શકે છે. લવ પાર્ટનરની સાથે ધિરજથી કામ લો. એવા વર્તન કે ભાષાનો ઉપયોગ ન કરો જેનાથી તમારા સંબંધમાં મુશ્કેલી આવે. ક્રોધ અને વાણી પર નિયંત્રણ રાખો. શાંત મનથી વાત કરવાનો પ્રયત્ન કરો. તે દિવસે મિત્રોની સાથે પણ સંબંધ ખરાબ થવાનો ડર રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ