બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / chamoli namami gange project many people feared dead due to electrocution

BIG BREAKING / ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના: નમામી ગંગે પ્રોજેક્ટમાં વીજ કરંટ લાગતા 10 લોકોના મોત, અનેક ઘાયલ

Malay

Last Updated: 01:48 PM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નમામી ગંગે પ્રોજેક્ટના સ્થળે વીજ કરંટ લાગવાથી 10 લોકોના મોત થયા છે. આ અંગેની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે.

  • ઉત્તરાખંડના ચમોલીમાં સર્જાઈ મોટી દુર્ઘટના
  • વીજ કરંટ લાગતા 10 લોકોના મોત
  • મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું 

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં નમામી ગંગે પ્રોજેક્ટની સાઈટ પર વીજ કરંટ લાગવાથી 10 લોકોના કરૂણ મૃત્યુ નિપજ્યા છે. હાલ હોસ્પિટલ ખાતે ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો છે. ચમોલી દુર્ઘટના પર મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું છે અને ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. 


હોસ્પિટલમાં ડોક્ટરોએ કર્યા મૃત જાહેર
પ્રાપ્ત વિગતો અનુસાર, ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નમામી ગંગે પ્રોજેક્ટ સાઇટ પર કામદારો કામ કરી રહ્યા હતા આ દરમિયાન ટ્રાન્સફોર્મર ફાટ્યા બાદ કરંટ લાગતા 10 લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. જે બાદ તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તમામને મૃત જાહેર કર્યા હતા.  

ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે
ચમોલીના એસપી પરમેન્દ્ર ડોભાલે જણાવ્યું કે ચમોલી જિલ્લામાં અલકનંદા નદીના કિનારે ટ્રાન્સફોર્મર ફાટવાથી 10 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલની બહાર લોકોની ભીડ જામી છે. આ ઉપરાંત હોસ્પિટલ અને ઘટના સ્થળે ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો છે. 

ઉર્જા નિગમ પર બેદરકારીનો આરોપ
અન્ય કામદારો ઉર્જા નિગમ પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે. તેઓ નિગમી સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. તો દુર્ઘટનાની જાણ થતાં જ પ્રોજેક્ટના કામને અટકાવી દેવામાં આવ્યું છે. હાલ બચાવ અને રાહત માટે ટીમો ઘટના સ્થળે દોડી આવી છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ