ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / નવા વર્ષમાં સરકારી કર્મચારીઓને મોટી ભેટ! 8મું પગાર પંચ લાગુ કરવા PM મોદીને રજૂઆત

આનંદો / નવા વર્ષમાં સરકારી કર્મચારીઓને મોટી ભેટ! 8મું પગાર પંચ લાગુ કરવા PM મોદીને રજૂઆત

Last Updated: 10:59 PM, 3 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

8મા પગાર પંચના અમલીકરણને લઈને એક નવું અપડેટ બહાર આવી રહ્યું છે. કેન્દ્રીય કર્મચારી સંગઠને તાજેતરમાં PM મોદીને તેનો અમલ કરવા અપીલ કરી છે.

ADVERTISEMENT

આઠમા પગાર પંચની ચર્ચા ફરી શરૂ થઈ છે જ્યારે પણ ચર્ચા થાય છે ત્યારે સરકારી કર્મચારીઓની ખુશી વધી જાય છે. તાજેતરમાં સરકારી કર્મચારીઓના સંગઠને PM મોદીને 8મા પગાર પંચ લાગુ કરવા અપીલ કરી છે. અહેવાલો અનુસાર, જો પગાર પંચ લાગુ થશે તો સરકારી કર્મચારીઓના પગારમાં 186 ટકાનો વધારો થશે. કેન્દ્ર સરકારે 2026માં 7મું પગાર પંચ લાગુ કર્યું છે અને એવી અપેક્ષા હતી કે સરકાર આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓને ભેટ આપી શકે છે. પરંતુ નાણા મંત્રાલયે રાજ્યસભામાં કહ્યું કે સરકાર અત્યારે આ અંગે વિચારી રહી નથી. હાલમાં અમારી યોજના 8મા પગાર પંચનો અમલ કરવાની નથી.

PM-MODI-001_3_0_0_1

8મા પગાર પંચને લાગુ કરવાની માંગ

કેન્દ્રીય કર્મચારીઓ ઘણા દિવસોથી સરકાર પાસે 8મા પગાર પંચને લાગુ કરવાની માંગ કરી રહ્યા છે, જેને નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ ​​મશીનરી (NC-JCM)ના સ્ટાફ સાઇડ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ પોતાનું સમર્થન આપ્યું છે. કમિશન 2.86 ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યું છે, જો સરકાર આ માંગ સ્વીકારે તો કર્મચારીઓના પગારમાં 186 ટકાનો વધારો થઈ શકે છે. જો પગાર પંચ લાગુ થશે તો 18,000 રૂપિયાનો પગાર વધીને 51,480 રૂપિયા થઈ જશે. આ સિવાય પેન્શન પણ 9,000 રૂપિયાથી વધીને 25,740 રૂપિયા થઈ શકે છે.

વધુ વાંચો : સરકારી કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર! વર્ષ 2025માં મોંઘવારી ભથ્થામાં થશે આટલો વધારો

7મું પગાર પંચ ક્યારે લાગુ કરવામાં આવ્યું?

7મા પગાર પંચની ભલામણો સરકારે જાન્યુઆરી 2016માં લાગુ કરી હતી. અહેવાલો અનુસાર, સરકાર દર 10 વર્ષે પગાર પંચની ભલામણોને લાગુ કરે છે. છેલ્લી વખતે જ્યારે પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 2.56 ફિટમેન્ટ લાગુ કરવામાં આવ્યું, ત્યારબાદ કર્મચારીઓનું લઘુત્તમ વેતન 7000 રૂપિયાથી વધીને 17,990 રૂપિયા થઈ ગયું. જો આ વખતે ભલામણો સાથે પગાર પંચ લાગુ કરવામાં આવશે તો કર્મચારીઓના લઘુત્તમ પગારમાં 3 ગણો વધારો થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PayCommission Employees PMModi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ