બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
કેન્દ્ર સરકાર દ્વારા GST ચોરીને લઈને મોટું પગલું ભરવામાં આવ્યું છે. હવે સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક (GSTN)ને PMLA હેઠળ લાવવાનો નિર્ણય કર્યો છે, જેના માટે શનિવારે મોડી રાત્રે નાણાં મંત્રાલય દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. મતલબ કે હવે ED GST સંબંધિત બાબતોમાં સીધો હસ્તક્ષેપ કરી શકશે. ED GST ચોરી કરનાર પેઢી, વેપારી અથવા સંસ્થા સામે સીધી કાર્યવાહી કરી શકશે.
ADVERTISEMENT

GST નેટવર્કને PMLA હેઠળ લાવવાનો નિર્ણય
સરકાર દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, GST નેટવર્કને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રના આ નિર્ણય બાદ હવે GSTમાં ગડબડ કરનારા વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને પેઢીઓ સામે ED કાર્યવાહી કરી શકશે. આ સાથે જ GST કલેક્શનમાં થનારી અનિયમિતતાઓને ઘણી હદ સુધી કંટ્રોલ કરી શકાશે. કારણ કે GST ગુનાઓની તપાસ ED મની લોન્ડરિંગના સ્વરૂપમાં કરી શકશે.
ADVERTISEMENT
ટેક્સ ચોરી કરનારાઓ સામે લેવાશે એક્શન
સરકારના આ નિર્ણય બાદ હવે ટેક્સ ચોરી અને ખોટા ડોક્યુમેન્ટ બનાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત GST હેઠળના ગુનાઓ જેમ કે નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ, નકલી ઇનવોઇસ વગેરેને PMLA એક્ટમાં સામેલ કરવામાં આવશે. જાણકારોનું માનવું છે કે સરકારે નકલી બિલિંગ દ્વારા કરચોરી રોકવા માટે આ નિર્ણય લીધો છે.

ADVERTISEMENT
મનમોહનસિંહ સરકારે લાગું કર્યો હતો આ કાયદો
અત્રે ઉલ્લેખીય છે કે, ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવા માટે કેન્દ્ર સરકાર 2022માં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 લઈને આવી હતી, જેનો હેતુ કાળા નાણાને સફેદમાં ફેરવવાની પદ્ધતિઓને રોકવાનો છે. આ કાયદો મનમોહન સિંહ સરકારે 2005માં લાગુ કર્યો હતો. જોકે, સમય સમય પર તેમાં સુધારો કરવામાં આવ્યો હતો, જેમાં કેન્દ્રીય એજન્સીની શક્તિઓ વધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.