બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Central Bank of India Recruitment 1000 Posts: Last Date Near to Apply Online, Know Details

તમારા કામનું / સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં 1 હજાર પદો પર ભરતી: ઓનલાઈન Apply કરવાની છેલ્લી તારીખ નજીક, જાણો વિગત

Megha

Last Updated: 09:46 AM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ 1લી જુલાઈ 2023ના રોજ તેની સત્તાવાર વેબસાઈટ centerbankofindia.co.in પર મેનેજર ભરતીની ઓનલાઈન નોંધણી પણ શરૂ કરી છે. ઉમેદવારો 15 જુલાઈ 2023 સુધીમાં ભરતી માટે અરજી કરી શકે છે

  • સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં મેનેજરની ભરતી 2023ની જાહેરાત કરવામાં આવી
  • મેનેજરની 1000 જગ્યાઓ માટે ભરતીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
  • લાયક ઉમેદવારો 15 જુલાઈ 2023 સુધીમાં ભરતી માટે અરજી કરી શકે

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં મેનેજરની ભરતી 2023ની જાહેરાત કરવામાં આવી છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા વતી મેનેજરની 1000 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. જેના માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ 1લી જુલાઈ 2023ના રોજ તેની સત્તાવાર વેબસાઈટ centerbankofindia.co.in પર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા મેનેજર ભરતીની ઓનલાઈન નોંધણી પણ શરૂ કરી છે. આવી સ્થિતિમાં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 15 જુલાઈ 2023 સુધીમાં ભરતી માટે અરજી કરી શકે છે. 

બહાર પડવામાં આવેલ નોટિફિકેશનમાં ખાસ એ પણ જણાવવામાં આવ્યું છે કે ઉમેદવારોને સૂચના વાંચ્યા પછી જ અરજી કરે કારણ કે વિભાગ દ્વારા ખોટી રીતે ભરાયેલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારો centerbankofindia.co.in પર જઈને 15 જુલાઈ 2023 સુધીમાં આ ભરતી માટે અરજી કરી શકો છો. જણાવી દઈએ કે પરીક્ષાની સંભવિત તારીખ ઓગસ્ટના બીજા કે ત્રીજા સપ્તાહ તરીકે દર્શાવવામાં આવી છે. ખાલી પડેલી જગ્યાઓ પૈકી 405 જગ્યાઓ જનરલ કેટેગરીની છે. 150 પોસ્ટ SC, 75 ST, 270 OBC, 100 EWS કેટેગરી માટે અનામત છે. 

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા મેનેજર એજ્યુકેશન લાયકાત 2023 
i) ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી.
ii) CAIIB 

નોંધ: વધુ યોગ્યતા ધરાવતા લોકોને પહેલા પ્રાથમિકતા આપવામાં આવશે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં બહાર પાડેલ મેનેજરની પોસ્ટ માટે વય મર્યાદા વિશે વાત કરીએ તો, ઉમેદવારોની મહત્તમ ઉંમર 32 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જો કે OBC, SC, ST ને પણ નિયમ મુજબ છૂટ આપવામાં આવશે.

સેન્ટ્રલ બેંક માટે આ રીતે અરજી કરો
- સૌ પ્રથમ, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- પછી ભરતી લિંક પર ક્લિક કરો.
- યુઝર આઈડી અને પાસવર્ડ બનાવો.
- આ પછી સેન્ટ્રલ બેંક મેનેજરનું ફોર્મ ભરો.
- સંબંધિત દસ્તાવેજો અપલોડ કરો અને સબમિટ કરો.
- આ પછી, ફોર્મની એક નકલ ડાઉનલોડ કરો અને તેને તમારી પાસે રાખો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ