બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / આરોગ્ય / Chair Buying Tips Avoid back and hip problems? So keep this in mind before choosing an office chair

સ્વાસ્થ્ય / કરોડરજ્જુ અને હિપ્સની સમસ્યાથી બચવું છે? તો ઓફિસમાં ખુરશી પસંદ કરતા પહેલાં આટલું ધ્યાનમાં રાખજો, નહીંતર...

Megha

Last Updated: 09:44 AM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ બજારમાં અનેક પ્રકારની ખુરશીઓ ઉપલબ્ધ છે. જે દેખાવમાં સારી લાગે છે પરંતુ કેટલીકવાર તે તમારી પીઠ અને હિપ્સને યોગ્ય રીતે ટેકો આપતી નથી, જેના કારણે શરીરના ઘણા ભાગોમાં દુખાવો ચાલુ રહે છે.

  • વધુ પડતાં લોકો દિવસનો મોટાભાગનો સમય ઓફિસમાં વિતાવે છે
  • બેસીને સતત કામ કરવું શરીર માટે બિલકુલ સારું નથી
  • ગરદન, પીઠ, કમર અને હિપ્સમાં દુખાવો થઈ શકે છે
  • ખોટી ખુરશી પર બેસવું એ પણ આ દુખાવાનું મુખ્ય કારણ છે

આજકાલ વધુ પડતાં લોકો દિવસનો મોટાભાગનો સમય ઓફિસમાં વિતાવે છે. ઘણી જગ્યાએ કામનું એટલું દબાણ હોય છે કે ખુરશી પરથી ઉઠવાનો સમય પણ મળતો નથી. બેસીને સતત કામ કરવું શરીર માટે બિલકુલ સારું નથી. આનાથી ગરદન, પીઠ, કમર અને હિપ્સમાં દુખાવો થઈ શકે છે, જો કે આમાં ખુરશી પણ મોટી ભૂમિકા ભજવે છે. 

હા, આજકાલ બજારમાં અનેક પ્રકારની ખુરશીઓ ઉપલબ્ધ છે. જે દેખાવમાં સારી લાગે છે અને તમારા ઘર અને ઓફિસનો દેખાવ પણ વધારે છે, પરંતુ કેટલીકવાર તે તમારી પીઠ અને હિપ્સને યોગ્ય રીતે ટેકો આપતી નથી, જેના કારણે શરીરના ઘણા ભાગોમાં દુખાવો ચાલુ રહે છે. આવી સ્થિતિમાં ખુરશી પસંદ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ચાલો આ વિશે જાણીએ. 

GYM જવાની જરૂર નથી ખુરશી પર બેઠા બેઠા ઘટાડો વજન! આ સિમ્પલ સ્ટેપ્સ કરશે મદદ  | chair workout for burn belly fat know more

ખુરશીની ઊંચાઈ
ખુરશી પર બેઠા હોઈએ તે સમયે તમારા પગ હવામાં લટકતા રહેવા ન જોઈએ. આ માટે, ખુરશીમાં ઊંચાઈને એડજસ્ટ કરવાનો વિકલ્પ છે કે નહીં તે તપાસો. આ એક મહત્વપૂર્ણ વસ્તુ છે જેને તમારે અવગણવી જોઈએ નહીં. આના કારણે પગમાં દુખાવો થઈ શકે છે. 

ખુરશીની સીટની પહોળાઈ
ખુરશીની સીટ એટલી પહોળી હોવી જોઈએ કે તમારા હિપ્સ તેમાં સારી રીતે ફિટ થઈ શકે. ઉપરાંત, સીટ સંપૂર્ણપણે સપાટ ન હોવી જોઈએ પરંતુ થોડી વળાંકવાળી હોવી જોઈએ, જેના કારણે હિપનો આકાર યોગ્ય રહે. ડેસ્ક જોબ કરનારાઓ માટે આના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે, નહીં તો તમે આખો દિવસ એડજસ્ટ થતા રહેશો અને અંતે પીડાથી ભરેલા શરીર સાથે ઘરે જશો. આ સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે તમારી જાંઘ અને આર્મરેસ્ટ વચ્ચે વધારે ગેપ ન હોવો જોઈએ. 

ગેપ પર ધ્યાન આપો
પીઠ અને હિપ્સ વચ્ચે ગેપ ધરાવતી ખુરશી સારી લાગી શકે છે, પરંતુ તે તમારી સ્પાઇન માટે બિલકુલ સારી નથી. તેથી હંમેશા એવી ખુરશી ખરીદો જેમાં કરોડરજ્જુ અને ખુરશીના પાછળના ભાગ વચ્ચે અંતર ન હોય. આ નીચલા શરીરને સંપૂર્ણ ટેકો પૂરો પાડે છે.

Topic | VTV Gujarati

ખુરશીની સીટ 
ખુરશીની બેઠક ન તો ખૂબ નરમ હોવી જોઈએ અને ન તો ખૂબ સખત. એટલે ખુરશી પર બેસીને તપાસો કે તે બે ઇંચથી વધુ નીચે દબાતી નથીને, જો તે નીચે દબાતી હોય, તો તેને પસંદ કરશો નહીં કારણ કે તે હિપ્સમાં દુખાવો કરી શકે છે. 

આર્મરેસ્ટ કે કોણીને ટેકો
ખુરશી પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બીજી બાબત એ છે કે તેમાં કોણીને આરામ કરવા માટે યોગ્ય સ્થાન છે કે નહીં. ખુરશી માટે મજબૂત આર્મરેસ્ટ હોવું મહત્વપૂર્ણ છે. તેનાથી શરીરના ઉપરના ભાગમાં દુખાવો અને અગવડતાને દૂર રાખી શકાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ