બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cases of heart attack increased in Gujarat: Two youths died in Ahmedabad and Dhoraji

કરુણાંતિકા / ગરબા રમતા રમતા જ હૃદયના ધબકારાએ સાથ છોડ્યો: અમદાવાદના વટવામાં 28 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી નિધન, ધોરાજીમાં પણ શ્રમિકનું મોત

Malay

Last Updated: 11:13 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heart Attack News: ગુજરાતમાં નાની ઉંમરે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું, ધોરાજી અને અમદાવાદમાં એક-એક યુવકે હાર્ટ એટેકથી ગુમાવ્યો જીવ

  • અમદાવાદમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત 
  • ગરબે રમતા રમતા ઢળી પડ્યો હતો યુવક
  • ધોરાજીમાં 28 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ 

Heart Attack News: રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સામાં ચિંતાજનક વધારો થયો છે. હાર્ટ એટેકની ઘટનાઓમાં યુવાઓ જીવ ગુમાવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ગરબા રમતા, લગ્નમાં નાચતા વખતે, ક્રિકેટ રમતા રમતા કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મોતના કિસ્સાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં હાર્ટ એટેકથી 2 લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે. જેમાં અમદાવાદ અને ધોરાજીમાં હાર્ટ એટેકથી મોત થયાની વિગતો મળી છે. 

હાર્ટ એટેક પહેલા જોવા મળે છે આવા લક્ષણો, ભૂલથી પણ ન કરતા ઇગ્નોર નહીંતર  પસ્તાવાનો પાર નહીં રહે | know what are the symptoms that can be seen before heart  attack

ગરબા રમતા રમતા ઢળી પડ્યો યુવક
ગઈકાલે સુરતના હજીરામાં યુવકનું હાર્ટ એટેકથી મોત થયા બાદ હવે અમદાવાદમાં 28 વર્ષીય યુવકને હાર્ટ એટેક ભરખી ગયો છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદના વટવા વિસ્તારમાં રહેલા રવિ પંચાલ (ઉં.વ 28) નામનો યુવક ગઈકાલે ગરબે રમતા-રમતા અચાનક જ ઢળી પડ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરે રવિ પંચાલનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું.  આ દુઃખદ સમાચાર મળતા જ પરિવારની માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. હાર્ટ એટેકથી અકાળે 28 વર્ષીય યુવકનું અવસાન થતાં પરિવારમાં મોતમ છવાયો છે.  

મૃતકઃ રવિ પંચાલ

ધોરાજીમાં 28 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી થયું મોત
હાર્ટ એટેકથી મોતનો બનાવ રાજકોટના ધોરાજીમાં પણ બન્યો છે. ધોરાજીમાં પણ 28 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના ફતેપુર જિલ્લાનો વતની આશુકુમાર દિનેશભાઈ સોનકાર (ઉં.વ  28) ધોરાજીમાં ભાદર 2 ડેમના પાટીયાનું સમારકામ કરી રહ્યો હતો. ડેમના પાટિયાનું સમારકામ કામ કરતી વખતે આશુ અચાનક ઢળી પડ્યો હતો. બનાવ બન્યા બાદ આશુને ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. 

સુરતમાં પણ યુવકનું થયું હતું હાર્ટ એટેકથી મોત
ગઈકાલે પણ એક યુવકનું સુરતમાં હાર્ટ એટેકથી મોત થયું હતું. સુરતના હજીરામાં કંપનીના ગેટ બહાર સૂઈ રહેલા ડ્રાઈવરનું મોત થયું હતું. 19 ઓક્ટેબરે રાત્રે ડ્રાઈવર કંપનીના ગેટ બહાર સૂઈ ગયો હતો. સવારના સમયે યુવાન મૃત હાલતમાં મળ્યો હતો. મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી રાજકુમાર શાહુ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. રાજકુમાર શાહુનું હાર્ટ એટેકથી મોત થતાં બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. 

નથી કોઈ લક્ષણો કે નથી હોતી કોઈ સમસ્યા, તો અચાનક કેમ આવે છે હાર્ટ એટેક ?  સંશોધનમાં સામે આવ્યા ચોંકાવનારા પરિણામો / atherosclerosis Meaning what is  atherosclerosis ...

હાર્ટ એટેક આવવાના શું કારણો છે?
હાર્ટ એટેક  આવવાના મુખ્ય કારણો વિશે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. રાજેશ તેલીએ VTVને જણાવ્યું હતું કે, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, લોહીની અંદર ચરબી અને કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ, વારસાગત બીમારી અને ધુમ્રપાન તેમજ દારૂનું સેવન પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે યુવાનોને હાર્ટ એટેક આવવા પાછળના કારણોમાં જણાવ્યું હતું કે, યુવાનોમાં તનાવનું પ્રમાણ તેમજ ભણતરનું સ્પર્ધાત્મક વાતાવરણ ખૂબ જ વધી ગયુ છે જે હાર્ટ ઍટેકનો મુખ્ય કારણ છે. 
    
ગરબા રમતી વખતે શું ધ્યાન રાખશો?
ગરબા રમવાના દોઢ કલાક પહેલા ભોજન લો. ગરબા રમતા સમયે ચક્કર આવે તો તરત જ એકબાજુ બેસી જાઓ. ચક્કર આવે કે ગભરામણ થાય તો તરત જ ઉંડા શ્વાસ લો. આસપાસ જે વ્યક્તિ હોય તેને તમારી તકલીફ જણાવો. ગરબા દરમિયાન ચક્કર આવે કે ગભરામણ થાય તો કાર્ડિયાક અરેસ્ટ હોય શકે છે. ગરબા રમ્યા બાદ ફળ કે ડ્રાયફ્રૂટ લઈ શકો છો.

હૃદયને તણાવમુક્ત કેમ રાખવું?
- ખાનપાનની આદત બદલવી
- લીલા શાકભાજી, ફળ, ડ્રાયફ્રૂટ્સ વધારે ખાવા
- જંકફૂડ, એસિડિક ફૂડ ઓછું ખાવુ
- શારીરિક શ્રમ કરવો જેથી હૃદય અને મગજ બંનેને ફાયદો થાય
- પ્રકૃતિ મુજબ બાયોલોજિકલ ક્લોક રહે તો આરોગ્ય સારુ રહે
- મનને પણ શાંત બનાવવું
- ધ્યાન ધરવું, વાંચન કરવું, મનને એકાગ્ર કરવું
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ